આપણે આજકાલ ખાવાના એટલા શોખીન થઇ ગયાં છીએ કે ગમે તે વસ્તુઓનું આપણે સેવન કરીએ છીએ. પણ અમુક એવી વસ્તુઓ પણ જેનું સેવન કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે. આજે આપણે આ લેખમાં એવી જ કેટલીક વસ્તુઓ વિશે ચર્ચા કરીશું.
ખાવાની કેટલીક વસ્તુઓ સારી માનવામાં આવી છે. તો ઘણી ખરાબ. કારણ કે એક્સપર્ટ હંમેશા એવા ફૂડસનું સેવન કરવાની સલાહ આપે છે, જેનાથી શરીર ને ફાયદો થાય અને સ્વાસ્થ્ય સારું રહે. જ્યાં શરીરને ફાયદો કરતા ફૂડસનું લીસ્ટ લાંબુ છે. નુકશાન કરતા ફૂડસનું લીસ્ટ નાનું છે. જો મહિલાઓની વાત કરવામાં આવે તો એક્સપર્ટ મહિલાઓને ઘણા ખાસ ફૂડ ન ખાવાની સલાહ આપે છે. તેનું કારણ એ છે આ ફૂડસ મહિલાના સ્વાસ્થ્ય માટે સારા નથી. હવે એવા ક્યાં ફૂડ કે પદાર્થ છે જેનું સેવન મહિલાઓને ન કરવું જોઈએ. તેના વિશે જાણી લઈએ.
ફેટ વગરનું દહીં:- દહીં ખાવું દરેકને પસંદ હોય છે. પણ મહિલાઓ ફેટ વગરનું દહીં ન ખાવાની સલાહ આપવામાં આવે છે. માર્કેટના ફેટ વગરના દહીંમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જેનાથી બ્લડ શુગર લેવલ અને ઇન્સુલીન વધી શકે છે. હ્યુમન રીપ્રોડક્શન જર્નલ માં પલ્બીશ એક અભ્યાસ અનુસાર જે મહિલાઓને લો ફેટ વાળા ડેરી પ્રોડક્ટનું સેવન વધુ કર્યું હતું, તેમાં ઓવુંલલેટ ઇનફર્ટીનીટીનું જોખમ 85% વધુ હતું. આથી ફૂલ ફેટ વાળું દહીનું જ સેવન કરવું.
સફેદ બ્રેડ:- વ્હાઈટ બ્રેડ રીફાઈન્ડ કાર્બ છે અને આપણું શરીર રીફાઈન્ડ કાર્બ ને ખાંડની જેમ લે છે. રીફાઇન્ડ કાર્બમાં ફાઈબર બિલકુલ નથી હોતું. એવા કાર્બ્સ બ્લડ શુગર ની માત્રા વધારે છે. અને ઇન્સુલીન લેવલમાં પણ વૃદ્ધિ કરે છે. આ તે મહિલાઓ માટે સમસ્યા પેદા કરે છે જે પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ અથવા પીસીઓએસ પીડિત હોય છે.
ડાયટ સોડા:- ડાયટ સોડામાં કેલરી ઓછી હોય છે, પણ તેમાં કેમિકલ અને પ્રીજર્વેટીવ્સ વધુ પ્રમાણમાં હોય છે. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારા નથી હોતા. જર્નલ ઓફ ધ અમેરિકન જેરીયાટ્રીક્સ સોસાયટીમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર જે લોકો નિયમિત રૂપથી ડાયટ સોડા પીવે હતા, તે લોકોમાં સોંડા ન પીવા વાળા લોકોની તુલના માં 9 વર્ષ ના સમયમાં પેટની ચરબી 3 ગણી વધુ હતી.
ફળોનો રસ:- ફ્રુટ જ્યુસ હેલ્દી હોય છે પણ તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. હાર્ટ ડીસીઝ ના કેસમાં મહિલાઓની સંખ્યા ઘણી વધુ હોય છે. દરેક 4 માંથી 1 મહિલા હાર્ટ સંબંધિત બીમારીથી મૃત્યુ પામે છે. આથી મહિલાઓએ ફળનું જ્યુસ પીવાથી બચવું જોઈએ. કલીનીકલ કાર્ડિયોલોજીસ્ટ અને નૈનો હેલ્થ એસોસીએશન ના સહ સંસ્થાપક એડમ સ્પ્લેવર અનુસાર કોઈપણ વસ્તુ જેમાં ગ્લુકોઝ ફ્રુક્ટોજ અથવા કોઈપણ પ્રકારની ખાંડ હોય છે. તમારા હાર્ટ માટે ખરાબ છે. કારણ કે તેનાથી શરીર માં સોજા અને સોજાથી હાર્ટ સમસ્યાઓ વધી શકે છે.
કોફી ક્રીમર:- અક્સર માર્કેટમાં કોફી ની ઉપર સફેદ રંગનું ક્રીમ નાખીને આપવામાં આવે છે. જેનાથી તેનો ટેસ્ટ વધી શકે છે.આ કોફી ક્રીમર ટ્રાન્સ ફેટનો સોર્સ હોય છે, જેને બનાવતી વખતે હાઇડ્રોજન ઓઈલ મિક્સ કરવામાં આવે છે. આ સંસાધિત કરેલ પદાર્થમાં ટ્રાન્સ ફેટની માત્રા હાર્ટને નુકશાન પહોચાડે છે. આથી ક્યારેય પણ કોફીની ઉપર ક્રીમર નાખીને સેવન ન કરવું જોઈએ.
શરાબ:- એપીડેમીયોલોજી જર્નલ માં પબ્લીશ થયેલ અભ્યાસ અનુસાર જે મહિલાઓ દરરોજ ઓછામાં ઓછુ એક ગ્લાસ અલ્કાહોલ નું સેવન કરે છે તો તેમાં શરાબ પીનાર મહિલાઓની તુલનામાં નિઃસંતાન થવાનું જોખમ 50% વધુ હોય છે. આથી બની શકે ત્યાં સુધી અલ્કાહોલના સેવનથી દુર રહેવું જોઈએ.
રેડ મીટ:- જો કોઈ મહીલા રેડ મીટનું દરરોજ સેવન કરે છે તો તે પ્રેગનેન્ટ થવાની ક્ષમતા પર નેગેટીવ પ્રભાવ નાખે છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ના રીસર્ચ દ્વારા જે મહિલાઓને સૌથી વધુ એનીમલ પ્રોટીન ખાય છે તેમાં 39% વધુ ફર્ટીલીટીની સમસ્યા હતી. આથી મહિલાઓએ ઓછામાં ઓછુ રેડ મીટનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી