ગરદન અને પીઠ પરની ચરબી એવી છે જે આપણા શરીરના પૂરા લૂકને ખરાબ કરી શકે છે. ગળું વધારે મોટું થઈ જાય છે અને સાથે જ બેક સાઈડ પર પણ ચરબી જમા થઈ જાય છે. આ એટલા માટે થાય છે કારણ કે આપણી બેસવાની મુદ્રા ખરાબ હોય છે અને તેના કારણે જ ગળું મોટું થઈ જાય છે અને ફ્રન્ટ અને બેક સાઈડનું લુક ખરાબ દેખાય છે. આમ જોઈએ તો આ નેક ફેટ(ડોક પરની ચરબી) કેટલાક લોકોને હોય છે, પરંતુ આ સમસ્યાનો હલ કેટલીક સામાન્ય એકસરસાઈઝ દ્વારા દુર કરી શકાય છે.
ખરેખર, નેક ફેટની સમસ્યા હંમેશા ઓછી બેસવાની ખરાબ મુદ્રા હોવાના કારણે થાય છે અને આ જ કારણથી નેક ફેટની સમસ્યાને દૂર કરવા માટે તમે આ ત્રણ એકસરસાઈઝને ટ્રાય કરી શકો છો. તો આજે તમને ત્રણ એકસરસાઈઝના વિશે જણાવશું જે તમારી નેક ફેટની સમસ્યાને સોલ્વ કરી નાખશે.સૌથી પહેલા કરો આ કામ : કોઈ પણ કસરત કરતાં પહેલા, તમારે આ કાર્ય કરવું આવશ્યક છે કે તમારે તમારી મુદ્રામાં સુધારો કરવો પડશે. જ્યારે તમે તમારા ખંભાના વળાંક સાથે ચાલો છો ત્યારે નેક હંપ અને બફેલો હંપ આવે છે અને કરોડરજ્જુની શરૂઆતમાં, એટલે કે ચરબી ગરદનના નીચેના ભાગમાં એકઠી થવા લાગે છે. કોશિશ કરો કે તમે પોતે જ પોતાને યાદ કરાવો કે તમારે સીધું ચાલવાનું છે. સીધું ચાલવું તે સૌથી વધારે સારો ઉપાય છે અને તેથી જ તમારું નેક હંપ સારું થઈ શકે છે. કસરત તો ખુબ જ જરૂરી છે, પરંતુ તે સમયે તમારે મુદ્રાનું પણ ખુબ જ ધ્યાન રાખવું પડશે.
પહેલી કસરત : YWTL કસરત : આપણે ખુબ જ સામાન્ય મુદ્રાથી શરૂઆત કરવાની છે જે આપણા નેક અને બેક ફેટ પર અસર કરે અને તેથી જ YWTL એકસરસાઈઝ સૌથી વધારે સહેલી થઈ શકે છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે, જેવી રીતે ફોટામાં દેખાડવામાં આવ્યું છે તેવી જ રીતે તમારે YWTL તમારા હાથથી બનાવવાનું છે. આ તમારે સીધા ઉભા રહીને કરવાનું છે અને દરેક પોઝિશનમાં 30 સેકન્ડ હોલ્ડ કરવાનો છે. એટલે કે 30 સેકન્ડ દરેક લેટરમાં હોલ્ડ કરવાનું છે અને તેનાથી તમારા હાથ, નેક અને બેક ફેટ પર પ્રેશર પડવું જોઈએ. આ રીત ખુબ જ સહેલી છે અને તેનાથી તમને ખુબ જ જલ્દી ફાયદો થશે.કરવાની રીત : તમારા હાથને સ્ટ્રેટ રાખો અને ખંભાઓને જુકાવો નહિ. આ પછી હાથ દ્વારા બધા આલ્ફાબેટ્સ બનાવવાની કોશિશ કરો. તેવી જ રીતે કે જેવી રીતે ફોટોમાં બતાવવામાં આવ્યું છે.
બીજી કસરત : શોલ્ડર બેન્ડ : તમારા ખંભા નમવાને કારણે પીઠ પર વધારે ફેટ જમા થઈ જાય છે અને તેને ઠીક કરવા માટે તમારે ખંભાની એકસરસાઈઝ કરવી પડશે. આ એકસરસાઈઝ પણ ખુબ જ સહેલી છે અને તેને તમારે એક સાથે 2 મિનિટ સુધી કરવાની છે. આ એકસરસાઈઝથી તમારા ખંભાની મસલ્સ પર અસર થશે અને તમને થોડા દિવસોમાં નેક ફેટ પર અસર જોવા મળશે.કરવાની રીત : તમારી કમર પર બન્ને હાથને રાખો. આ પછી ફક્ત તમારા ખંભાને આગળ-પાછળ કરો અને ધ્યાન રાખો કે ખંભા સ્ટ્રેટ હોય. તેવી રીતે કે જેવી રીતે તમને ફોટોમાં જોવા મળી રહ્યું છે.
ત્રીજી કસરત : વોલ પુશ અપ્સ : વોલ પુશ અપ્સ ખુબ જ સરળ અને ફાયદાકારક છે. આ કરવાથી પીઠ પરની ચરબી કેટલીક હદ સુધી ઓછી થઈ જાય છે અને તેની ખાસિયત એ પણ છે કે, આ રીતના પુશ અપ્સથી તમારા હાથ પર બહુ પ્રેશર પડતું નથી.કરવાની રીત : થોડું સ્ટ્રીટ થઈને દીવાલ પર બન્ને હથેળીઓને ખભાની લંબાઈ પર મુકીને ઉભા રહો. આ પછી દીવાલના સહારાથી પુશ અપ્સ કરવાની કોશિશ કરો.
બોનસ ટિપ્સ : તમે ચાહો તો એક મુદ્રા આવી પણ કરી શકો છો જેમાં તમે તમારા બન્ને હાથને પાછળ રાખીને તેને પાછળની સાઈડ પર પુલ કરો અને ગળાને પણ પાછળની તરફ લઈ નમાવો. આ રીત નેક સ્ટ્રેચિંગ માટે સારી છે. આ પોઝિશનમાં તમે 15 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની કોશિશ કરો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી