99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આ ભૂલ | જાણો ઓછા કપડા પહેરી સુવાના ફાયદા…

દરેક લોકોને પોતાની નિંદર પૂરી કરવાની અલગ જ રીત હોય છે. બધા પોતાની રીત મુજબ સુવે છે. કોઈ ઓશિકા સાથે સુવે છે તો કોઈ ઓશિકા વગર, તો કોઈ સ્નાન કરીને સુવે છે. આવી જ એક રીત છે કપડા કોઈને કપડા પહેરીને સુવાની આદત હોય છે તો કોઈને કપડા વગર જ સુવાની આદત હોય છે. દરેક લોકો પોતાની અનુકુળતા અનુસાર રાત્રે સુવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ એકંદરે સુવા માટે આપણે કંઈક એવું કરવું પડે કે, જેનાથી આપણી નિંદર પૂરી અને સારી થઈ શકે. તો આ માટે ઘણા લોકો કપડા વગર જ સુવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો અન્ડરગારમેન્ટની સાથે સુવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, કપડા વગર સુવું એ માત્ર એક શોખ નથી પરંતુ તેના ફાયદાઓ પણ છે.

નિંદર પૂરી કરવાનો અર્થ એવો નથી કે તમે આંખ બંધ કરી દો, અને સુઈ જાવ. આ માટે જરૂરી છે કે જેટલી પણ નિંદર તમે લઈ રહ્યા છો તે તમારા માટે ફાયદાકારક હોવી જોઈએ. પરંતુ એવી નિંદર લેવા માટે કપડા વગર સુવામાં આવે તો શરીરને અનેક ફાયદા થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

જલ્દી નિંદર આવવી : નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અનુસાર નિંદર એ તમારા શરીરના તાપમાન પર નિર્ભર કરે છે. તે તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. જૈવીક લય જે તમારા શરીરની નિંદર માટે ઘડિયાળના રૂપમાં કામ કરે છે. તાપમાનનું પ્રમાણ ઓછું થવાથી તમારું શરીર તમને સુવા માટે કહે છે, તો આ સમયે તમે કપડા વગર સુવો છો તો તેનાથી તમને જલ્દી એક સારી નિંદર મળે છે.

સારી નિંદર : કપડા વગર સુવું એ માત્ર તમારા શરીરને સારી નિંદર લાવવામાં જ મદદરૂપ નથી થતું, પરંતુ તેનાથી તમને એક સારી નિંદરનો અનુભવ પણ થાય છે. તે તમારી નિંદરને પૂરી કરવાનું કામ કરે છે. એક્સપર્ટ પણ સલાહ આપે છે કે, તમે જે રૂમમાં સુવો છો તે રૂમનું તાપમાન લગભગ 15 થી 19 ડીગ્રી હોવું જોઈએ. જો તેનાથી વધુ કે ઓછું હશે તો તે તમારી નિંદર ને બગાડી શકે છે. આથી જો તમે કપડા વગર સુવો છો તો તમને તમારા શરીરનું તાપમાન નોર્મલ લાગશે અને સારી નિંદર આવશે.

ત્વચા : કપડા વગર સુવાથી તમારી નિંદર સિવાય ઘણી વસ્તુઓ પર સકારાત્મક અસર જોવા મળે છે. જો તમે કપડા વગર સુવાનું પસંદ કરો છો તો તે તમારી ત્વચાને પણ સુધારવાનું કામ કરે છે. એક અભ્યાસ અનુસાર ખરાબ નિંદર અને અધુરી નિંદરથી તમારી ત્વચાને નુકશાન થઈ શકે છે.

તણાવ : કપડા વગર સુવાથી તમને નિંદર સારી આવે છે. જેનાથી તમારો તણાવ પણ સરળતાથી દૂર થઈ જાય છે. બીજા દિવસે ઉઠાતાની સાથે જ તમારામાં એક બદલાવ જોવા મળશે અને તમે તણાવ મુક્ત થયાનો અનુભવ કરશો. અભ્યાસ અનુસાર ખરાબ નિંદર તમને ડિપ્રેશન તરફ ધકેલે છે. જેના કારણે ઘણા લોકોમાં આત્મહત્યાનો ખતરો પણ વધી જાય છે. જ્યારે ડિપ્રેશનને કારણે લોકો ઇન્સોમેનીયાનો શિકાર પણ થાય છે.

વજન : નિંદરને પૂરી કરવા માટે અને સારી રીતે પૂરી કરવા માટે તમારે વજન વધારવામાં પણ મદદ મળે છે. એક સારી નિંદર તમને કપડા વગર સુવાથી મળે છે અને જો તમે દરરોજ સારી નિંદર લેશો તો તેનાથી તમારું વજન પણ જલ્દી વધે છે.

ડાયાબિટીસ અને હૃદયની બીમારી : જો તમે દરરોજ પોતાની નિંદર પૂરી કરો છો તો તેનાથી તમને ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. વર્ષ 2010 ના એક અભ્યાસ અનુસાર ઓછી નિંદર કરવી અને ડાયાબિટીસ વધવા વચ્ચે એક સંબંધ રહ્યો છે, જે તમારી હૃદયની બીમારીનું જોખમ બને છે. જ્યારે તમે કપડા વગર સુવો છો તો તેનાથી તમારી નિંદર સારી થાય છે અને તમે વધુ સમય સુવો છો જેનાથી તમે સ્વસ્થ રહો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment