💁 મહેંદીમાં આ ચાર વસ્તુ ઉમેરી લગાવો તે તમારા વાળને બનાવશે કુદરતી કાળા.. 💁
💇 મિત્રો આજ કાલ દરેક લોકોને વાળની સમસ્યા રહેતી હોય છે સ્ત્રીઓને તો હોય છે પણ પુરુષોને પણ થતી હોય છે વાળ ખરવા, ખોળો થવો, વાળ સમય પહેલા જ સફેદ થઇ જવા, ખંજવાળ આવવી, વાળ ફાટી જવા વગેરે જેવી સમસ્યા થતી હોય છે. આટલી સમસ્યા થવાના કારણો છે આપણી બદલાયેલી જીવનશૈલી અને ખોરાક.💇 તમે ઘણા લોકોને જોતા હશો વાળને સ્મૂથ અને સાઈની બનાવવા માટે વાળમાં મેહંદી લગાવતા હોય છે. પરંતુ મિત્રો આજે અમે એક એવો પ્રયોગ લાવ્યા છીએ જે તમારા વાળની દરેક સમસ્યાને દૂર રાખશે. તમારે માત્ર મહેંદીમાં અમે જણાવીએ તે ચાર વસ્તુ નાખીને તેમાંથી યોગ્ય પેક બનાવી તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને વાળમાં લગાવવાથી દરેક સમસ્યા થઇ જશે દૂર.
💇 મિત્રો આ પેકની ખાસિયત એ છે કે, આ પેકને કોઈ પણ લગાવી શકે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. એટલું જ નહિ બાળકો પણ લગાવી શકે છે. તેમજ તમારા વાળ સફેદ હોય કે કાળા કોઈ પણ વ્યક્તિ આ પેકને લગાવી શકે છે. તો ચાલો જાણીએ અલગ જ રીતે મહેંદી પેક બનાવવાની રીત અને તેને લગાવવાની રીત.💁 મહેંદી હેર પેક બનાવવા માટે જોઈતી સામગ્રી:- 💁
➡ એક નાનો ગ્લાસ પાણી, ➡ બે ચમચી આંબળાનો પાવડર, ➡ બે ચમચી હર્બલ મહેંદી, (મિત્રો તમે કોઈ પણ બ્રાન્ડની મહેંદી ઉપયોગમાં લો પરંતુ હર્બલ મહેંદીનો જ ઉપયોગ કરવાનો છે.) ➡ બે ચમચી ભૃંગરાજ પાવડર, ➡ બે ચમચી ગુલમહોરના ફૂલનો પાવડર ➡ બે ચમચી શિકાકાઈ પાવડર,💁 મહેંદીનું પેક બનાવવાની રીત:- 💁
➡ મહેંદીનું પેક બનાવવા માટે એક વસ્તુ જાણી લઈએ. આ પેક તમારે રાત્રે જ બનાવી લેવાનું છે અને સવારે તેનો ઉપયોગ કરવાનો છે. ➡ સૌપ્રથમ એક લોખંડની કડાઈ લો. (મિત્રો લોખંડની કડાઈ ખૂબ જ ફાયદાકારક રહે છે જો તમારી પાસે લોખંડનું કોઈ વાસણ ન હોય તો તમે અન્ય કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ બને ત્યાં લોખંડના વાસણનો ઉપયોગ કરવો.)
➡ કડાઈમાં એક ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર ધીમા તાપે મૂકો. ➡ હવે તેમાં બે ચમચી આંબળાનો પાવડર ઉમેરી તેને હલાવી લો. હવે પાંચ મિનીટ સુધી તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા દો.
➡ પાંચ મિનીટ થયા બાદ ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા બાદ તેને થોડું ઠંડુ થવા દો. સાવ ઠંડુ નથી થવા દેવાનું. ➡ થોડું ઠંડુ થયા બાદ હવે તેમાં હર્બલ મહેંદી ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. ➡ ત્યારબાદ તેમાં ભૃંગરાજ પાવડર ઉમેરી હલાવી લો.
➡ હવે તેમાં શિકાકાઈ પાવડર ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. ➡ હવે છેલ્લે તેમાં ગુલમહોરનો પાવડર ઉમેરી દો અને તેને પણ બરાબર હલાવીને મિક્સ કરી લો. ➡ હવે તમારું પેક તૈયાર છે પરંતુ તમારે તેને આખી રાત ઢાંકીને રહેવા દેવાનું છે.
➡ મિત્રો મહેંદી તો વાળને મુલાયમ બનાવે છે પરંતુ આંબળા અને શિકાકાઈ વાળને સિલ્કી, શાઈની અને લાંબા બનાવે છે. તેમજ શિકાકાઈ પાવડર વાળમાં ખંજવાળની સમસ્યા પણ દૂર કરે છે અને ગુલમહોરના ફૂલનો પાવડર તમારા વાળને મજબૂત બનાવે છે.💁 મહેંદીનું પેક વાળમાં લગાવવાની રીત:- 💁
➡ સૌપ્રથમ તમારે રાત્રે તમે જ્યારે મહેંદી પેક બનાવો છો. ત્યારે તમારે વાળમાં કોઈ પણ તેલથી ખુબ જ સરસ રીતે હળવા હાથે મસાજ કરવાની છે ખાસ કરીને વાળના મૂળમાં. હવે તમારે આ રીતે વાળમાં તેલ લગાવી અને પેક બનાવી તેને ઢાંકીને રાખી પછી સૂઈ જવાનું છે.
➡ સવારે ઉઠ્યા બાદ તમારે વાળને પહેલા શેમ્પુની મદદથી ધોઈ લેવાના છે. ➡ શેમ્પુથી વાળ ધોયા બાદ વાળને થોડા સુકાવા દેવાના છે. ત્યારબાદ વાળની ઘૂંચ કાઢી લઇ તેમાં આપણે બનાવેલ મહેંદીનું હેર પેક લગાવવાનું છે. વાળના મૂળમાં સૌથી પહેલા લગાવવાનું છે ત્યારબાદ વાળમાં. ➡ હવે આ પેક તમારે ઓછામાં ઓછી એક કલાક સુધી રાખવાનું છે. જો તમારી પાસે વધારે સમય હોય તો દોઢ કલાક સુધી રાખી શકો પરંતુ તેનાથી વધારે સમય નહિ. ➡ એક કલાક રાખ્યા બાદ વાળને ઠંડા પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે.
➡ મિત્રો આ પેક તમારે અઠવાડિયામાં એક વાર લગાવવાનું છે. જો તમારા વાળ કાળા હશે તો કુદરતી કાળા બનશે. અને જો હજુ તમારા વાળ સફેદ થયા નથી તો તમે અત્યારથી આ પેકનો ઉપયોગ કરવા લાગો તો વૃદ્ધ થશો તો પણ તમારા વાળ કાળા જ રહેશે. આ ઉપરાંત આ પેક તમારા વાળ માટે સંપૂર્ણ ઈલાજ પણ સાબિત થશે. કારણ કે આ પેકનો નિયમિત ઉપયોગ તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરશે. તો હવે ખાલી મહેંદી લગાવવાનું છોડો અને તેમાંથી આ રીતે અસરકારક પેક બનાવી તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરો સ્વસ્થ અને હેલ્ધી વાળ માટે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી