રસોડામાં રહેલા આ પાંદડાનો પાવડર ચામડીના રોગોનો છે અકસીર ઈલાજ, ચહેરો અને ત્વચાને બનાવી દેશે એકદમ યુવાન અને ચમકદાર… જાણો ઉપયોગની રીત…

તમાલપત્રનો ઉપયોગ દરેક ભારતીય ઘરોમાં માત્ર ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તેની અંદર જોવા મળતા પૌષ્ટિક તત્વો ત્વચાની ઘણી બધી સમસ્યાઓને દૂર રાખી શકે છે. તમને જણાવી દઈએ કે, તમાલપત્રની અંદર ઉર્જા, પ્રોટીન, ચરબી, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન વિટામિન વગેરે જેવા પોષક તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓને દૂર રાખી શકે છે. ત્યાં જ તેમાં એસ્ટ્રિંજન્ટ ગુણ પણ જોવા મળે છે જે ત્વચાની અંદરથી સફાઈ કરી શકે છે અને ત્વચાને ઘણી બધી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. એવામાં એ વસ્તુ જાણવી ખુબ જ જરૂરી છે કે, ત્વચા ઉપર તમાલપત્રનો ઉપયોગ કંઈ રીતે કરી શકાય.

આજનો આ લેખ આ વિષય ઉપર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવશું કે, ત્વચા ઉપર તમાલપત્રનો ઉપયોગ કંઈ રીતે કરી શકાય અને તેના ક્યાં ક્યાં ફાયદા હોય શકે છે.

દહીં અને તમાલપત્રના પાવડરનો ઉપયોગ : તમે એક વાટકીમાં દહીંની સાથે મધ હળદર અને તમાલપત્રનો પાવડર ઉમેરો અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે આ બનેલ પેસ્ટને બ્રશના માધ્યમથી ત્વચા ઉપર લગાવો. અને જ્યારે આ મિશ્રણ સારી રીતે સૂકાઈ જાય ત્યારે ત્વચાને સાધારણ પાણીથી ધુવો. તમે ઇચ્છો તો આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આમ કરવાથી ત્વચાની રંગતમાં સુધારો આવી શકે છે.

ગુલાબ જળ અને તમાલપત્રના પાવડરનો ઉપયોગ : આ મિશ્રણને બનાવવા માટે તમાલપત્ર અને સાથે સાથે ગુલાબ જળ પણ લો. હવે તમે એક વાટકીમાં આ બન્નેને સારી રીતે મિક્સ કરો, અને બનેલ મિશ્રણને ત્વચા પર લગાવો. 15 થી 20 મિનિટ પછી ત્વચાને સાધારણ પાણીથી ધુઓ. હવે આ મિશ્રણને લગાવ્યા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. આમ કરવાથી ત્વચામાં નિખાર આવી શકે છે.

મધ અને તજ તમાલપત્રના પાવડરનો ઉપયોગ : આ મિશ્રણને બનાવવા માટે એક વાટકીમાં મધ અને તમાલપત્રના પાવડરને મિક્સ કરો. ત્યાર બાદ આ બનેલ મિશ્રણને ત્વચા પર લગાવો. 15 થી 20 મિનિટ પછી તમારી ત્વચાને સાધારણ પાણીથી ધુઓ. આમ કરવાથી ન માત્ર ત્વચાની ખોવાયેલી રંગત પાછી આવશે પરંતુ ત્વચાના ડાઘ પણ દૂર થઈ જશે.

લીંબુનો રસ અને તમારી પત્રના પાવડરનો ઉપયોગ : આ મિશ્રણને બનાવવા માટે એક વાટકીમાં તમાલપત્રનો પાવડર અને લીંબુનો રસ લઈને સારી રીતે મિક્સ કરો, અને આ બનેલ મિશ્રણને 10 થી 15 મિનિટ સુધી તમારી ત્વચા ઉપર લગાવો. જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે સાધારણ પાણીથી ચહેરાને ધુઓ. આમ કરવાથી તમારી ત્વચા ઉપરનું એક્સટ્રા ઓઇલ દૂર થઈ જશે અને ત્વચા નિખારવાન દેખાશે.

ઉપર જણાવેલ બિંદુથી જાણકારી મળે છે કે, ત્વચા ઉપર તમાલપત્ર પાવડરનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે. પરંતુ જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા છે તો ત્વચા ઉપર તમાલપત્રના પાવડરનો ઉપયોગ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. અને જો તમે તમાલ પત્રના પાવડરનો ઉપયોગથી ત્વચા પર બળતરાનો અનુભવ કરો છો, અથવા તો પાવડરથી એલર્જી થઇ રહી છે ત્યારે તેનો ઉપયોગ તમારી ત્વચા ઉપર કરવાથી દૂર રહો.

નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment