8 સિતારાઓની વિચિત્ર ખરાબ આદતો… જે કોઈ નથી જાણતું. જાણ્યા પછી એમ થશે કે આને કોણે સુપર સ્ટાર બનાવ્યા?
આજકાલ આપણે જોઈએ છીએ કે યુવાનોમાં ખરાબ આદતોનું કેટલું આક્રમણ છે. જેના કારણે ઘણા યુવાનો આજે પોતાનું કરિયર પણ બરબાદ કરી ચુક્યા છે. તો આજે અમે તમને કંઈક એવી જ વાતો જણાવશું બોલીવુડના સિતારાઓ વિશે. મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ એક સામાન્ય શોખ પાળેલો છે. તે શોખ છે આપણને મનોરંજન પૂરું પાડવાનો. પરંતુ મિત્રો આ જ બોલીવુડના અમુક સુપર સ્ટારોએ અમુક ચિત્રવિચિત્ર આદતો અને શોખ પાળીને રાખ્યા છે. જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. તો આજે અમે આ લેખમાં બોલીવુડના 8 મોટા સિતારાઓની અમુક ખરાબ અને વિચિત્ર આદતો જણાવવા જઈ રહ્યા છીએ. આ સિતારાઓના નામ જાણીને તમે પણ ચોંકી જશો.
આ લીસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ બોલીવુડના ખુબ જ ફેમસ હીરો રણવીર સિંહની. મિત્રો રણવીર સિંહને સૌથી વધારે પરફ્યુમ લગાવવાનો શોખ છે અને તેમની આ આદતના કારણે તેની પત્ની દીપિકા પણ છે પરેશાન. દીપિકાએ પણ જણાવ્યું છે કે રણવીર સિંહમાં ઘણી બધી વિચિત્ર અને ખરાબ આદતો છે. તેમાંથી સૌથી વિચિત્ર આદત પરફ્યુમની છે. તેમની વધારે પરફ્યુમ લગાવવાની, હંમેશા તૈયાર થવામાં મોડું કરવું, તેમજ વારંવાર સેનીટાઇઝર (હાથ સાફ કરવાનું લિક્વિડ) યુઝ કરવાની. તે જમ્યા પહેલા, જમ્યા બાદ, શુટિંગ બાદ, સુતા પહેલા, ઉઠીને દરેક સમયે માત્રને માત્ર સેનીટાઇઝરનો જ યુઝ કરતા જોવા મળે છે. આ આદતથી દીપિકાના પણ ઘણી તકલીફ પડે છે.
શાહરૂખ ખાનને પણ છે વિચિત્ર આદતો છે. મિત્રો તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની સૌથી ખરાબ આદત છે વારંવાર જીન્સની ખરીદી કરવી. હાલ તેમની પાસે લગભગ 1500 જીન્સ હશે. આ ઉપરાંત તેની સૌથી બીજી ખરાબ આદત છે ધુમ્રપાન કરવાની. આ આદત છોડવા માટે તેણે ઘણી મહેનત કરી પણ છૂટી જ નહિ. એટલું જ નહિ, તેના માટે તેણે પોતાની દીકરી સુહાના ખાનની કસમ પણ ખાધી હતી. તેમ છતાં પણ તે પોતાની ધૂમ્રપાનની આદતને છોડી ન શક્યો.મિત્રો રણવીર કપૂરને પણ ધૂમ્રપાનની ખરાબ આદત છે. તમને જણાવી દઈએ કે રણવીર કપૂર આલ્કોહોલ, ડ્રગ્સ અને ચેઈન સ્મોકિંગ જેવી ઘણી બાબતો માટે ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને રણવીર કપૂરને નવી નવી છોકરીઓ સાથે પણ રહેવાની આદત છે.
જો હવે વાત કરીએ અભિનેત્રી સન્ની લિયોનની. મિત્રો સન્ની લિયોનને દર પંદર મિનીટે પોતાના હાથપગ ધોવાની આદત છે. તે કોઈ પણ કામ કરે તરત જ હાથપગ ધોઈ નાખે છે. નાનું એવું કામ પણ હોય છતાં તે પંદર મિનીટમાં હાથ પગ ધોઈ નાખે છે. દરેક પંદર મિનીટ બાદ તે પાણીથી અથવા તો વેટ ટીસ્યુથી પોતાના પગ ધોવે છે. તે પાણીનો ખુબ જ બગાડ કરે છે.
સાફસફાઈ તો દરેક વ્યક્તિને ગમતી હોય છે. પરંતુ પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તેને એક તણખલું પણ જો આમથી તેમ થાય તો બિલકુલ પસંદ નથી આવતું, તે તરત જ ચીડાઈ જાય છે. તેથી તે પોતાની એક એક નાનામાં નાની વસ્તુને ઓર્ગેનાઈઝ કરે છે અને સાથે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે તેનાથી કોઈ ભૂલ ન થઇ જાય.
મિત્રો પથારી પર ફોન યુઝ કરવાની આદત તો લગભગ બધાને હોય છે. પરંતુ આયુષ્માન ખુરાનાને તો એટલી ખરાબ આદત છે કે તે પથારીમાં એટલો ફોન યુઝ કરે છે કે તેના ચક્કરમાં સુવાનું પણ ભૂલી જાય છે. મોબાઈલમાં તે આખી આખી રાત સુધી જાગીને વિતાવે છે.
કોફી પીવાનો તો બધાને શોખ હોય, પરંતુ મિત્રો વિચારો કે કોઈ દિવસ દરમિયાન નિયમિત 10 કોફી પી શકે ? તો મિત્રો આનો જવાબ છે અભિનેતા શાહિદ કપૂર. કારણ કે શાહિદ કપૂરને એક દિવસમાં દસ કોફી પીવાની આદત છે અને તે પણ આખા કપ ભરીને. તે ભોજનથી દુર અને કોફીની વધારે નજીક નજર આવે છે.
ઘણા લોકોને દાંતને નીચોડતા રહેવાણી તેમજ તેને પકડવાની અને વારંવાર દાંતને હાથ અડાડવાની આદત હોય છે. આવી જ કંઈક આદત છે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની. સિદ્ધાર્થ પબ્લિકી પણ પોતાની આ આદત શરૂ કરી દે છે. જેનાથી આસપાસના લોકો પણ પરેશાન થઇ જતા હોય છે. એટલું જ નહિ ખુદ સિદ્ધાર્થ પણ પોતાની આ આદતથી ખુબ જ પરેશાન છે.
તો મિત્રો આ હતી બોલીવુડ સિતારાઓનો વિચિત્ર આદતો. જો તમારી પણ કોઈ આવી વિચિત્ર આદત હોય તે કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો.