મિત્રો આપણે મીઠાનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. પણ ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સિંધાલુ મીઠું સારું કે સફેદ મીઠું ખાવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જો તમારા મનમાં પણ આવા જ સવાલ હોય તો તમે આ લેખ જરૂરથી વાંચી જુઓ.
મીઠું સોડિયમ અને ક્લોરીનના અનુપાતથી બનેલું હોય છે. મીઠા વગર તમારી રસોઈનો સ્વાદ ફિકો થઈ જાય છે. મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનના સંરક્ષણ અને સ્વાદ માટે કરવામાં આવે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રણમાં રાખે છે અને આવેગોના સંચાલનમા મદદ કરે છે.
પરંતુ જો તમારા શરીરમાં સોડિયમનું સ્તર વધી ગયું હોય તો, તમારે સફેદ મીઠાનું સેવન ન કરવું જોઈએ કારણ કે, તેનાથી તમારા શરીરમાં સોડિયમનું સ્તર વધારે વધી શકે છે. સાથે જ તેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમ કે, હાઇ બ્લડપ્રેશર, હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ધીમે ધીમે વધી શકે છે. પરંતુ ઘણા કિસ્સામાં સિંધાલૂ મીઠું પણ તમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. તો તમારા માટે ક્યૂ મીઠું ખાવું ફાયદાકારક છે. આ વિષે વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.સફેદ મીઠું કે સિંધાલૂ મીઠું કયું વધારે ફાયદાકારક છે :- ડાયેટિશિયન ના મત મુજબ, જો તમે સીમિત માત્રામાં સફેદ મીઠાનું સેવન કરી રહ્યા હોય, તો તેનાથી તમને કોઈ નુકશાન થતું નથી. એક હાઇ બ્લડ પ્રેશરનો દર્દી પણ 2300 મિલી ગ્રામ અથવા એક ચમચી મીઠાનું સેવન આખા દિવસમાં કરી શકે છે. પરંતુ તમને છતાં પણ સફેદ મીઠાના સેવનથી સમસ્યા થતી હોય, અથવા તમે તમારી અંદર કોઈ ગંભીર બીમારીના લક્ષણો જોઈ રહ્યા હોય, તો તે દરમિયાન પણ તમારે સફેદ મીઠાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં પોટેશિયમની માત્રા ઘટે છે પરંતુ શરીરમાં મિનરલ્સની પર્યાપ્ત માત્રા જાળવી રાખવા માટે તમે સિંધાલૂ મીઠાનું સેવન કરી શકો છો. તેમાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જેનાથી તમારા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સ્તર સંતુલનમાં રહે છે.
સિંધાલૂ મીઠાના ફાયદા – પાચન શક્તિ વધારે છે :- ઘણા લોકો ખાણી-પીણીની વસ્તુમાં સિંધાલૂ મીઠું ઉપયોગમાં લે છે. તેનાથી તમને કબજિયાત, એસિડિટી અને સોજાની સમસ્યા થતી નથી. સિંધાલૂ મીઠામાં રહેલ મિનરલ્સ મળ ત્યાગમાં મદદરૂપ હોય છે. તે આંતરડાની સફાઈમાં પણ મદદરૂપ બને છે. તમે તમારા ભોજનમાં સિંધાલૂ મીઠું થોડી માત્રામાં લઈ શકો છો.
સારી ઇમ્યુનિટી માટે :- સિંધાલૂ મીઠું ખનીજોથી ભરપૂર હોય છે, તેમાં રહેલ વિટામિન તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદરૂપ હોય છે. સાથે જ તે હાડકાંના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. હાઇ બ્લડપ્રેશરની સમસ્યા :- હાઇ બ્લડપ્રેશરથી પીડિત લોકોને સફેદ મીઠું ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તેમાં જોવા મળતી સોડિયમની માત્રાથી તમારું બ્લડપ્રેશર વધી શકે છે અને તેનાથી બ્રેન હેમરેજનું જોખમ પણ થઈ શકે છે. એવામાં તમારે સફેદ મીઠાની જગ્યાએ સિંધાલૂ મીઠું સેવન કરવું જોઈએ. તેમાં જોવા મળતું પોટેશિયમ તમારા હાર્ટની હેલ્થ માટે પણ સારું હોય છે.
અનિન્દ્રાની સમસ્યા દૂર કરે છે :- હાઇ બ્લડ પ્રેશર કે વધારે તણાવના કારણે પણ ઘણી વખત લોકોને નીંદર આવતી નથી. પરંતુ સિંધાલૂ મીઠું કુલિંગ એજન્ટથી ભરપૂર હોય છે, જેની મદદથી તમારા શરીરને ઠંડક પ્રદાન થાય છે અને સારી નીંદર માટે પણ પ્રોત્સાહિત કરે છે. તે તણાવ ઘટાડવા માટે પણ ખૂબ જ મદદરૂપ છે. તમે તેને નાહવાના પાણીમાં પણ મિક્સ કરી શકો છો. ગળાની સમસ્યામાં :- સામાન્ય રીતે લોકોને ઋતુમાં ફેરફાર થતાં ગળામાં ખરાશ અને દુખાવાની સમસ્યા રહેતી હોય છે. તેનાથી બચવા માટે તમે સિંધાલૂ મીઠું ઉપયોગમાં લઈ શકો છો. ગરમ પાણી અને સિંધાલૂ મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી ટોન્સિલનો સોજો ઘટાડી શકાય છે.
ક્યાં લોકોએ સિંધાલૂ મીઠું ન ખાવું જોઈએ :- જો તમને કિડનીની સમસ્યા અથવા શરીરમાં પોટેશિયમની માત્રા વધેલી હોય તો તમારે સિંધાલૂ મીઠું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધારે વધી શકે છે. તેનાથી લો બ્લડપ્રેશર અને અન્ય બીમારીઓનો પણ શિકાર થઈ શકાય છે. માટે જ ડોક્ટરની સલાહ પછી જ પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુસાર કોઈ પણ પ્રકારના મીઠાનું સેવન કરવું જોઈએ. જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી