લીમડો એ અનેક સમસ્યાઓનું સમાધાન કરતુ વૃક્ષ છે. તેના પાન અને ફળ તમારા સ્વાસ્થ્યને સારું રાખે છે. તેના કડવા ગુણો તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આજે અમે તમને લીમડાના પાણીથી મોં ધોવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું. તેનાથી તમારી અને શારીરિક સમસ્યાઓ દુર થાય છે. જો તમારા ચહેરા પર ડાઘ, ખીલ વગેરે છે અને તમે તેને દુર કરવા માંગો છો તેમજ તમારા ચહેરા પરની ચમક વધારવા માંગતા હો તમે લીમડાના પાણીથી મોં ધોઈ શકો છો. ચાલો તો આપણે લીમડાના પાણીથી મોં ધોવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
લોકો અવારનવાર ચહેરા પર એલર્જી, ખીલ, ડાઘ-ધબ્બાની સાથે ત્વચાની ઘણી અન્ય સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. ત્વચાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેઓ તમામ પ્રકારના સ્કીન કેર પ્રોડક્ટસ યુઝ કરે છે, છતાં પણ કોઈ લાભ મળતો નથી. પરંતુ શું તમે જાણો છો, ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી મોં ધોવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ ગુણ અને એંટીઓક્સિડેંટ રહેલા હોય છે, જેને ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે ઓળખવામાં આવે છે માટે જ મોટાભાગના સ્કીન કેર પ્રોડક્ટસમાં પણ લીમડાને મુખ્ય સામગ્રીના રૂપમાં ઉમેરવામાં આવે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે, ચહેરો ધોવા માટે લીમડાનું પાણી કઈ રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ લેખમાં અમે તમને લીમડાના પાણીથી મોં ધોવાના ફાયદા અને ઉપયોગની રીત જણાવી રહ્યા છીએ.
1) ત્વચાની એલર્જીથી છુટકારો મળે છે:- લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ ગુણ હોય છે, જેનાથી ત્વચા પર રહેલ હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં મદદ મળી શકે છે. તે ત્વચાની એલર્જી, ચકામાં, ખંજવાળ વગેરેથી છુટકારો અપાવવામાં ખૂબ જ અસરકારક છે.2) ખીલ દૂર કરે છે:- લીમડાના પાણીથી મોં ધોવાથી ખીલથી છુટકારો મળે છે. તેનાથી ત્વચામાં રહેલી ગંદકી અને તેલને સાફ કરવામાં મદદ મળે છે અને ખીલનો સોજો ઓછો થાય છે.
3) ઓઇલી અને ડ્રાય સ્કીન બંનેને સરખી કરે છે:- લીમડામાં રહેલ એંટીઓક્સિડેંટ અને એંટીસેપ્ટિક ગુણ હાનિકારક બેક્ટેરિયા મારવામાં મદદ કરે છે. તે ત્વચાના વધારાના તેલના ઉત્પાદનને કંટ્રોલ કરે છે અને ઓઇલી સ્કીનથી છુટકારો અપાવે છે. તેમજ તે ત્વચા માટે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઇઝરના રૂપમાં કામ કરે છે, જેનાથી તે ત્વચામાં નમી લોક કરે છે અને ત્વચા કોમળ બનાવે છે.4) ડાઘ-ધબ્બા દૂર થાય છે:- લીમડાના પાણીથી મોં ધોવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે, જેનાથી ડાઘ-ધબ્બા, ટેનિંગ, પિગ્મેંટેશન અને ત્વચામાં કાળાશથી છુટકારો મળે છે. સાથે જ તમને એક સાફ અને ચમકદાર ત્વચા મળે છે.
5) એજિંગના લક્ષણો દૂર થાય છે:- લીમડામાં એંટીઓક્સિડેંટ હોય છે, જેનાથી તે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે. તે ત્વચાની મૃત કેશિકાઓને દૂર કરવા અને ડેડ સ્કીનથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે. લીમડાના પાણીથી મોં ધોવાથી ત્વચામાં કસાવ જોવા મળે છે, તેનાથી ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઓછી દેખાય છે. મોં ધોવા માટે લીમડાનું પાણી કેવી રીતે બનાવવું:- મોં ધોવા માટે લીમડાનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. તમારે બસ લીમડાના પાંદડાને પાણીમાં સરખી રીતે ઉકાળવાના છે અને ત્યાર બાદ તેને ઠંડા કરી લેવાના છે. તમારું લીમડાનું પાણી તૈયાર છે.
લીમડાના પાણીથી મોં કેવી રીતે ધોવું:- લીમડાના પાણીથી ચહેરો ધોતી વખતે તમારે સાબુ કે ફેસવોશનો પ્રયોગ કરવાનો નથી. તમારે માત્ર લીમડાના પાણીથી ચહેરો સાફ કરવાનો છે. તમે ચાહો તો તે પાણીથી નહાઈ પણ શકો છો અને વાળમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચાની સાથે સાથે વાળની સમસ્યા પણ દૂર કરવામાં મદદ મળશે. મોં ધોયા પછી ચહેરાને રૂમાલથી થપથપાવીને લૂછી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી