ગર્ભવતી મહિલાઓ માટે આ 8 ફળોનું સેવન છે ભયંકર ખતરા સમાન, વધી જાય છે બાળકના મિસકેરેજનો ખતરો… મોટાભાગની મહિલાઓ જાણ્યા વગર જ ખાય લે છે…

ગર્ભાવસ્થામાં મહિલાઓએ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેમજ તેણે એવા ફળનું સેવન કરવું જોઈએ, જેનાથી માતા અને બાળકને બંનેને પોષણ મળી રહે. પરંતુ અમુક વસ્તુનું સેવન કરવામાં મહિલાએ ખુબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

ગર્ભાવસ્થા એક એવો સમય છે જેમાં એક મહિલા ઘણા બધા પરિવર્તનોમાંથી પસાર થાય છે. ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે. તેની સાથે જ મૂડ સ્વિંગ, જમવાની હેબિટ બદલાવી અને ઘણી બધી વસ્તુઓ મહિલાને પ્રેગ્નેન્સી દરમિયાન થઈ શકે છે. પરંતુ ઘણી વખત ક્રેવિંગ અને અમુક અલગ ખાવાના ચક્કરમાં મહિલાઓ અમુક એવી વસ્તુઓ ખાઈ લેતી હોય છે કે, જેનાથી માતા અને બાળક બંનેને નુકશાન થાય છે. ઘણી વાર તો તેનાથી મિસકેરેજનો ચાંસ પણ વધી જાય છે. તેવામાં અમે તમને આજે જણાવી રહ્યા છીએ એવા 8 ફાળો વિશે જે પ્રેગ્નેન્સી દરમિયાન તમારે ભૂલથી પણ ન ખાવા જોઈએ. નહિ તો, તેનાથી માતા અને બાળકનો જીવ જોખમમાં પડી શકે છે.

અનાનસ : અનાનસ કે પાઈનેપલને ક્યારે પણ પ્રેગ્નેન્સીમાં ખાવું ન જોઈએ. એવું એ માટે છે કારણ કે, અનાનસ ખાવાથી ગર્ભાશયમાં ખુબ જ સંકોચન થાય છે, જેના કારણે મિસકેરેજ થઈ શકે છે.

આમલી : ગર્ભાવસ્થા દરમિયાન ચટપટું ખાવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે અને આ દરમિયાન આપણે ઘણી મહિલાઓને આમલી ખાતા પણ જોઈ હશે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન આમલી ખાવાથી ફાયદાથી વધારે નુકશાન થાય છે. વાસ્તવમાં આમલીમાં ઉચ્ચ માત્રામાં વિટામીન સી હોય છે. જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો, તે તમારા શરીરમાં પ્રોજેસ્ટેરોનના ઉત્પાદકને દબાવી શકે છે અને પ્રોજેસ્ટેરોનના નિમ્ન સ્તરથી ગર્ભપાત થઈ શકે છે, માટે યાદ રાખવું કે ખુબ વધારે આમલીનું સેવન ન કરો. ખાસ કરીને પ્રથમ ત્રણ માસ દરમિયાન તો બિલકુલ પણ આમલી ખાવી જોઈએ નહીં.

પપૈયા : પપૈયા એ ફળોમાંથી એક છે જે ગર્ભવતી મહિલાઓ માટે ઉચિત નથી. પપૈયું તમારા શરીરના તાપમાનને વધારી શકે છે. જે ગર્ભાવસ્થા દરમિયાન સારું ગણાતું નથી. તે સિવાય તે લેટેક્સથી ભરપૂર હોય છે જે ગર્ભાશયના સંકુચન, રક્તસ્ત્રાવ અને ગર્ભપાતનું પણ કારણ બની શકે છે. તે ભ્રૂણના વિકાસને પણ બાંધી દે છે, માટે પાકેલાં અને કાચા બંને પ્રકારના પપૈયા ખાવાથી બચવું જોઈએ.

કેળા : આમ તો, ગર્ભાવસ્થા દરમિયાન કેળા ખાવા સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ અમુક વખતે તેનાથી બચવું જોઈએ. એલર્જીથી પીડિત મહિલાઓ અને ડાયાબિટીસ ફેમિલી હિસ્ટ્રી વાળી મહિલાઓને કેળું ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં ચીટીનેજ હોય છે, જે એક લેટેક્સ જેવો પદાર્થ જે એલર્જેન છે. તેનાથી શરીરની ગરમી વધે છે. માટે જ જે મહિલાઓને કાઇટીનેજથી એલર્જી છે તેમણે કેળાનું સેવન ન કરવું જોઈએ. કેળામાં શુગર સારી માત્રામાં હોય છે માટે જે લોકોને ડાયાબિટ્સ હોય તેમણે કેળું ખાવાથી બચવું જોઈએ.

તરબૂચ : ગરમીના દિવસોમાં તરબૂચ ખાવું આમ તો સારું ગણાય છે. કારણ કે તે શરીરને હાઈડ્રેડ રાખે છે અને ટોકસિક પદાર્થોને બહાર કાઢે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવાથી બચવું જોઈએ. કારણ કે તે, બાળકને વિભિન્ન ટોકસિક પદાર્થોના સંપર્કમાં લાવી શકે છે જે તરબૂચમાંથી બહાર નીકળે છે. માટે તેને ખાવું ન જોઈએ. આ ફળ આમ તો ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. પરંતુ જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે છે તો, તેની શુગરની માત્રા તમારા લોહીનું શુગરનું સ્તર વધારી શકે છે. તે સિવાય તે એક ઠંડુ ફ્રૂટ છે આજ કારણ છે કે ગર્ભવતી મહિલાને તેનાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

ખજૂર : ખજૂર વિટામિન અને આવશ્યક પોષકતત્વોથી ભરપૂર હોય છે. પરંતુ, ગર્ભવતી મહિલાઓને સામાન્ય રીતે ખજૂરના સેવનથી બચવાની સલાહ આપવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તે શરીરને ગરમ કરે છે અને ત્યાં સુધી કે ગર્ભાશયમાં સંકુચન પણ લાવી શકે છે. માટે જ દરરોજ એકથી બે ખજૂર ખાવી સારી છે, તેનાથી વધારે ખાવાથી તકલીફ થઈ શકે છે. માટે તમને અને તમારા બાળકને કોઈ જોખમ ન થાય એ માટે ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર ખાવાથી બચવું જોઈએ.

ફ્રોજન બેરીઝ : ગર્ભવતી મહિલાઓએ ફ્રોજન બેરીઝ અથવા કઈ પણ જે ફ્રોજન ફળ હોય છે તેને ખાવાથી બચવું જોઈએ. ફ્રોજન બેરીઝના બદલે તાજા ફળનું સેવન કરવું હંમેશા એક સારો વિકલ્પ છે. જો તમે બેરીઝ ફ્રીજમાં રાખો છો તો તેનો મૂળ સ્વાદ અને પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. અને તેને ખાવું તમારા અને બાળક બંને માટે જોખમભર્યું સાબિત થઈ શકે છે. તે જ કારણ છે કે, તમે ફ્રીજમાં રાખેલી ફ્રોજન બેરીઝ ન ખાઓ. જેથી ગર્ભાવસ્થા દરમિયાન તમને અને તમારા બાળકને કોઈ નુકશાન ન થાય.

ડબ્બા બંધ ટામેટાં : પ્રેગ્નેન્સી દરમિયાન હંમેશા બધા જ ડબ્બા બંધ ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ, કારણ કે તેમાં ઉચ્ચ માત્રામાં સંરક્ષક હોય છે. તે પ્રિજર્વેટિવ તમારા અને તમારા બાળક બંને માટે ઝહેરીલા બની શકે છે. ખાસ કરીને ફ્રોજન ટામેટાં અથવા તેની પ્યુરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ, જણાવેલા કેટલાક ફળો ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવા જોઈએ જેથી તમને કે તમારા બાળકને કોઈ નુકશાન થાય નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment