માતા બનવું એ દરેક મહિલા માટે એક ખાસ અનુભવ હોય છે. આ વખતે તમારે ખાસ ધ્યાન અને ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. તમે જેવું ખાઓ તેવી જ બાળક પર પણ અસર થાય છે અને તેની મદદથી જ બાળકનો વિકાસ પણ થાય છે. માટે તમારે દૈનિક આહારમાં સવારે શું ખાઓ છો. આ વાત પણ ઘણી જરૂરી બની રહે છે. ગર્ભાવસ્થામાં સવારનો નાસ્તો હંમેશા હેલ્થી અને હળવો હોવો જોઈએ. તેનાથી તમે દિવસ દરમિયાન ભરપૂર તાજગીનો અનુભવ કરી શકો છો. સાથે જ એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા પણ થતી નથી.
તમે ગર્ભાવસ્થામાં સવારે ખાલી પેટ પાણી પણ પી શકો છો. તેનાથી પણ તમને મુશ્કેલી થતી નથી. પરંતુ જો તમે કોઈ ખાસ પ્રકારનું પાણી જેમ કે, જીરાવાળું પાણી, અજમાનું પાણી કે મેથીનું પાણી સવારે ખાલી પેટ પીતા હોય તો તેનું સેવન ડોક્ટરની સલાહથી જ કરવું જોઈએ. કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અલગ અસર પડી શકે છે. આ સિવાય તમારે ગર્ભાવસ્થા દરમિયાન ખાલી પેટ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે વિસ્તારથી આ લેખમાં જાણી લઈએ. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ફળ : પ્રેગ્નેન્સીમાં સવારે ખાલી પેટ તમે ફળ ખાઈ શકો છો. સવારે ખાલી પેટ ફળ ખાવાથી ગર્ભવતી મહિલાઓને વિટામિન એ, બી, સી, આયરન, કેલ્શિયમ અને ફાઈબર જેવા જરૂરી પોષકતત્વો મળી રહે છે, જે બાળક અને મા બંને માટે ફાયદાકારક હોય છે. જો કે તમારે એક વાતનું ધ્યાન રાખવું કે સવારે ખાલી પેટ સાઇટ્રસ ફળ જેવા કે, નારંગી, કિવિ, લીંબુ અને આંબળાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને તમને આખો દિવસ પેટમાં દુખાવો અને બળતરાની સમસ્યા થઈ શકે છે. તમે ફ્રૂટ જ્યુસ પણ પિય શકો છો.
નટ્સ : નટ્સ સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. સવારે ખાલી પેટ ગર્ભવતી મહિલાઓ બદામ, કાજુ, મગફળી અને અખરોટ ખાઈ શકે છે. તેના સેવનથી શરીરને પ્રોટીન અને એમીનો એસિડ, ઝીંક, કેલ્શિયમ અને ફાઇબરની માત્રા ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેનાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર અનુભવ કરી શકો છો. તેને જો તમે આખી રાત પલાળીને ખાઓ તો તે વધારે ફાયદાકારક બની રહે છે.
સાબૂત અનાજ : સાબૂત અનાજ ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન, પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આ માટે તમે સવારે ખાલી પેટ ઓટ્સ, બ્રાઉન બ્રેડ વગેરે ખાઈ શકો છો. તેનાથી પણ તમે આખો દિવસ ભરાયેલું અનુભવ કરી શકો છો. સાથે જ પાચનક્રિયા પણ સરળ બની રહે છે.
પૌવા અને ઉપમા : સવારના નાસ્તાની શરૂઆત હંમેશા હળવા નાસ્તાથી કરવી જોઈએ. તેનાથી તમે આખો દિવસ સારો અનુભવ કરી શકો છો. સાથે જ તમારું શરીર અને મન પણ હળવું અનુભવ કરી શકે છે. આ માટે તમે સવારે પૌવા અથવા ઉપમા ખાઈ શકો છો. તે પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તમે ચાહો તો નાસ્તામાં મગની દાળ પણ ખાઈ શકો છો. તેની સાથે તમે ફ્રૂટ્સ પણ લઈ શકો છો અથવા સલાડ પણ લઈ શકો છો.
ઇડલી : જો તમે સાઉથ ઇંડિયન ખાવાના શોખીન હોય તો, તમે સવારે નાસ્તામાં ઇડલી અને સાંભર પણ ખાઈ શકો છો. આ પણ એક સારો વિકલ્પ છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે.
ઈંડા અને પ્રોટીનયુક્ત આહાર : સવારના નાસ્તામાં તમે ઈંડા અને દાળ જેવા પ્રોટીનયુક્ત આહાર પણ લઈ શકો છો. પ્રોટીન શિશુના વિકાસ માટે ખુબ જ જરૂરી હોય છે. સાથે જ શરીરની કોશિકાઓ માટે પણ પ્રોટીન જરૂરી હોય છે. માટે જ સવારના નાસ્તામાં તમે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ લઈ શકો છો.
દૂધ : દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું સારું હોય છે. તેના સેવનથી તમને કેલ્શિયમની ભરપૂર માત્રા મળી રહે છે.
સવારે ખાલી પેટ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ – કોફી : કોફીમાં કેફિનની માત્રા જોવા મળે છે, જેનું ખાલી પેટ સેવન કરવાથી તમને નુકશાન થઈ શકે છે. તેની અસર બાળક પર પણ પડી શકે છે.
ઠંડા ફળોનું સેવન : જો તમને સામાન્ય રીતે શરદીની તકલીફ રહેતી હોય તો, સવારે ખાલી પેટ ઠંડા ફળોનું સેવન ન કરવું જોઈએ. તમે ચાહો તો દિવસે 11 વાગ્યા પછી ઠંડા ફળોનું સેવન કરી શકો છો.
તૈલીય પદાર્થ : ગર્ભાવસ્થામાં સવારે ખાલી પેટ તૈલીય પદાર્થો અને ભોજનનું સેવન કરવું ન જોઈએ. તેનાથી તમને ઘણું નુકશાન થઈ શકે છે.
ડબ્બાબંધ ફૂડ્સ : સવારે ખાલી પેટ ગર્ભવતી મહિલાઓએ ડબ્બાબંધ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ પદાર્થોને વધારે દિવસો સુધી સારા રાખવા માટે તેમાં ઘણા રસાયણોનો ઉપયોગ કરાયેલો હોય છે. જેનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. તેમજ કોઈ પણ પદાર્થના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી