વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..

શનિદેવની રાશી પરિવર્તન સાથે જ કેટલીક રાશિઓ પર શનિની ઢૈયા અને સાડાસાતી શરૂ થવા જઈ રહી છે. શનિની ઢૈયા અને સાડાસાતી દરમિયાન જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે 

વર્ષ 2023 માં આ રાશિઓ પર શરૂ થવા જઈ રહી છે શનિ ની સાડાસાતી અને ઢૈયા:- વર્ષ 2023 શરૂ થવા જઈ રહ્યું છે. નવા વર્ષમાં ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં ફેરફારની અસર દરેક 12 રાશીઓ પર જોવા મળશે. વર્ષ 2023 માં શનિ,ગુરુ અને રાહુ સહિત અનેક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ શનિ લગભગ અઢી વર્ષ બાદ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરશે.હિન્દુ પંચાંગ પ્રમાણે શનિ 17 જાન્યુઆરી 2023 એ મકર રાશિ થી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ કુંભ રાશી નો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. શનિની મકર રાશિની યાત્રા બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ શનિની સાડાસાતી અને ઢૈયા કેટલીક રાશિઓ પર શરૂ થશે જ્યારે કેટલીક રાશિઓને તેનાથી મુક્તિ પણ મળી જશે. 

શનિની સાડાસાતી અને ઢૈયા:- જ્યોતિષમાં શનિને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. શનિદેવ જાતકને તેના કર્મના આધાર પર ફળ પ્રદાન કરે છે. શનિની સાડાસાતી અને ઢૈયાની દશા ને કષ્ટદાયક માનવામાં આવે છે. દરેક વ્યક્તિને જીવનમાં એકવાર સાડાસાતી અને ઢૈયા નો સામનો કરવો પડે છે.શનિની સાડાસાતી સાડા સાત વર્ષ સુધી રહે છે. જ્યારે ઢૈયા અઢી વર્ષ સુધી રહે છે.આ રાશિઓ પર શરૂ થશે શનિની સાડાસાતી અને ઢૈયા:- શનિ ના 17 જાન્યુઆરી 2023 એ કુંભ રાશિમાં આવ્યા બાદ મીન રાશિ વાળા પર શનિની સાડાસાતી નું પહેલું ચરણ શરૂ થશે. કુંભ રાશિ વાળા પર બીજું ચરણ અને મીન રાશિ વાળા પર શનિની સાડાસાતી નું ત્રીજું ચરણ શરૂ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિ વાળા પર શનિની ઢૈયા શરૂ થશે.

આ રાશિઓને મળશે સાડાસાતી અને ઢૈયા માંથી મુક્તિ:- શનિ ગોચરની સાથે જ ધન રાશિ વાળા ને શનિની સાડાસાતી થી મુક્તિ મળી જશે. તેવી જ રીતે તુલા અને મિથુન રાશિ વાળાને શનિની ઢૈયા નો પ્રભાવ પૂરો થઈ જશે. શનિ દશામાંથી મુક્તિ મળ્યા બાદ આ રાશિના જાતકોને સારો સમય શરૂ થશે. ભાગ્યાનો સાથ મળશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment