તમારી ચાલવાની ગતિ જણાવે છે કે તમારું મગજ કેટલું તેજ છે… જાણો એક ખુબ જ રસપ્રદ માહિતી..

મિત્રો આજે અમે તમારા માટે ખુબ જ રસપ્રદ માહિતી લઈને આવ્યા છીએ. આજે અમે આપણા ચાલવાનું મગજ સાથે શું કનેક્શન છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. મિત્રો આ સાંભળી તમને એવું પણ લાગે કે આપણે ચાલીએ તો તેની અસર તો આપણા શરીર પર થાય છે તો પછી મગજ સાથે શું કનેક્શન છે !

તો મિત્રો આજે અમે તમારા આ સવાલનો ખુબ જ સુંદર જવાબ જણાવશું અને એવું પણ બને કે કદાચ આ લેખ વાંચ્યા બાદ તમને એહસાસ થાય કે અત્યાર સુધી તમે ખોટી રીતે ચાલી રહ્યા હતા અને આજથી તમે તમારા જીવનમાં કોઈ સકારાત્મક બદલાવ પણ લાવો. તો તેના માટે આખો લેખ વાંચો જેથી ચાલવાની ગતિ મગજને કંઈ રીતે પ્રભાવિત કરે છે તે મહત્વની માહિતી છૂટી ન જાય.

સૌથી પહેલા જાણીએ કે ચાલવાને મગજ સાથે શું સંબંધ છે તો આપણે જ્યારે પગપાળા ચાલીએ છીએ ત્યારે આપણા પગના તળિયાથી પ્રેશર ઉપરની તરફ લાગે છે જે હૃદયને મગજની તરફ વધારે બ્લડ સર્ક્યુલેટ કરવામાં મદદ કરે છે. અને મગજમાં વધારે બ્લડ સર્ક્યુલેટ થવાથી વધારે ઓક્સીજન અને ન્યુટ્રીન્સ મગજ સુધી પહોંચે છે. તે મગજના હિપોકેમ્પસ અને અન્ય ભાગને વધારે સક્રિય બનાવવામાં મદદ કરે છે. તેથી જ તો ચાલવાથી આપણી ધ્યાન કરવાની ક્ષમતા વધે છે. તેમજ આપણા મગજની બેસિક કોન્ગ્નેટીવ ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે.

પરંતુ મજેદાર સવાલ તો એ છે કે આપણા ચાલવાની ધીમી કે ઝડપી ગતિ પણ શું મગજના ફંકશનને પ્રભાવિત કરે છે ? તો મિત્રો એક અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું કે જે વ્યક્તિની ચાલવાની ગતિ અચાનક મંદ થવા લાગે તો તે વ્યક્તિના મગજમાં કોઈ સમસ્યા હોવાનો સંકેત છે અને આ જ ચાલવાની ગતિ સમજવા વિચારવાની કમી થવી, અલ્ઝાઈમર વગેરે જેવી સમસ્યાનો પણ સંકેત આપે છે.

એક અભ્યાસ અંતર્ગત વ્યક્તિને ચાલતા ચાલતા અમુક કાર્યો કરવાનું કહ્યું ત્યારે તે રિસર્ચમાં સામે આવ્યું કે વ્યક્તિનો મગજ કાર્યો અનુસાર ચાલવાની ગતિને એડજસ્ટ કરે છે. વ્યક્તિનું મગજ કામ કરતી વખતે પોતાની અનુસાર વ્યક્તિની ચાલવાની ગતિ બદલાવીને ગેટ સ્ટેબીલીટી એટલે કે ચાલવાની સ્થિરતા જાળવે છે અને તે કાર્ય કરવા માટે મદદ કરે છે. આ વસ્તુ આપણી સાથે પણ આપણે અનુભવી હશે કે આપણે ક્યારેય કોઈ કાર્ય કરતા કરતા ચાલતા હોઈએ તો આપણી ચાલવાની ગતિ મંદ પડી જતી હોય છે. તેનાથી આપણું મગજ આપણા કાર્યમાં ધ્યાન દોરી શકે છે.

તો તમને એવું થાય કે ધીમે ચાલવાથી મગજ વ્યવસ્થિત કામ કરે છે. તો હકીકત તમને જણાવી દઈએ કે આ વસ્તુ તો માત્ર આપણે કોઈ કાર્ય કરતા કરતા ચાલીએ તે સ્થિતિની વાત છે. પરંતુ વાસ્તવિક રીતે આપણે જ્યારે કોઈ કાર્ય ન કરતા હોઈએ અને માત્ર ચાલતા જ હોઈએ ત્યારે ઝડપથી ચાલવું જોઈએ. કારણ કે ઝડપથી ચાલતા લોકોનું શરીર તો ફીટ રહે છે પરંતુ મગજ પણ ખુબ સક્ષમ બને છે.

મગજમાં રહેલ ફ્રન્ટલ લોકમાં ફન્કશનલ કનેક્ટીવીટી નેટવર્ક રહેલા હોય છે જે આપણી સમજવા વિચારવાની શક્તિનું પ્રમાણ આપે છે. એક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું કે જે લોકો ઝડપથી ચાલતા હોય છે તેમના મગજમાં કનેક્ટીવીટી નેટવર્ક વધારે મજબુત હોય છે. એટલે કે તેમની સમજવા વિચારવાની ક્ષમતા વધારે હોય છે. આ ઉપરાંત ઝડપથી ચાલતા લોકોની ભૌતિક ક્ષમતા પણ વધારે હોય છે. તો બીજી બાજુ ધીમે ચાલતા લોકોની વાત કરીએ તો ધીમે ચાલતા લોકોમાં ફન્કશનલ કનેક્ટીવીટી નેટવર્ક એટલું મજબુત નથી હોતું.આ ઉપરાંત ઝડપથી ચાલવાની આદત રક્ત પ્રવાહને તેજ કરીને નાસોમાંથી કોલેસ્ટ્રોલ દુર કરે છે. તેથી વધારેમાં વધારે રક્ત, ઓક્સીજન અને ન્યુટ્રીશન મગજ સુધી પહોંચે છે જે મગજની કાર્ય ક્ષમતાને વધારે છે તેથી જ ઝડપથી ચાલતા લોકોનો માનસિક વિકાસ વધારે થાય છે. તો મિત્રો અંતે તો એટલું જ કહેવાનું કે આપણા મગજ અને શરીને સ્વસ્થ તેમજ વધારે કુશળ બનાવવા માટે ઝડપથી ચાલવું હિતાવહ છે.

આ લેખ વાંચ્યા બાદ અમને કોમેન્ટ દ્વારા જણાવો કે તમારી ચાલવાની ગતિ ધીમી છે કે ફાસ્ટ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment