મિત્રો જયારે આપણે વજન ઓછો કરવા માટેના અનેક ઉપાયો કરીએ છીએ પણ વજન ઓછુ થતું નથી ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પણ તમને ખબર છે કે જો તમારા શરીરમાં અમુક વિટામીન રહેલ હોય તો તમારું વજન ક્યારેય ઓછુ થતું નથી. આથી પહેલા તો આ વિટામીનનું પ્રમાણ તમારે શરીરમાં ઘટાડવું પડે પછી જ તમે વજન ઓછુ કરી શકો છો.
શરીરની ચરબી એટલે કે ફૈટ ઓછી કરવી કોઈ સરળ વાત નથી. તે માટે હેલ્થી ડાયટ લેવી પડે છે, ફિઝિકલ એક્ટિવિટી વધારવી પડે છે, ફાસ્ટ જંક ફૂડથી દૂર રહેવું પડે છે અને સ્ટ્રેસ લેવલ ઘટાડવું પડે છે. તે સિવાય પર્યાપ્ત ઊંઘ અને વિટામિન્સ-મિનરલ્સનું પણ પૂરતું ધ્યાન રાખવું પડે છે. જ્યારે આ બધા જ ફેક્ટર્સ સરખા હોય છે ત્યારે જઈને કોઈ માણસની ફૈટ ઓછી થાય છે. ઘણા એવા ફેક્ટર્સ પણ હોય છે જે, ફૈટ લોસની પ્રોસેસને ધીમી કરી દે છે.
વિટામિન, મિનરલ અને હાર્મોનની ઉણપને કારણે મેટાબોલીજ્મ ડિસઓર્ડર થઈ જાય છે. તે શરીરના વજન ઘટાડવાની નેચરલ ક્ષમતા ઓછી કરી દે છે. હાલમાં જ થયેલી એક રિસર્ચ મુજબ, બે વિટામિન ફૈટ લોસની પ્રોસેસ ધીમી કરે છે.શું કહે છે રિસર્ચ:- એક રિપોર્ટ મુજબ, રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, શરીરમાં વિટામિન ડી અને વિટામિન બી12ની ઓછી માત્રાને કારણે પણ વેઇટ લોસની સ્પીડ ધીમી થઈ જાય છે. વિટામિન ડી હાડકાંના નિર્માણ માટે મહત્વપૂર્ણ હોય છે. પરંતુ રિસર્ચ પરથી એ પણ સાબિત થાય છે કે, આ વિટામિન કેન્સર સેલ્સને ઘટાડવા, સંક્રમણને નિયંત્રિત કરવા અને સોજા ઘટાડવાનું પણ કામ કરે છે.
તેમ જ લાલ રક્ત કેશિકાઓ અને ડીએનએના નિર્માણ માટે વિટામિન બી12ની જરૂરિયાત હોય છે. આ વિટામિનની ઉણપથી થાક, કબજિયાત, માંસપેશીઓમાં નબળાઈ, મેમોરી લોસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. બંને વિટામિન એક વ્યક્તિના મૂડને સરખો કરવામાં મદદ કરે છે. વિશેષજ્ઞનું કહેવું છે કે, દરેક વ્યક્તિને એ ખબર હોવી જોઈએ કે, પર્યાપ્ત માત્રામાં તે આ વિટામીનોને લઈ રહ્યા છે કે નહીં.રિસર્ચમાં સ્થૂળતા અને વિટામિન ડીની ઉણપ વચ્ચે સંબંધ દર્શાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો વધુ વજન વાળા હોય છે, તેમનામાં વિટામિન ડીની ઉણપ રહેલી હોય છે. તેના કારણે મેટાબોલીજ્મ સ્લો થઈ જાય છે. એનર્જી ઓછી વપરાય છે અને ભૂખ વધવા લાગે છે.
મહિલાઓ પર પણ થઈ રિસર્ચ:- એક સ્ટડી મુજબ, એક રિસર્ચમાં 50 થી 75 વર્ષની ઉંમરની 218 વધુ વજન ધરાવતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. બધી મહિલાઓને લો કેલરી આપવામાં આવી રહી હતી અને એકસરસાઈઝ પણ કરવવામાં આવી રહી હતી. અડધી મહિલાઓને વિટામિન ડી સપ્લીમેંટ અને અડધીને પ્લેસબો આપવામાં આવ્યા. શોધકર્તાઓએ જાણ્યું કે, જે મહિલાઓએ વિટામિન ડી લીધું હતું તેમનું વધારે વેઇટ લોસ થયું હતું.શું વિટામિન બી12 વજન ઘટાડવામાં મદદ કરી શકે?:- વિટામિન બી12ના સેવનથી લાંબા સમય સુધી વેઇટ કંટ્રોલ કરી શકાય છે. એક રિસર્ચ મુજબ સ્થૂળતા અને શરીરમાં ફૈટ સાથે વિટામિન બી12 ના સંબંધની શોધ કરવાં આવી. જે મુજબ જાણવા મળ્યું કે, ઓછા વિટામિન બી12નું કારણ સ્થૂળતા અને વધુ વજનથી જોડાયેલું છે.
વિટામિન બી12 અને વિટામિન ડીના સોર્સ:- વિટામિન બી12 પ્રાપ્ત કરવા માટે ઈંડા, સોયાબીન, દહીં, ઓટ્સ, પનીર ખાઈ શકાય છે. વિટામિન ડીનો સૌથી સારો સ્ત્રોત સૂર્યનો તાપ છે. પરંતુ જો કોઈ કારણસાર તડકો ન લઈ શકાય તો, ઈંડા, ગાયનું દૂધ, દહીં, મશરૂમ અથવા સપ્લીમેંટ્સ ડાયેટમાં સમાવિષ્ટ કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી