જો તમે પોતાના વાળના ગ્રોથ અને કલરને લઈને ખુબ જ પરેશાન છો તો અને તમારા મહેંદીના પેકથી પણ તમને ગમતો કલર નથી આવતો તો તમારે અમુક ખાસ રીત અપનાવવી જોઈએ. આ રીતથી મહેંદીનું મિશ્રણ બનાવ્યા પછી જ્યારે તમે તેને લગાવો છો તો તમારા વાળ સારી રીતે કંડીશનિંગ પણ થશે અને કલર પણ સારો આવશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
વાળમાં કલર માટે : ઘણી વખત મહેંદીનું મિશ્રણ બનાવવાની રીત આપણી સાચી નથી હોતી, જેના કારણે મહેંદી લગાવ્યા પછી વાળ કાં તો વધુ ડ્રાય થઈ જાય છે, અથવા તો કલર નથી આવતો. તો એવું શું કરીએ જેનાથી વાળની કંડીનશિંગ પણ થાય અને કલર પણ આવે. તો આજે અમે તમને જણાવશું કે, કેવી રીતે થોડો ફેરફાર કરીને અને મહેંદીમાં અમુક વસ્તુ એડ કરીને વાળમાં કલર અને વાળનો ગ્રોથ પણ જશે. તો ચાલો જાણીએ તેના માટે કંઈ વસ્તુની જરૂર પડશે.
સામગ્રી : 120 ગ્રામ – મહેંદી, 2 ચમચી – શિકાકાઈ પાવડર, 1.5 કપ – નવશેકું ગરમ પાણી, 1 ચમચી – કોફીનો પાવડર, 2 ચમચી – દહીં,
બનાવવા અને લગાવવાની રીત : સૌથી પહેલા કોફીને નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરી દો. તેમાં એક ઉભરો આવવા દો. પછી તેને ઠંડુ કરીને તેમાં મહેંદી અને શિકાકાઈ પાવડર મિક્સ કરી લો. આ મિશ્રણને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને તમે તેમાં બે ચમચી દહીં નાખો અને આ પેકને પોતાના વાળમાં 2 કલાક માટે લગાવી રાખો. ત્યાર પછી સાદા પાણીથી વાળ ધોઈને સુકાવા દો. તમે ઈચ્છો તો થોડી કલાક પછી શેમ્પુ કરી શકો છો. અથવા બીજા દિવસે શેમ્પુ કરો. તેનાથી વાળનો ગ્રોથ વધે છે.
હેર કંડીશનિંગ : ઘણી વખત મહેંદી લગાવ્યા પછી વાળ ડ્રાય થઈ જાય છે. તેવામાં વાળનો ગ્રોથની સાથે કંડીશનિંગ પણ જરૂરી છે. ઘણા લોકો મહેંદી એ ડરના કારણે નથી લગાવતા, કારણ કે તેના વાળ બેજાન થઈ જાય છે. પરંતુ તેનો એક ઉપાય છે, તમે કેળાની સાથે મહેંદીનું પેક બનાવી શકો છો. આ માટે જરૂરી સામગ્રી
સામગ્રી : 120 ગ્રામ – મહેંદી, નવશેકું ગરમ પાણી, 1 – ખુબ જ પાકેલું કેળું.
બનાવવા અને લગાવવાની રીત : પહેલા મહેંદીને સાદા પાણીમાં મિશ્રણ બનાવીને આખી રાત રહેવા દો. સવારે તેમાં 1 પાકેલું કેળું મિક્સ કરો. ત્યાર પછી સૌથી પહેલા વાળને ધોઈ નાખો. ત્યાર પછી પોતાના વાળમાં કંડીશનરની જગ્યાએ મહેંદી અને કેળાનું મિશ્રણ લગાવો. તેનાથી તેને થોડી વાર રાખ્યા પછી પાણીથી ધોઈ નાખવાનું છે. આ એક સારું કંડીશનિંગ માસ્ક થશે જે વાળના ગ્રોથને સારો કરે છે.
હેર લોસ માટે : જો સ્કેલ્પ ઓઈલી છે તો સ્કેલ્પથી ગંદકી કાઢવા માટે મુલતાની માટીનો હેર પેક લગાવો. આ માટે 4 ચમચી મહેંદી અને 3 ચમચી મુલતાની માટીને પાણીમાં મિક્સ કરીને મિશ્રણ બનાવો. હવે આખી રાત તેને આમ જ રહેવા દો. સવારે વાળમાં લગાવો. થોડી કલાકો સુધી આ પેકને લગાવીને રાખ્યા પછી વાળને કોઈ સલ્ફેટ ફ્રી શેમ્પુથી ધોઈ નાખો. આ રીત તમાર વાળને ઓઈલ ફ્રી બનાવે છે.
આમ તમે મહેંદી લગાવવાના મિશ્રણમાં થોડો ફેરફાર કરીને તમારા વાળનો કલર અને ગ્રોથ બંને સારા કરી શકો છો. તેમજ તેનાથી તમને એક નેચરલ રીતે વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી