તમે પેન્ટના પાછળના ખિસ્સામાં પકીતને રાખો છો….? તો આજે જ કરી દો બંધ…. થાય છે તેનાથી આપણને અનેક શારીરિક નુકશાનો….
શું મિત્રો તમે પણ તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખો છો ? તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ટેવ અમુક સમય પછી જોખમી સાબિત થઇ શકે છે. મિત્રો જો આ મુદ્દા પર ચર્ચા કરીએ તો લગભગ પુરુષો પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખવાનું પસંદ કરતા હોય છે. આજ કાલ તો એ એક ફેશન બની ગઈ છે. એટલું જ નહિ પરંતુ અમુક મહિલાઓ પણ જીન્સ પહેરે છે એ પણ આ રીતે પોતાનું વોલેટ પેન્ટના પાછળના ખિસ્સમાં રાખતી હોય છે.
પરંતુ આજના અમારો આ લેખ વાંચ્યા બાદ કદાચ તમે ભૂલથી પણ આ ટેવ નહિ રાખો. કારણ કે આ ટેવ આપણા શરીર માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તો આજના લેખમાં અમે તમને જણાવશું કે પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખવું તે કંઈ રીતે આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે.
સૌ પ્રથમ વાત કરીએ તો આ ટેવ આપણી લોઅર બોડીના બેલેન્સને બગાડે છે. આ ટેવ ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને શારીરિક સમસ્યાનું કારણ પણ બની શકે છે. જો તમે પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખો છો તો તમે વ્યવસ્થિત બેસી નથી શકતા અને કદાચ બેસી પણ શકો તો તમારી અમુક નસો પાકીટના કારણે દબાઈ છે. જે આપણા સ્વાસ્થ્ય અને નસો માટે હાનીકારક નીવડે છે.
એક સર્વે અને સંસોધન દ્વારા જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના પેન્ટની પાછળના ખિસ્સામાં પાકીટ રાખે છે અને બેસે તો તે પાકીટના કારણે પગની માંસપેશીઓ પર દબાણ આવે છે. આ સાથે પાકીટના કારણે લોકો થોડા ત્રાંસા બેસવા માટે મજબુર બની જતા હોય છે. જેના કારણે તેની કરોડરજ્જુ પર ખરાબ પ્રભાવ પડે છે. તે રીતે બેસવાથી કરોડરજ્જુ પણ ત્રાંસી થઇ જાય તેવું બની શકે છે. પાકીટના કારણે જે વ્યક્તિ ત્રાંસા બેસે તો તે તેમની કરોડરજ્જુ પર દુષ્પ્રભાવ પડવાને કારણે શરીરનું બેલેન્સ અને જેસ્ચર પણ બદલી જાય છે.
મિત્રો જ્યારે તમે પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખો છો ત્યારે તમારા શરીરનું બેલેન્સ બગડે છે અને આપણે વ્યવસ્થિત બેસી નથી શકતા. જેના કારણે કારોડરજ્જુ વળી જાય છે. જેના કારણે કરોડરજ્જુ સંબંધિત જેટલી પણ સમસ્યાઓ હોય છે તે થાય છે. જેમ કે સાંધાનો દુઃખાવો, માંસપેશીઓ અને સ્નાયુઓનો દુઃખાવો, સ્લીપ ડિસ્કની સમસ્યા પણ થઇ શકે છે. જેમાં ભયંકર દુઃખાવો થઇ શકે છે. તેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
એટલું જ નહિ પરંતુ જો આ ટેવ તમે હંમેશાને માટે રાખો તો ધીમે ધીમે તે તમારી કરોડરજ્જુને ડેમેજ પણ કરી શકે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે એક વાર કરોડરજ્જુ ડેમેજ થઇ જાય અથવા સ્લીપ ડિસ્ક ખસી જાય તો તેનું નિવારણ લાવી શકાતું નથી અને જો કદાચ નિવારણ લાવી પણ શકાય તો તે પ્રક્રિયા ખુબ જ કષ્ટદાયી હોય છે.
તો મિત્રો આ કારણોસર ડોક્ટર પણ પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ કે વોલેટ ન રાખવાની સલાહ આપે છે અને તેના બદલે આગળના ખિસ્સામાં પાકીટ રાખવાનો આગ્રહ કરે છે. તો મિત્રો તમે પણ જો પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખો છો તો આજે જ આ આદત કાઢી નાખો અને પાકીટને આગળના ખિસ્સામાં રાખો. તેનાથી બે ફાયદા થશે એક તો કરોડરજ્જુને કોઈ નુકશાન નહિ થાય તેમજ કોઈ પાકીટમાર તમારું પાકીટ પણ નહિ ચોરી શકે.
તો તમે પણ જણાવો કે તમે પાકીટને ક્યાં ખિસ્સામાં રાખો છો. આગળ કે પાછળ….
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી