માખી, મચ્છરને ભગાવો માત્ર ત્રણ જ રૂપિયામાં. ઘરે તૈયાર કરો આ વસ્તુ બધાજ જીવજંતુ ભાગી જશે ઘરની બહાર

💁 માખી, મચ્છરને ભગાવો માત્ર ત્રણ જ રૂપિયામાં….. 💁

🦟 માખી મચ્છર અને ઉંદરથી છુટકારો મેળવવા માટે આજે અમે એક ખુબ જ આસન તરીકો લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે જેનાથી માખી, મચ્છર અને ઉંદરને ઘરેથી તુરંત ભગાવી શકીએ.

🦟 મોટા ભાગની મહિલા ઘરમાં ગંદકી અને બીમારીઓ ફેલાવનારા કીડાઓથી અને અન્ય જીવોથી પરેશાન રહે છે. પરંતુ તેને રોકવા ખુબ જ મુશ્કેલ હોય છે અને તેને કાઢવા પણ આપણા માટે ખુબ જ જરૂરી હોય છે.  કેમ કે તે આપણા શરીર માટે ખુબ જ હાનીકારક સાબિત થાય છે. જો તમે ઘરમાં રહેતા મચ્છર, માખી, ઉંદર, ગરોળી, વંદાથી પરેશાન છો અને તેને ભગાવવાનો કોઈ ઉપાય ન હોય તો આજે અમે તેના માટે ઉપાય જણાવશું. જે ઉપાય એકદમ ઘરેલું છે અને ખાસ વાત એ કે તે ઉપાય તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક નથી. તો ચાલો જાણીએ .

🦟 સૌથી પહેલા તો વંદાથી છુટકારો મેળવવા માટે. ઘણા લોકોને વંદાથી ડર લાગતો હોય છે તેમાં ખાસ કરીને મહિલાઓ તેને જોઇને તરત જ ગભરાય જાય છે. વંદાથી છુટકારો મેળવવા લસણ, ડુંગળી અને કાળા મરીને એક સરખી માત્રામાં લઈને તેણે પીસી નાખવાનું અને તેની પેસ્ટ બનાવી લેવાની. પછી તે પેસ્ટમાં પાણી મિક્સ કરીને ઘોળીને તેને તૈયાર કરી લેવાનું છે. પછી મિક્સ કરેલા પાણીને એક બોટલમાં ભરી લેવાનું અને તે જગ્યા પર મુકવાનું જ્યાં વધારે વંદા આવતા હોય. તેની તેજ ગંધથી વંદા એક જ મીનીટમાં ભાગી જશે. જો કાયમ માટે વંદા ભગાવવા હોય તો એક મહિનો આ ઉપાય કરો કયારેય પણ વંદા ઘરમાં નહિ આવે.

🦟 મચ્છરોથી છુટકારો મેળવવા માટે. લસણની તીખી ગંધ મચ્છરને ઘરમાં પ્રવેશ કરવાથી રોકે છે. આ ઉપાય કરવા માટે લસણની થોડીક કળીને પીસીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમને તમે મચ્છર મુક્ત રાખવા માંગતા હોવ ત્યાં આ પાણીને સ્પ્રે કરવાનું છે. એવું થાય કે તેમાંથી થોડી વાસ આવે પરંતુ તે જ કારણથી મચ્છર ભાગી જાય છે. જો તમે પણ મચ્છરથી પરેશાન છો તો આ ઉપાય દ્વારા તમે ખુબ જ આસાનીથી છુટકારો મેળવી શકો છો.

🦟 માખીથી મુક્તિ મેળવવા માટે. માખીથી તો લગભગ બધા જ પરેશાન હોય છે. કેમ કે માખી ગંદકી પર બેસે છે અને પછી આપણા જમવાના ખોરાક પર બેસે છે અને બીમારીને આમંત્રણ આપે છે. પરંતુ તેના માટે પણ અમે અસરકારક દવા લઈને આવ્યા છીએ. તેનાથી એક પણ માખી ઘરમાં નહિ રહે. એક રૂનો મોટો ગોળો બનાવવાનો અને જે તેલમાં ખુબ જ તીવ્ર વાસ આવતી હોય તેમાં રૂ ના ગોળાને બોળીને ઘરના દરવાજે બાંધી દેવાનું. તેલની વાસથી માખી ઘરમાંથી બહાર નીકળી જશે.

🦟 ઉંદરથી મુક્તિ મેળવવા માટે. જો તમારા ઘરમાં પણ ઉંદર ઉત્પાત મચાવતા હોય તો રૂ પર પીપરમેન્ટ એટલે કે ફીનાઈલની ગોળી  લગાવીને તે રહેતા હોય તેવી જગ્યા પર રાખી દેવાનું. તેની વાસથી ઉંદરને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ થાય છે એટલા માટે તે ઘરમાંથી નીકળી જાય છે. ઉંદરને ફીનાઈલની વાસ બિલકુલ સારી નથી લગતી.

🦟 ગરોળીને ભગાવવા માટે.  દીવાલ પર 5 થી 6 મોરના પીછાંને ચોટાડી દેવા. તેનાથી ગરોળી થોડા જ દિવસોમાં ગાયબ થઇ જશે. કેમ કે મોર ગરોળીને ખાય છે એટલા માટે ગરોળી મોરના પીછાંથી ડરે છે. અથવા ઈંડાના ખાલી ફોતરાને ઘરમાં ઉંચી જગ્યા પર મૂકી દો તો પણ ગરોળી ભાગી જશે. કેમ કે ગરોળીને ઈંડાની વાસ પસંદ નથી હોતી.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

8 thoughts on “માખી, મચ્છરને ભગાવો માત્ર ત્રણ જ રૂપિયામાં. ઘરે તૈયાર કરો આ વસ્તુ બધાજ જીવજંતુ ભાગી જશે ઘરની બહાર”

 1. કીડી – કાળી અને લાલ કીડી થયા જ કરે છે, તેને કાયમ માટે દૂર કરવાની રીત – તેનાં માટે જરુરી વસ્તુઓ….પ્લીઝ

  Reply
 2. વંદા અને ઉંદર ની પ્રજનન શક્તિ નાબૂદ કરવા માટે ઉપાય કહેશો

  Reply
 3. કીડી – કાળી અને લાલ કીડી થયા જ કરે છે, તેને કાયમ માટે દૂર કરવાની રીત – તેનાં માટે જરુરી વસ્તુઓ….

  Reply
 4. કીડી – કાળી અને લાલ કીડી થયા જ કરે છે, તેને કાયમ માટે દૂર કરવાની રીત – તેનાં માટે જરુરી વસ્તુઓ….પ્લીઝ

  Reply

Leave a Comment