મિત્રો દરેક લોકો કે જે વજન વધારાથી પરેશાન છે તેઓ અકસર પોતાનો વજન ઓછો કરવાના ઉપાયો શોધતા હોય છે. આજે અમે તમને એક એવી મહિલાની વાત કરીશું જેણે આઈસ્ક્રીમ અને મીઠું ખાઈને પોતાનું વજન ઓછુ કર્યું.
વજન ઘટાડવા માટે તમારે ઓછું ખાવાની જરૂરિયાત નથી પરંતુ સાચું ખાવાની જરૂરિયાત છે. આ વાત બિલ્કુલ સાચી છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું છોડી દે છે કારણ કે તેમનું માનવું છે કે, વજન ઘટાડવા માટે ખાવાનું છોડવાની જરૂરિયાત છે. પરંતુ એવું નથી, જો કોઈ વજન ઘટાડવા માંગતુ હોય તો, તેને બેલેન્સ અને હેલ્થી ડાયેટની જરૂર હોય છે, જેમાં પ્રોટીન, કાર્બ, હેલ્થી ફૈટ સરખી માત્રામાં હોય અને ડાયેટ વિટામિન, મિનરલ, એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય. આજે અમે તમને એક એવી માંની ફિટનેસ જર્ની જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તેમણે બેલેન્સ ડાયેટ અને વર્કઆઉટની મદદથી પોતાનું 40 કિલો વજન ઘટાડયું છે.
110 થી 60 કિલોની જર્ની:- 39 વર્ષની આ મહિલાનું નામ દીપા સોની છે. દીપાએ જણાવ્યુ, હું પહેલાથી જ જાડી હતી. હું સ્પોર્ટપર્સન હતી અને જુડો મારી મનપસંદ ગેમ હતી. પરંતુ ગેમ્સમાં મને મારા વાધેલા વજનના કારણે ક્યારેય પણ પ્રોબ્લેમ થતી ન હતી અને તે કારણે જ મે ક્યારેય વજન ઘટાડવાનું વિચાર્યું નહીં. હું દિલ્લીમાં જોબ કરતી હતી અને ત્યાર બાદ 2009માં મારા લગ્ન થયા.
ત્યારબાદ બાળકીના જન્મ પછી મારો વજન લગભગ 100 કિલોએ પહોંચી ગયું હતું. જોકે, મે વધેલા વજનને ઘટાડવા માટે ઇન્ટરનેટ પર જણાવેલા ઘણા ડાયેટ પ્લાન ફોલો કર્યા હતા જેમાં મારૂ વજન લગભગ 95 કિલો થઈ ગયું હતું. પરંતુ તે સમયે પણ મારુ વજન ઘણું વધારે હતું અને મને હેલ્થ ઇશ્યૂ થવાના શરૂ થઈ ગયા હતા. મારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો અને મારા ઘૂંટણ પણ દુખતા હતા.મે જ્યારે ડોક્ટરને દેખાડ્યું તો, તેમણે જણાવ્યુ કે આ અર્થરાઈટીઝની શરૂઆત છે માટે મારે મારુ વજન ઘટાડવું પડશે. બસ આજ મારી લાઇફનો ટર્નિંગ પોઈન્ટ હતો અને હું વજન ઘટાડવાનું મન બનાવી ચૂકી હતી. 2012માં મે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું અને ઘણા પ્રકારના ડાયટ ફોલો કર્યા. તેનાથી મારુ વજન 75 કિલો સુધી તો આવી ગયું પરંતુ મારુ બોડી ફેટ એટલું ઘટ્યું નહી.
ત્યારબાદ મે એક ફિટનેસ કૉમ્યુનિટી જોઇન કરી અને પર્સનલ ટ્રેનર હાયર કર્યા. તેમણે મને ડાયટ અને વર્કઆઉટ પ્લાન તૈયાર કરીને આપ્યું અને માત્ર 3 મહિનામાં મે 11 કિલો વજન ઘટાડયું હતું. આ સમય સુધી મારી ફૈટ ઘણી હદે ઓછી થઈ ચૂકી હતી અને હું ઘણી મોટીવેટ પણ થઈ ગયી હતી. અત્યારે મારુ વજન 60 કિલો છે. જો કુલ વજનની વાત કરીએ તો મારુ 40 કિલો વજન ઘટ્યું છે. વજન ઘટાડવા માટે ડાયટ:- દીપાએ જણાવ્યુ કે તે દિવસમાં 4 વખત ખાય છે જેમાં બ્રેકફાસ્ટ, લંચ, નાસ્તો અને ડિનર સમાવિષ્ટ છે. તેમની મેંટેનન્સ કેલરી 1600 છે અને તે તેનાથી 200 કેલરી ઓછું એટલે કે 1400 કેલરી લે છે. તેમની ડાયટ આ પ્રકારે છે.
- બ્રેકફાસ્ટ
- 10 ગ્રામ ખાંડ (ચા/કોફીમાં)
- 200 મિલી લો ફૈટ દૂધ (ચા/કોફીમાં)
- 10 ગ્રામ બટર
- 2 હૉલ એગ
- 3 એગ વ્હાઇટ
- લંચ
- 5 ગ્રામ ઘી
- 50 ગ્રામ લોટ
- 100 ગ્રામ લીલા શાકભાજી
- 40 ગ્રામ દાળ/છોલે/રાજમા
- નાસ્તો
- 4 પીસ પારલે જી બિસ્કિટ
- 1 સ્કૂપ વ્હે પ્રોટીન
- ડિનર
- 5 ગ્રામ ઘી
- 80 ગ્રામ પનીર
- 50 ગ્રામ લોટ
તેમને આઇસ્ક્રીમ અને મીઠું ખૂબ પસંદ છે માટે જો તેનું મન કરે તો તે આઇસ્ક્રીમ પણ ખાઈ લે છે. પરંતુ હંમેશા તેમની કેલરીનું ધ્યાન રાખે છે. તે હંમેશા કેલોરીને બેલેન્સ કરીને ચાલે છે. વેઇટ લોસ માટે વર્કઆઉટ પ્લાન:- દીપાએ જણાવ્યુ, તે ઘરના કામ પોતે કરે છે, જેનાથી તે આખો દિવસ એક્ટિવ રહે છે. તે સિવાય તે વર્કઆઉટ કરવાનું ક્યારેય પણ છોડતી નથી. વર્કઆઉટમાં તે પુષ-પુલ-લેગ કરે છે. એટલે કે અઠવાડિયાના પહેલા દિવસે પુષ એકસરસાઈઝ જેમાં શોલ્ડર, ચેસ્ટ અને બાઈસેપ્સ એકસરસાઈઝ આવે છે. બીજા દિવસે પૂલ એકસરસાઈઝમાં બૈક અને ટ્રાઈસેપ્સ એકસરસાઈઝ કરે છે. ત્યારબાદ ફરીથી 3 દિવસ આ જ રૂટિન ફોલો કરે છે અને સાતમા દિવસે રેસ્ટ કરે છે. તે લેગ એકસરસાઈઝ કરવાનું ક્યારેય નથી ભૂલતી.
વજન ઘટાડવા માટે ટિપ્સ:- દીપાએ જણાવ્યુ કે વજન ઘટાડવાની અપેક્ષાએ બધાએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. મને જ્યારે અર્થરાઈટિસના કારણે સમસ્યા શરૂ થઈ અને પછી મે જ્યારે વજન ઘટાડવાનું શરૂ કર્યું તો મારી આ સમસ્યા આપમેળે મટી ગયી. માટે જ બધાએ પોતાની જાતને ફિટ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મે વજન ઘટાડવા માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી ન હતી. મારુ જે મન કરતું હતું એ હું ખાતી હતી. પરંતુ કેલોરીનું ધ્યાન રાખીને. તે સિવાય ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી