આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો પોતાના વધતા જતા વજનથી ખુબ જ પરેશાન રહે છે. અને તેઓ વજન ઓછો કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. આથી જો તમે પણ પોતાના વધતા જતા વજનથી પરેશાન છો તો આજે અમે તમને વજન ઓછો કરવામાં ખુબ જ અસરકારક એવી 5 શાકભાજીઓ વિશે જણાવીશું. જેને તમે પોતાની ડાયટમાં સામેલ કરીને ઝડપથી વજન ઓછો કરી શકો છો.
આજના સમયમાં દરેક લોકો ફીટ રહેવા માંગે છે. પણ ઘણી વખત ખોટી લાઈફસ્ટાઈલ, ખરાબ ખાનપાન, કસરત ન કરવાને કારણે, વજન ઝડપથી વધતો જાય છે. વજન વધવાને કારણે શરીરમાં ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. તેમજ દરરોજના કામકાજમાં પણ પરેશાની રહે છે. ઘણી વજન ઓછુ કરવા માટે ઘણા પ્રકારની ડાયટ કરીએ છીએ. જે સ્વાસ્થ્યને ફાયદો આપવાને બદલે નુકશાન કરે છે. એવામાં વજન ઓછો કરવા માટે ઘણી શાકભાજીનું સેવન કરી શકાય છે. આ શાકભાજી વજન ઓછુ કરવાની સાથે તમને ફીટ પણ રાખે છે.1) દુધી:- દુધી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ઘરમાં જયારે પણ કોઈને શરદી, તાવ અને ઉધરસ થાય છે. તો દુધી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે દુધી પાચન માટે સારી માનવામાં આવે છે. દુધી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેના સેવનથી શરીર હેલ્દી રહે છે. દુધીમાં કેલ્શિયમ, આયરન, વિટામીન એ અને જીંક ભરપુર માત્રામાં રહેલ છે. તેના નિયમિત સેવનથી વજન ઓછો કરવામાં મદદ મળે છે અને સાથે તે બેલી ફેટને પણ ઓછુ કરે છે.
2) પાલક:- પાલક શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. પાલકમાં પ્રચુર માત્રામા આયરન અને ફાઈબર હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પાલકના નિયમિત સેવનથી શરીરને બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલીજ્મ તેજ થાય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. પાલકના સેવનથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે.3) ગાજર:- ગાજર પોષક તત્વો થી ભરપુર હોય છે. ગાજરમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. ગાજરને તમે જ્યુસ, શાકભાજી, સૂપ અને સલાડ ના રૂપમાં સરળતાથી ખાઈ શકો છો. નિયમિત ગાજરના સેવનથી વજન ઓછો થવાની સાથે આંખની રોશની પણ તેજ થાય છે.
4) બટેટા:- બટેટા ખાવાથી વજન વધે છે. એવું તમે દરેકના મોઢે સંભાળ્યું હશે. પણ શું તમે જાણો છો કે બાફેલા બટેટા ખાવાથી તમે વજન ઝડપથી ઓછો કરી શકો છો. બટેટામાં ભરપુર માત્રામાં પોટેશિયમ રહેલું છે. જે વજન ઓછો કરવામાં મદદ કરે છે. બટેટા ખાવાથી પેટ ભરેલું રહે છે. જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. અને વજન ઓછો કરવામાં મદદ મળે છે. વજન ઓછો કરવા માટે ચિપ્સ, ફ્રાઈડ બટેટા વગેરેખાવાથી બચવું જોઈએ.5) કેળા:- કેળા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. કેળા ખાવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. નિયમિત કેળા ખાવાથી ઈમ્યુંનીટી મજબુત થાય છે. કેળામાં ફાઈબર, કોપર, આયરન અને વિટામીન સી વગેરે પોષક તત્વો મળે છે. જે પેટને હેલ્દી રાખવા માટે પણ મદદ કરે છે. કેળા ખાવાથી બેલી ફેટ પણ સરળતાથી ઓછો થાય છે.
આમ અહી જણાવેલ બધી જ શાકભાજી ખાવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. શાકભાજીનું સેવન પોતાની ભૂખ અનુસાર કરવું જોઈએ. જો તમને કોઈ બીમારી અથવા એલર્જી છે તો તમારે ડોક્ટરની સલાહ અનુસાર જ આ શાકભાજીનું સેવન કરવું જોઈએ. આમ આ શાકભાજી તમારું વજન ઝડપથી ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. જે તમને ફીટ રાખે છે. તેમજ તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ બીમારી સામે પણ રક્ષણ પૂરું પાડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી