ડ્રાયફ્રૂટ્સ ને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે આમાં શરીર માટે લગભગ દરેક જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, મગફળી વગેરે જેવા ડ્રાયફ્રુટ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યને અનેક લાભ પ્રદાન કરે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ હેલ્ઘી ફેટ, કાર્બોહાઇડ્રેટ, ઓમેગા થ્રી ફેટી એસિડ, ફાઇબર, એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમની સાથે અનેક પ્રકારના વિટામીન અને મિનરલથી ભરપૂર હોય છે. આનું દરરોજ સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને અનેક પ્રકારના ગંભીર જોખમોને પણ દૂર કરી શકાય છે. ડ્રાય ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર, બ્લડ-શુગર અને કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવામાં મદદ મળે છે.
પરંતુ દરેક વ્યક્તિ માટે ડ્રાયફ્રુટ્સનું સેવન ફાયદાકારક હોય છે? શુ ડ્રાય ફ્રુટ ખાવાથી દરેકને સમાન રીતે લાભ મળે છે? જો એક્સપોર્ટની માનીએ તો એવું બિલકુલ નથી, તેમના જણાવ્યા અનુસાર કેટલાક લોકો માટે ડ્રાયફ્રુટ્સનું સેવન અત્યંત નુકશાનદાયક બની શકે છે. એમ કહેવાય કે કેટલીક એવી સ્વાસ્થ્ય સ્થિતિઓમાં ડ્રાય ફ્રુટ ખાવાથી ફાયદાથી વધારે નુકશાન થઈ શકે છે. તો આવો જાણીએ કે એવી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે કે જેમાં ડ્રાયફ્રુટ્સના સેવનથી બચવું જોઈએ.કયા લોકોએ ડ્રાયફ્રુટ્સનું સેવન ન કરવું:-
1) અલ્સેરેટિવ કોલાઇટિસમાં ન ખાવા ડ્રાય ફ્રુટ્સ:- અલ્સેરેટિવ કોલાઇટિસ એક એવી સ્થિતિ છે જેમાં તમારા આંતરડામાં સોજો હોય છે. જેનાથી પેટમાં અલ્સર કે છાલાની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવા ફૂડનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવા અને પચવામાં સરળ હોય. સાથે જ તમારા આંતરડાની પરત ને વધારે નુકશાન ન પહોંચાડે. જો તમે આ સ્થિતિમાં ડ્રાયફ્રૂટ અને બીજ જેવા હાય ફાયબર રિચ ફુડનું સેવન કરો છો તો આ તમારા આંતરડાને નુકશાન પહોંચાડે છે. કેટલાક કિસ્સામાં મળત્યાગ દરમિયાન લોહી આવવાની સમસ્યા પણ જોવા મળી શકે છે.
2) બ્લોટિંગ અને પાચન સંબંધી સમસ્યાઓમાં:- ડ્રાયફ્રુટમાં ફેટ અને ફાયબરની વધુ માત્રા હોય છે. તેથી આને સારી રીતે પચવામાં થોડો સમય લાગે છે. તમારા પાચનતંત્રને આને પચાવવામાં ઘણી મહેનત કરવી પડે છે. જેનાથી આ પાચનતંત્રમાં વધારે સમય સુધી રહે છે, સાથે જ ગેસ અને આંતરડામાં સોજાને ટ્રિગર છે અને બદામ જેવા ડ્રાયફ્રુટની છાલમાં ટૈનિન પણ હોય છે જે પાચનમાં અડચણરૂપ બને છે. કેટલાક લોકોને ઉબકા જેવી સમસ્યા થાય છે. જો કોઈ વ્યક્તિ પહેલાંથી જ પાચન સંબંધી સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હોય તો ડ્રાયફ્રુટસ ખાવાથી તેની સ્થિતિ ખરાબ થઈ શકે છે.3) છાતીમાં બળતરા કે એસિડ રિફલક્સ:- ડ્રાયફ્રુટ માં હાજર ફેટ એસિડ રિફલક્સ એવા લોકોમાં વધારે બદતર બની જાય છે જેઓ પહેલાથી જ આ સમસ્યાથી પીડાતા હોય. તેથી જો તમે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓથી પરેશાન હોવ તો ભૂલથી પણ ડ્રાયફ્રુટનું સેવન ન કરવું.
4) જો ડ્રાયફ્રુટથી એલર્જી હોય તો:- અન્ય ફૂડ એલર્જીની જેમ લોકોમાં ડ્રાયફ્રુટથી પણ એલર્જી થવી અત્યંત સામાન્ય છે. મોટાભાગના લોકોમાં બદામ, અખરોટ, કાજુ વગેરેના સેવનથી એલર્જીની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. જો તમને ડ્રાયફ્રુટથી એલર્જી હોય તો તેના સેવનથી સખત રૂપે પરેજી પાળવી જોઈએ. આનાથી ત્વચામાં ફોલ્લીઓ, ખંજવાળ અને અન્ય એલર્જીની સમસ્યાઓ થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી