અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🚰 સાબુના વધેલા કટકામાંથી બનાવો બજાર જેવું જ લીક્વીડ હેન્ડવોશ… 🚰
🚰 મિત્રો આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે છેલ્લે થોડી વધી હોય અને આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ.પરંતુ મિત્રો તમે તે વસ્તુને એકઠી કરી તેનો અલગ જ રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા પૈસા પણ બચાવશે અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કંઈક બની જશે. તો તેવી જ એક વસ્તુ અમે આજે લાવ્યા છીએ કે જેમાં તમે તેનો વેસ્ટમાંથી એકદમ બેસ્ટ ઉપયોગ કરી શકો છો.
🚰 મિત્રો તમારા ઘરમાં છેલ્લે સાબુ ખતમ થવા આવ્યો હોય ત્યાર બાદ લગભગ છેલ્લે અમૂક કટકા વધે તે સામાન્ય રીતે દરેક લોકો કચરામાં ફેંકી દેતા હોય છે પરંતુ હવેથી તેને ફેંકતા પહેલા તેનો આ બેસ્ટ યુઝ વિશે અવશ્ય વિચારજો કારણ કે તે વેસ્ટ સાબુ તમારા પૈસા બચાવી શકે છે. હવે તમને એવો વિચાર આવે કે ભાઈ આપણે એક કટકો બચાવીને રાખીએ તો તેમાંથી વળી શું બેસ્ટ ઉપયોગ કરી શકીએ.
🚰 પરંતુ મિત્રો તમે સાબુનો દરેક ટૂકડા સાચવીને રાખો અને ભેગા કરો તો તેનો જથ્થો વધી જાય ત્યાર બાદ તમે તેનો ખૂબ જ સારો ઉપયોગ કરી શકો છો. તે ટૂકડા ભેગા થાય ત્યાર બાદ તમે તેમાંથી બજારમાં મળે છે તેવું જ લીક્વીડ હેન્ડવોશ બનાવી શકો છો. તો મિત્રો આજથી જ સાબુના ટૂકડા બચાવવાનું ચાલુ કરી દો કારણ કે તેનાથી તમે એકથી બે મહિના ચાલે તેટલું લીક્વીડ હેન્ડવોશ બનાવી શકો છો અને તે પણ માત્ર દસ જ મીનીટમાં. તો ચાલો જાણીએ કંઈ રીતે તમે બનાવી શકો છો વેસ્ટમાંથી બેસ્ટ લીક્વીડ હેન્ડવોશ.
🚰 સાબુના વધેલા કટકામાંથી આ રીતે બનાવો બજાર જેવું લીક્વીડ હેન્ડવોશ..
🚰 આ લીક્વીડ હેન્ડવોશ બનાવવા માટે જોઇશે એક સાબુની ક્વોન્ટીટી જેટલા સાબુના કટકા. અને ચાર ચમચી જેટલું ડેટોલનું પાણી.
🚰 તેને બનાવવા માટે તમારે સાબુની સ્લાઈસ જેવા ટૂકડા કરી લેવાના છે છરીની મદદથી. (જો તમારા સાબુના કટકા એકદમ પાતળા અને સ્લાઈસ જેવા જ હોય તો પછી તમારે તેને સ્લાઈસ કરવાનું જરૂર નથી)
🚰 ત્યાર બાદ સૌથી પહેલા સાબુના ટૂકડાને સામાન્ય પાણીથી ધોઈ લો.
🚰 ત્યાર બાદ તેને એક મીક્ષ્યરમાં નાખી દો અને તેમાં સાબુના ટૂકડા ડૂબી જાય તેટલું પાણી નાખી દો.
🚰 હવે તેને મીક્ષ્યરમાં પીસી લો.
🚰 મીક્ષ્યરમાં પિસ્યા બાદ તેને એક સાફ વાસણમાં નાખી દો.
🚰 હવે તેમાં પહેલા એક ગ્લાસ ગરમ પાણી ઉમેરો અને લીક્વીડને બરાબર હલાવો. ત્યાર બાદ તેમાં ફરી પાછું એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરીને હલાવી લો. (પાણી તમારે વધારે ગરમ લેવાનું નથી થોડું જ ગરમ હોય તેવું પાણી લેવાનું છે.)
🚰 હવે તમારે તે લીક્વીડને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તે ઠંડુ ન થઇ જાય કારણ કે ઠંડુ થતા જ તે બહાર જેવું લીક્વીડ બનશે. સતત હલાવવાથી તે એકદમ સોફ્ટ પણ બનશે.
🚰 હવે તમે તેને લગભગ પાંચથી સાત મિનીટ ચલાવશો એટલે તે ઠંડુ થઇ જાશે હવે તમે ચેક કરી લો કે તેની કન્સીસટન્સી બહારના લીક્વીડ જેવી થઇ ગઈ કે નહિ.
🚰 અને જો લીક્વીડ થોડું ઘાટું લાગે તો તેમાં ફરી અડધો ગ્લાસ ગરમ પાણી ઉમેરો અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લો અને ઠંડુ થઇ જાય પછી તમે ચમચીની મદદથી જોશો તો તેની કન્સીસટન્સી બિલકુલ બહારના લીક્વીડ જેવી જ થઇ ગઈ હશે.
🚰 હવે તેની ગુણવત્તા વધારવા માટે તેમાં ચાર ચમચી જેટલું ડેટોલનું પાણી ઉમેરો જેથી તે વધારે સારું અને અસરકારક બની જાય.
🚰 ડેટોલ નાખ્યા બાદ તે લીક્વીડને બરાબર રીતે હલાવીને ડેટોલ તેમાં મિક્સ કરી લો.
🚰 હવે તૈયાર છે તમારું લીક્વીડ હેન્ડવોશ સાવ ખર્ચા વગરનું અને વેસ્ટ વસ્તુનો ઉપયોગ પણ થઇ ગયો અને એક નવી જ વસ્તુ બની કે જે બજારમાં મળે તેવી જ છે.
🚰 હવે જો તમારી પાસે અગાઉની કોઈ ખાલી લીક્વીડ હેન્ડવોશની બોટલ પડી હોય તો તે બોટલમાં ઘરે બનાવેલું લીક્વીડ હેન્ડવોશ ભરી દો.
🚰 હવે કોઈ ઘરે આવશે તો કોઈને પણ ખબર નહિ પડે કે તમે આ લીક્વીડ આ રીતે વધેલા સાબુના વેસ્ટ ટુકડામાંથી બનાવેલું છે તેટલું સારું બનશે.
🚰 આ રીતે તમે સાબુના કટકાનો ઉપયોગ કરીને એકદમ નવી જ વસ્તુ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. જો મિત્રો તમારી પાસે સાબુના કટકા ન હોય અને તમારે આ લીક્વીડ બનાવવું છે તો તમે સાબુનો પણ ઉપયોગ કરી શકો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpfull