ફિલ્મ એક્ટ્રેસ વિશે જાણવું લગભગ દરેક લોકોને ગમે છે. કોઈ ફિલ્મ એક્ટ્રેસ કઈ રીતે પોતાને ફીટ રાખે છે. તે માટે તે કેવો આહાર લે છે, કેવી કસરત કે યોગા કરે છે. આ બધું જાણવું એ દરેક લોકોને ગમે છે. જો તમે પણ ફીટ અને હીટ રહેવા માંગતા હો તો આજે અમે તમને સુષ્મિતા સેન ફિલ્મ એક્ટ્રેસ ની કેટલીક ફિટનેસ ટીપ્સ આપીશું. જે તમને હીટ અને ફીટ રાખવામાં મદદ કરશે.
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફિટનેસ ફ્રિક છે. સુષ્મિતા દેખાવમાં જેટલી સુંદર છે તેની ફિટનેસ પણ જોવા જેવી છે. ફીટ રહેવા માટે તે માત્ર જીમ જ નથી જતી પણ તેને ઇન્ટેન્સ યોગા, એક્રીલીક યોગા, સ્વીમીંગ પણ ખુબ જ પસંદ છે. સુષ્મિતા પોતાની ફિટનેસને બનાવી રાખવા માટે સ્ટ્રીકટ રૂટીન ને ફોલો કરવાનું પસંદ કરે છે.તેમજ સમયે સમયે પોતાના વર્કઆઉટ ને લગતા વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે આજકાલ સુષ્મિતા સેનને લઈને અનેક સમાચાર આવી રહ્યા છે. જેમાં બીઝનેસમેન અને ક્રિકેટ એડમીનીસ્ટ્રેટર લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે ડેટ કરવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુષ્મિતા સેન શરીરને ફીટ રાખવા માટે અને શરીરને ફલેકસીબલ બનાવવા માટે યોગાનો સહારો લે છે. આ માટે તે પાવર યોગાથી લઈને મેડીટેશન ને પણ પોતાના વર્કઆઉટમાં સામેલ રાખે છે.
સુષ્મિતા સેનની આ ફિટનેસ ફોટોમાં સાફ દેખાય છે કે શરીરને બેલેન્સ ને વધારવા માટે અને માનસિક શાંતિ માટે જો તમે સુષ્મિતા સેનની જેમ હેડ સ્ટેન્ડ વર્ક આઉટ ની પ્રેક્ટીસ કરશો તો પોતાના ઘણો બદલાવનો અનુભવ કરશો. સ્વીમીંગ એક ફૂલ બોડી વર્કઆઉટ છે. જે તમારા સ્નાયુઓને મજબુત કરવા અને પગની કેપેસીટી ને વધારવાનું કામ કરે છે. સુષ્મિતા પણ પોતાની ફિટનેસ વધારવા માટે અક્સર સ્વીમીંગ કરે છે અને તેને એન્જોય કરે છે.સુષ્મિતા પોતાની બોડીને ટોન્ડ રાખવા માટે જીમમાં ખુબ જ પરસેવો પાડે છે. પોતાના ઇન્ટેસ વર્કઆઉટ માં રીંગ જીમ્માસ્ટ, પશુઅપ, પુલઅપ, કિક બોક્સિંગ થી લઈને માર્શલ આર્ટ ના અલગ અલગ રીતનો પણ ઉપયોગ કરે છે. ચક્રાસન કરવાથી મગજમાં બ્લડ ફલો વધે છે અને બોડીમાં ફલોકસીબ્લીટી આવે છે. સુષ્મિતા સેન પણ પોતાના ડેઈલી રૂટીનમાં ચક્રાસન કરવાનું પસંદ કરે છે.
તમે પણ નિયમિત અભ્યાસમાં તેને સામેલ કરો અને પોતાની ફિટનેસ ને વધારી શકો છો. આમ પોતાની ફીટનેસ જળવાઈ રહે તે માટે તમારે નિયમિત રીતે કેટલાક યોગા તેમજ વર્કઆઉટ કરવું જોઈએ. તેનાથી તમારું શરીર ફીટ રહે છે. બોડીનું બેલેન્સ જળવાઈ રહે છે. સ્થૂળતા નથી આવતી. શરીરને હાલવા ચાલવામાં તકલીફ નથી પડતી. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. અને આમ તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો કો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી