જાણો રાશિ પ્રમાણે આ દેવીદેવતા હોય છે તમારા પર મહેરબાન…. એ દેવીદેવતા તમારા પર થાય છે તરત જ પ્રસન્ન…જાણો તમારી રાશિના દેવ કોણ છે….

જાણો રાશિ પ્રમાણે આ દેવીદેવતા હોય છે તમારા પર મહેરબાન…. એ દેવીદેવતા તમારા પર થાય છે તરત જ પ્રસન્ન…જાણો તમારી રાશિના દેવ કોણ છે….

મિત્રો દરેક રાશિ માટે એક એવા દેવ હોય છે જેનો સંબંધ ગ્રહોની મજબુતીથી અને ભાગ્ય સાથે હોય છે. તેને તે રાશિના ઇષ્ટ દેવ કહેવાય છે. મિત્રો તમે તમારી રાશિના ઇષ્ટ દેવને ખુબ જ સરળતાથી પ્રસન્ન કરી શકો છો અને જો તમે તેમને પ્રસન્ન કરવામાં સફળ રહો તો તમારૂ ભાગ્ય ચમકી જાય છે અને તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થાય છે તેમજ જીવનમાં પ્રગતિ થાય છે.

તો આજે અમે તેના સંબંધિત ખુબ જ વિશેષ અને જરૂરી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમાં આજે અમે દરેક રાશિ માટેના ઇષ્ટદેવ જણાવશું તેમજ તેને ખુશ કરવાના સચોટ પ્રયોગ. તો તેના માટે પૂરો લેખ વાંચો જેથી જરૂરી માહિતી છૂટી ન જાય.

સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની તો તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ લોકોએ વહેલી સવારે સ્નાન કરીને આસન પર બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા માળા ફેરવવી જોઈએ તેનાથી તેમને અચૂક ફાયદો થશે.

વૃષભ રાશિ માટે ઇષ્ટદેવ છે માતા ભગવતી. તેમના માટે દેવીપાઠ એટલે કે શક્તિ પાઠ ખુબ જ શુભ ફળદાયી સાબિત થશે. આ લોકોએ રાત્રે સુતા પહેલા એક વાર દેવી કવચનો પાઠ કરવો જોઈએ તેનાથી માતા ભગવતી તમારા ભાગ્યના દરવાજા ખોલશે.

ત્યાર બાદ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે મહાકાળી માતાની પૂજા સર્વોત્તમ લાભદાયી સાબિત થાય છે. જમણા હાથમાં લવિંગ લઈને કાળી માતાની પૂજા કરીને તેમનું ધ્યાન ધરવું જોઈએ. આ રીતે કરવાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

કર્ક રાશિના જાતકોના ઇષ્ટદેવ સૂર્ય છે. તેથી કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ઉપાસના અત્યંત ફળદાયી સાબિત થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કર્ક રાશિના જાતકોએ સવારે વહેલા ઉઠીને એક માળા ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા કરવી જોઈએ. ઓછામાં ઓછી એક માળા તો કરવી પણ વધારે સમય હોય તો ત્રણ પણ કરી શકો તેનું વધારે ઝડપથી પરિણામ મળશે.

ત્યાર બાદ વાત કરીએ સિંહ રાશિની તો તેમના ઇષ્ટદેવ બજરંગબલી છે. તેથી સિંહ રાશિના જાતકો માટે હનુમાનજીની પૂજા, હનુમાનજીની આરાધના અને હનુમાનજીના વિચારો ખુબ જ શુભ પરિણામ લાવશે. તેના માટે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાન અષ્ટક માંથી જે પણ શક્ય હોય તેનો પાઠ કરવો અને મંગળવારના દિવસે તો ખાસ તેનો પાઠ કરવો.

કન્યા રાશિના જાતકો માટે સૌથી શુભફળદાયી ઇષ્ટ છે માતા સંતોષી. તેથી આ રાશિના જાતકો માતા સંતોષીની જેટલી પૂજા કરે તેટલું સારું ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જો આ રાશિના લોકો શુક્રવારે વ્રત રાખે તો તે અત્યંત શુભફળદાયી સાબિત થશે અને સારી કન્યા અથવા વર મળે છે.

તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટેના ઇષ્ટદેવ છે ભગવાન શ્રી ગણેશ. ગણેશજીને પ્રસન્ન કરવા સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ગણેશ દ્વાદશનામા અથવા ગણેશ અથર્વ સિદ્ધનો જાપ કરવો તેમજ ગણેશજીની પૂજા કરવી જોઈએ. તેનાથી આં રાશિના જાતકોમાં જ્ઞાન વધે છે.

વૃષિક રાશિ માટે ચંદ્રદેવની પૂજા શુભ ફળદાયી રહેશે. ચંદ્રદેવની પૂજાની સાથે સાથે પૂનમનું વ્રત પણ કરશો તો વધારે શુભ પરિણામો મળશે અને તેજસ્વીતા વધશે.

ધન રાશિના જાતકો માટે શિવ પૂજા અત્યંત ઉત્તમ રહેશે. સવારે વહેલા ઉઠીને ભગવાન શિવના મંદિરમાં જઈને અભિષેક કરો અથવા શિવલિંગ પર દુધ, ખીર, મધ કંઈ પણ ચડાવશો તો તે આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. ખાસ કરીને સોમવારના દિવસે તો અવશ્ય શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. તેનાથી તમારું દાંપત્ય જીવન સુખમાં બને છે.

મકર રાશિના જાતકો માટે દુર્ગા માતાની ઉપાસના ખુબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોએ “ઓમ હ્રીમ દ્રુમ દુર્ગાયેય નમ:” મંત્રનો જાપ કરવો તેનાથી અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થશે અને જીવનમાં તેમને દરેક સફળતા પણ મળે છે.

કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની ઉપાસના ખુબ જ લાભદાયી સાબિત થશે. કુંભ રાશિના જાતકોએ લક્ષ્મી માતાની ઉપાસના માટે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ તેનાથી આ રાશિના જાતકો પાસે ક્યારેય પણ ધનની કમી નથી રહેતી.

હવે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકોના ઇષ્ટ દેવ પણ હનુમાનજી છે માટે તેમણે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. મીન રાશિના જાતકો માટે હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ જે ખુબ જ શુભ પરિણામ પ્રાપ્ત કરાવશે અને ધેર્ય આપે છે.

તો જાણવો તમારા ઇષ્ટદેવ કોણ છે કોમેન્ટ કરો 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment