29 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના રોજ, શનિ મકર રાશિમાં માર્ગી થઈ જશે. એટલે હવે સીધો ચાલતો જોવા મળશે. ત્યાર બાદ આવતા વર્ષે મે મહિના સુધી શનિની ચાલમાં ફેરફાર થશે નહીં. શનિની સીધી ચાલથી અનેક લોકોનો મુશ્કેલ સમય પૂરો થઇ શકે છે. એક જ્યોતિષાચાર્ય અનુસાર, શનિની ચાલ બદલાવાથી દેશ-દુનિયાની આર્થિક સ્થિતિ અને રાજકારણમાં ફેરફાર આવી શકે છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે પણ સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
શનિની ચાલમાં ફેરફાર થવાથી શું અસર થશે ? ધર્મ અને અધ્યાત્મઃ જ્યોતિષાચાર્યના જણાવ્યાં પ્રમાણે મકર રાશિમાં શનિની ચાલમાં ફેરફાર થવાથી ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. ધાર્મિક ગતિવિધિઓ વધી શકે છે.
અર્થવ્યવસ્થા : પેટ્રોલ, સોના, ચાંદી, લોખંડની કિંમત વધવાની સંભાવના છે. ઉદ્યોગો-ધંધામાં તેજી આવી શકે છે, પરંતુ નિર્માણ કાર્યોમાં મંદી રહેશે. તેના કારણે કારખાના ઉપર શનિનો પ્રભાવ રહેશે. ખાદ્ય સામગ્રીના ભાવ ઘટી શકે છે. કૃષિ ક્ષેત્રમાં ઉન્નતિ અને નવા પ્રયોગ જોવા મળી શકે છે.રાજનીતિ : રાજનીતિ સાથે જોડાયેલાં લોકોમાં વિવાદ વધી શકે છે, પરંતુ અનેક ક્ષેત્રીય દળની તાકાત વધશે. સીમા ઉપર તણાવ રહેશે.
ન્યાય વ્યવસ્થા : શનિને ન્યાયાધીશની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એટલે દેશની ન્યાય પ્રણાલી વધારે મજબૂત થઈ શકે છે. નવા નિર્ણય, નિયમ અને કાયદો બનશે.
વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સારો સમય શરૂ : મકર રાશિમાં શનિના માર્ગી થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.મકર સહિત 3 રાશિઓનો મિશ્રિત સમય : શનિની ચાલમાં ફેરફાર થવાથી નક્ષત્રમાં આવી જવાથી વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના લોકોના કામ તો પૂરા થશે પરંતુ મહેનત વધારે રહેશે. ધનલાભ થઈ શકે છે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળશે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.
કુંભ સહિત 7 રાશિઓનો અશુભ સમય : શનિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું, ઉધાર લેવું નહી. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઇએ.
અશુભ પ્રભાવથી બચવા શું કરવું? : શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં છે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે હનુમાનજીની પૂજા કરો. શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો. જરૂરિયાત મંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરો. તેલ, તલ, કાળા કપડાં, અડદ અને ચામડાની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિવારે શનિદેવને તેલ ચઢાવો. શનિદેવની પૂજા કરીને,`ૐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનેશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો.