દાંતના દુખાવાને દૂર કરવાના ઘરેલુ ઉપચાર
લવિંગ: જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખવું જોઈએ અને તે દરમિયાન કઈં પણ ના ખાવું જેથી ઝડપી રાહત મળે છે.
લસણ: લસણના ગુણો વિશે આપણને સૌને ખબર જ છે. લાભકારી લસણને છોલીને તેની કળીઓને ચાવી જાઓ, તો દાંતના દુખાવામાં આરામ મળે છે દિવસમાં બે વાર બે-બે કળીઓને ચાવવાથી જલદીથી દાંતના દર્દનો છુટકારો મળી જાય છે.
🔴ચપટીમાં દૂર કરો કાનનો દુખાવો
🌿આદુનો રસ સહેજ ગરમ કરી કાનમા નાખવાથી ચાસકા મટે છે. 🌿મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે. 🌿આંબાના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
🌿 વરીયાળી અધકચરી વાટીને પાણીમા ખુબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનુ શૂળ અને કાનમા થતો અવાજ મટે છે. 🌿કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબના ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે. 🌿હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.
🌿ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે.
🔴 એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર
🌿સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. 🌿સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. 🌿આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. 🌿એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
🔴 ઘા પર ઝડપી2 લોહી રોકવાના ઉપાય
🌿ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલ પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે. 🌿તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે.
🌿વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. 🌿હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે.
🌿 તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે. 🌿ફૂલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
🔴 ખીલના ઘરગથ્થુ ઉપચાર
🌿દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. 🌿જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર ખીલ મટે છે. 🌿નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. 🌿લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક
🌿નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે. 🌿છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.
🔴 બાળકો માટે ઉપયોગી તુલસી
🌿બાળકોને તુલસીનો રસ નિયમિત આપવાથી બાળકો સ્વસ્થ રહે છે. 🌿બાળકોના શરદીના તાવમાં ગરમ કરેલો તુલસીનો રસ છાતી અને કપાળે ચોળવો, સૂંઘાડવો તથા એક ચમચી રસમાં અડધું મધ મેળવીને પિવડાવવો.
🌿બાળકોને મળમાં કે ઊલટીમાં કૃમિ પડતાં હોય તો વાવડિંગ સાથે તુલસીનાં પાન મેળવીને ઉકાળો કરીને પાવો અથવા તુલસીનો ૧૦ ગ્રામ રસ, વાવડિંગ, કાચકા કે હિમેજનું ચપટી ચૂર્ણ નાખીને દિવસમાં બે-ત્રણ વાર ચટાડવો.
🌿સૂકી ઉધરસમાં તુલસીની કૂંપળો તથા આદું સરખા ભાગે લઈને વાટીને મધ સાથે ચટાડવું. 🌿દાંત નીકળતાં પહેલાં બાળકોને જો તુલસીનો રસ પિવડાવવામાં આવે તો તેમના દાંત સહેલાઈથી નીકળે છે અને દાંત નીકળતી વેળા તેમને કોઈ તકલીફ થતી નથી.
🌿બાળકોને શરદી, ઉધરસ, કફ તથા ઊલટી કે ઝાડા થવા માંડે ત્યારે તેઓને તુલસીનો રસ પિવડાવવાથી ફાયદો થાય છે.
🔴માથા નો દુખાવો
🌿કેસર અને બદામને વાટીને સૂંઘવા અને લગાવવાથી માથાનો દુ:ખાવામાં રાહત મળે છે. 🌿થોડીક જાયફળ દૂધમાં ઘસીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત અનુભવાય છે.
🌿ડુંગળી સૂંઘવાથી કે માથા પર ડુંગળીનો રસ લગાવવાથી માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. 🌿દૂધીના ગુદાને માથા પર લેપ કરવાથી માથાના દુ:ખામાં તરત જ આરામ મળે છે
🌿માથાના દુ:ખામાં લીંબૂ, આલૂ કે આમલીનુ શરબત પીવાથી ખૂબ આરામ મળે છે. 🌿લસણની એક કળીનો રસ બનાવીને પી લેવાથી પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળી જાય છે.
🔴ચહેરા પરના ડાઘા દૂર કરવા માટે ઉપાય
🌿બેકિંગ સોડાનો એક ભાગ અને તેના બે ભાગનું પાણી લઇને બંનેને મિક્સ કરો. જ્યાં ડાઘ પડ્યા હોય ત્યાં હળવા હાથે આ મિશ્રણને એકાદ મિનિટ સુધી ઘસો. બાદમાં તેને ઘોઇ લો. ધ્યાન રાખો આ મિશ્રણને ચહેરાના ડાઘ પર હળવાશથી ઘસવામાં આવે, બહુ ભાર દઇને નહીં.
🌿ચહેરા ઉપરના ડાઘ-ધબ્બા મટાડવા માટે સૌથી સસ્તો અને સારો ઉપાય છે બટેટા. સૌથી પેલા તમે બટેટાની સ્લાઈસ બનાવો તેને ચહેરા ઉપર તેને 10 મિનીટ સુધી ઘસો અને પછી ચહેરા ઉપર લગાવીને 10 મિનીટ માટે મૂકી રાખો.
દિવસમાં 2-3 વખત આમ કરવાથી તેની અસર જલ્દી જોવા મળશે.
🌿ફુદીનો ખીલ ઉપર સારી રીતે કામ કરીને તેને સુકવીને ત્વચા ના ડાઘને સાફ કરે છે. ફુદીનાના પાંદડામાં પાણી ભેળવીને તેને વાટી લો. આ પેસ્ટ ધબ્બા ઉપર લગાવો અને 15-20 મિનીટ માટે મૂકી રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં 1 વખત જરૂર કરો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
I have read so many posts concerning the blogger lovers but this article is truly a pleasant piece of writing,
keep it up. http://berryvillesquare.com/dir/
Excellent….I like it
Magnificent items from you, man. I have take into accout your stuff previous to and you
are just too magnificent. I really like what you’ve acquired here, certainly like what
you are saying and the best way in which you say it.
You’re making it entertaining and you still care
for to stay it smart. I cant wait to read far more from you.
That is really a wonderful site.
આપની બધી માહિતી સાચી અને સારી છે પણ મારે ધાધર માટે ઘરેલુ ઉપચાર ની માહિતી જોઈએ છીએ
મેસેજ કરવા બદલ આભાર અમે જરૂર તમારી સહાયતા કરીશું .. થોડા દિવસોમાં અમે આર્ટીકલ લખી શું
Thank you for the informative article.
But would it not be helpful if you provide the page to be copied and saved for future ref??