મિત્રો યુવતી હોય કે મહિલાઓ હોય દરેક એવું ઇચ્છતી હોય છે કે પોતાનો ચહેરો સુંદર અને ગોરો દેખાય. તેના માટે તેઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આવા બ્યુટી પ્રોડક્ટ લાંબા ગાળે આપણી સ્કીન ને નુકસાન પહોંચાડે છે. તેથી આજે અમે દૂધ જેવી ધોળી એક્ટ્રેસ તમન્ના ભાટિયાની સુંદર ત્વચાનું રહસ્ય જણાવીશું.
એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ત્વચા એટલી વધારે ફ્લૉલેસ છે કે એવું લાગે છે, જેમ કે તે દર વખતે મેકઅપ લગાવીને જ રાખતી હોય. એવું કહેવામાં જરાય ખોટું નથી કે તેમની ત્વચા બીટાઉન ની કોઈપણ બીજી એક્ટ્રેસ થી પણ વધારે સુંદર દેખાય છે. તેની પાછળનું કારણ મોંઘા મોંઘા પ્રોડક્ટથી વધારે એ ઘરેલુ નુસખા છે, જે આ નુસખા નાનપણથી જ ફોલો કરતી આવી છે. આ નુસખા ને તેમની માતા એ તેમને શીખવ્યા હતા. વૉગ ના વીડિયોમાં તમન્ના એ ન માત્ર તેના વિશે વાત કરી પરંતુ તેને જાતે બનાવીને અને લગાવીને પણ બતાવ્યું.
પરેશાન તમન્નાને માતાએ બતાવ્યો નુસખો:- અભિનેત્રીએ શેર કર્યું કે કામના કારણે તેમના ચહેરા પર વધારે સમય મેકઅપ લગાવેલો રહેતો હતો. તેનાથી તેમની ત્વચા પર અસર થતી હતી. તેઓએ જણાવ્યું કે આટલું બધું કેમિકલ ઉપયોગ કર્યા બાદ તેઓ ઇચ્છતી હતી કે તે પોતાના ચહેરા પર કેટલીક કુદરતી વસ્તુનો ઉપયોગ કરે. એવામાં તેમની માતાએ તેમને એક ઘરેલુ નુસખો જણાવ્યો. જેને તેઓ આજે પણ ફોલો કરે છે.ફેસ સ્ક્રબ:- તમન્ના એ ચહેરાને ક્લીન કરવાવાળા ઘરેલુ સ્ક્રબ ની રેસીપી શેર કરતા જણાવ્યું કે તેને બનાવવા માટે ત્રણ વસ્તુઓ જોઈશે. (ચંદન, કોફી, મધ.)
સ્ક્રબ બનાવવાની રીત:- સ્ક્રબ બનાવવા માટે તે એક ચમચી ચંદન, એક ટેબલસ્પૂન ઓર્ગેનિક કાચું મધ અને કોફી નાખે છે. એક્ટ્રેસએ જણાવ્યું કે પ્રયત્ન કરવો કે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ પસંદ કરવા જે ઓર્ગેનિક કે પછી કાચા હોય. આ ત્વચા ને વધારે ફાયદો પહોંચાડે છે. તમન્નાએ સલાહ આપી કે જે લોકોની સ્કીન ડ્રાય હોય તેઓએ આ મિક્સમાં મધનું પ્રમાણ વધારી શકે છે.
લગાવવાની રીત:- ત્રણે વસ્તુઓથી તૈયાર મિક્સરને તમન્ના પોતાના ચહેરા પર સરખી રીતે લગાવે છે. અભિનેત્રીએ શેર કર્યું કે આ આંખોની પાસે વાળા ભાગ પર તેને લગાવવાથી બચવું કારણકે તે ભાગ ખૂબ જ સેન્સિટીવ હોય છે. સ્ક્રબ નું મિક્સર ચહેરા પર લગાવ્યા બાદ તમન્ના હળવા હાથથી સ્ક્રબિંગ શરૂ કરે છે. તેને થોડી મિનિટ કર્યા બાદ તેઓ લગભગ દસ મિનિટ માટે પેસ્ટને ચહેરા પર લગાવીને છોડી દે છે અને પછી ફેસવોશ કરી લે છે.ઠંડી હોય કે ગરમી લાગાવે છે આ ફેસપેક:- તમન્નાએ શેર કર્યું કે ફેસ ક્લીન કર્યા બાદ તેઓ હાઇડ્રેશનને લોક કરવા માટે ઘરે જ તૈયાર કરેલો ફેસપેક લગાવે છે. તેના માટે તેઓ બેસન, દહીં અને ગુલાબજળને મેળવે છે. અભિનેત્રીએ કહ્યું કે ગુલાબજળ તેમની ત્વચા ની લાલાશ ને ઓછી કરવામાં મદદ કરે છે. અભિનેત્રીએ એ પણ શેર કર્યું કે જ્યારે તેઓ કોઈ ઠંડી જગ્યા પર શૂટ કરી રહી હોય છે તો તેઓ પહેલા સ્ટીમ લે છે જેથી છિદ્રો ખૂલી જાય અને ત્યારબાદ તેઓ બેસન ઠંડુ દહીં અને ગુલાબ જળથી તૈયાર પેક લગાવે છે.
બેસનનો પેક આવી રીતે લગાવે છે તમન્ના:- તમન્ના ભાટિયા તૈયાર પેસ્ટને આખા ચહેરા પર લગાવે છે. સ્ક્રબ થી ઉલટુ તે પેક ને આંખોની નીચે વાળા ભાગ પર પણ લગાવે છે. અભિનેત્રીએ જણાવ્યું કે જો તમારે આ પેકને ચહેરા પર ક્લિનઝિંગ ઇફેક્ટ જોઈએ તો તેને થોડું જાડું બનાવવું. જ્યારે ચહેરા પર હાઇડ્રિટી અને મોસ્ચ્યુરાઇઝિંગ ઇફેક્ટ જોઈએ તો તે દિવસે પેકમાં દહીંનું પ્રમાણ વધારે રાખવું. પેકને દસ મિનિટ ચહેરા પર રાખ્યા બાદ તમન્ના સાદા પાણીથી ફેસવોશ કરે છે.
કેમેરામાં બતાવી પેક ની અસર:- તમન્ના એ ફેસ પેક લગાવ્યા બાદ પોતાની ત્વચા પર જોવાતી તેની અસરને પણ શેર કરી. તેમને જણાવ્યું કે આનો ઉપયોગ કર્યા બાદ તેમની ત્વચા વધારે કોમળ અને સાફ થઈ ગઈ છે. અભિનેત્રીએ કહ્યું કે આટલા દિવસોથી સતત કામ કર્યા બાદ તેમને આ સ્કીન કેર ની ખૂબ જરૂરત હતી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી