આજકાલ ખરાબ ખાનપાન અને અસંતુલિત જીવનશૈલીના કારણે ઘણા લોકો વજન વધારા સહિત અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. તેવામાં શરીર સુધી પોષક તત્વ મળવા ખુબ જરૂરી છે. આ માટે લોકો વિવિધ ખાદ્ય પદાર્થનું સેવન કરે છે. શરીરમાં પોષક તત્વ મળી રહે તે માટે આજે અમે તમને ટાઇગર નટ્સ વિશે જણાવશું. શું તમે ટાઇગર નટ્સ વિશે જાણો છો ? જો નહિ તો આ લેખમાં તેના વિશે જ છે.
તમે કાજુ, બદામ, પીસ્તા, અંજીર અને અખરોટ વગેરે જેવા ડ્રાય ફ્રુટ્સનું સેવન કર્યું હશે, પણ કદાચ તમે ટાઇગર નટ્સનું સેવન ન કર્યું હોય. તેનું વૈજ્ઞાનિક નામ સાઈપર એસ્કુલેટ્સ છે અને તે વધુ પડતા આફ્રિકી દેશોમાં થાય છે. તમને બજારમાં આ નટ્સ મળવા થોડા મુશ્કેલ છે. ટાઇગર નટ્સ બે પ્રકારના જોવા મળે છે. એક કાળા અને બીજા હળવો ભૂરો રંગ. તેનું ઉત્પાદન પણ સિંગની જેમ જમીનમાં થાય છે. આ નટ્સ ખુબ જ અલગ અને વધુ ગુણકારી છે.
ટાઇગર નટ્સને સ્થાનીય ભાષામાં નટ અને ગ્રાઉન્ડ નટના નામથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, બદામની જેમ તેને પણ પાણીમાં પલાળીને ખાવાથી ઘણા લાભ થાય છે. તેમાં વિટામીન, મીનરલ્સ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝીંક, આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન ઈ, સહિત ઘણા પોષક તત્વો રહેલા છે. એટલું જ નહિ તેમાં ફ્રુક્ટોઝ એટલે કે નેચરલ શુગર પણ રહેલ છે આ ખાસ નટ્સના સેવનથી હૃદયને લગતી સમસ્યાઓ, પાચન ક્રિયા, બ્લડ શુગર, પ્રતિરક્ષા પ્રણાલી, પરેશાની દુર થાય છે. આ નટ્સનો ઉપયોગ તમે તેનો પાવડર બનાવીને, પલાળીને અથવા મિલ્ક શેઈક બનાવીને પણ કરી શકાય છે. ચાલો તો તેના ફાયદા વિશે જાણી લઈએ.
પાચનતંત્ર માટે : ટાઇગર નટ્સમાં ભરપુર માત્રામાં ફાઈબર રહેલ છે. જે તમારા પાચનતંત્રને માટે એક ઔષધીનું કામ કરે છે. તેમાં મળતા ફાઈબર તમારા ભોજનને પચાવવામાં મદદ કરે છે. સાથે જ તેમાં રહેલ એન્જાઈમ્સ તમારી પાચનક્રિયાને તેજ કરે છે. તેમાં રહેલ ઇનસોલ્યુબલ ફાઈબર તમને દસ્ત, હાર્ટ બર્ન, એસિડ રિફ્લક્સ સહિત પેટ સંબંધી અન્ય વિકારોથી પણ બચાવવામાં મદદ કરે છે. તેમાં એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ પણ મળે છે, જે તમારા મોટા આંતરડામાં હેલ્દી બેક્ટેરિયાને સક્રિય કરવામાં મદદ કરે છે. આથી અપચો અને પાચન સંબંધી સમસ્યા થવા પર ટાઇગર નટ્સનું સેવન કરો.
હૃદય માટે તેનું સેવન :
ટાઇગર નટ્સનું સેવન હૃદય માટે ખુબ જ લાભકારી છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ રહેલ છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢીને સારા કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે. જેનાથી તમને હૃદય સંબંધી સમસ્યા થવાની સંભાવના ઓછી રહે છે. તેનાથી તમારા શરીરમાં લોહીના ગઠ્ઠા નથી થતા. અને કાર્ડિયોવેસ્કુલર ડિસીઝ થવાની આશંકા પણ ઓછી થઈ જાય છે. તેનાથી તમારા હૃદયની નસ અને ધમનીઓ સંકોચાતી નથી.
સંક્રમણ રોકવામાં મદદ કરે : સંક્રમણને રોકવા માટે ટાઇગર નટ્સમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, આ તમારા શરીરમાં સંક્રમણ થવાથી રોકે છે. શરીરમાં થતા સંક્રમણ સામે તે એન્ટી બેક્ટેરિયલની જેમ કામ કરે છે. ટાઇગર નટ્સના અર્ક એન્ટીબાયોટીક પ્રતિરોધી સંક્રમણથી લડવામાં ઘણી સહાયતા કરે છે. એટલું જ નહિ તે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ માટે : ટાઇગર નટ્સમાં એમીનો એસિડ આર્જીનીનની માત્રા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. આ એસિડ શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે, જેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. એટલું જ નહિ તેમાં મળતું ફાયબર તમારા આંતરડામાં શર્કરાના અવશોષણની ગતિને ધીમી કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલમાં ઉણપ આવે છે. તેમાં એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટસ પણ મળે છે, તે પણ બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન જરૂર કરવું જોઈએ.
એન્ટી ઓક્સીડેન્ટ સ્ત્રોત : ટાઇગર નટ્સ એન્ટી ઓક્સીડેન્ટનો સારો એવો સ્ત્રોત છે. શરીર કોશિકાઓ દ્વારા શરીરમાં થતા નુકસાનથી બચાવવામાં એન્ટી ઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સ દ્વારા તમારી મદદ કરે છે. તેનાથી શરીરમાં ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે. તેવામાં ટાઇગર નટ્સમાં મળતા એન્ટી ઓક્સીડેન્ટ તમને આ બીમારીઓથી બચાવે છે. તેના એન્ટી ઓક્સીડેન્ટ તમારા શરીરને કેન્સર અને ઘણી હાર્ટ ડિસીઝના ખતરાને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
પોષક તત્વોથી ભરપુર : જો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે તો તમે ટાઇગર નટ્સનું સેવન કરી શકો છો. ટાઇગર નટ્સમાં એક નહી પણ અનેક પોષક તત્વ મળે છે. તેમાં ફોસ્ફરસ, ફાઈબર, વિટામીન, મીનીરલ, પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ, આયરન, ઝીંક જેવા પોષક તત્વ મળે છે. આ બધા પોષક તત્વ તમારા શરીરને રોગોથી બચાવે છે. આમ તમારે પોષક તત્વોની પુરતી માટે ટાઇગર નટ્સનું સેવન જરૂર કરવું જોઈએ.વજન ઓછો કરવામાં માટે : નટ્સ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. ટાઇગર નટ્સમાં રહેલ ફાઈબરની માત્રા તમારી ભૂખને કંટ્રોલમાં રાખે છે. જેનાથી તમારું પેટ ભરેલું રહે છે. તેમાં અઘુલનશીલ એટલે કે ઇન્સોલ્યુંબલ ફાઈબર તમારી વધારાની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. સાથે જ તે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવામાં માંગતા હો તો ટાઇગર નટ્સનું સેવન જરૂર કરો.
યૌન સંબંધી સમસ્યાઓ :
ટાઇગર નટ્સ બીમારીઓથી છુટકારો મેળવવાની સાથે ઘણી યૌન સંબંધી સમસ્યાઓમાં પણ તમારી મદદ કરે છે. તેનાથી પુરુષમાં સ્પર્મ એટલે કે શુક્રાણુઓને વધારવામાં મદદ મળે છે. આ સિવાય પુરુષોમાં થતી સમસ્યા ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં પણ ફાયદાકારક છે. તેના સેવનથી પુરુષ યૌન સંબંધી ઘણા વિકારોથી છુટકારો મેળવી શકે છે. તેને ખાવાથી થાક ઓછો થાય છે. શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. આમ તમે ટાઇગર નટ્સના અનેક ફાયદાઓ છે, તેનું સેવન અન્ય નટ્સની સરખામણીમાં ઘણું વધારે છે. તેનાથી વધુ લાભ મળી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી