દિવાળી પર જોવા મળ્યો દેશ પ્રેમ ! આ દુકાનદારોએ ચીની વસ્તુ વેંચવાની કરી બંધ, કારણ કે….

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તેવામાં લોકો દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોઈ પૂજા કરવાનો સામાન ખરીદી રહ્યાં છે, તો કોઈ ઘરને શણગારવામાં ડેકોરેટેડ વસ્તુઓ ખરીદે છે. ત્યાં, માર્કેટ્સ અને દુકાનોમાં વિવિધ-વિવિધ પ્રકારના દિવા અને અન્ય સામાનોને સજાવવામાં આવ્યા છે. આ વખતે માર્કેટમાં દેશી વસ્તુઓનું અન્ય વસ્તુઓ કરતા વધારે ડિમાન્ડ થઈ રહી છે. આ વખતે માર્કેટમાં દેશી વસ્તુઓની વધારે ડિમાન્ડ થઈ રહી છે. તેના કારણે માર્કેટથી ચાઇનીઝ પ્રોડક્ટ્સ લગભગ ગાયબ છે.

જી હાં, કોરોના વાયરસ ચીનની બદોલત વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે દરેક દેશની સરકાર, વેપારીઓ તથા સામાન્ય માણસો ચીન પર રોશે ભરાયા છે. જેના કારણે ચીનની વસ્તુઓનો પણ બહિષ્કાર કરે છે. તેવામાં દિવાળીને લગતી વસ્તુઓનો પણ આ વર્ષે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ત્યાં જો વાત ઉત્તરપ્રદેશની કરીએ તો અહીં મેરઠમાં દિવાળીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીની વસ્તુઓથી બધા માર્કેટ ભરાઈ ગયા છે. માટીના બનેલી વસ્તુઓ દુકાનો પર વધારે વેચાઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે આ સમયે ગયા વર્ષની જેમ વસ્તુઓનું વેંચાણ થઈ રહ્યું નથી. તેવામાં દુકાનદારોને ખાસ કોઈ ફાયદો પણ થઈ રહ્યો નથી.

મેરઠમાં સજાવટી ટેરાકોટા આઈટમ વેંચનારા દુકાનદારોનું કહેવું છે કે, તેમનો વ્યવસાય કોરોનાના કારણે પ્રભાવિત થયો છે. ત્યાં એક દુકાનદારે કહ્યું કે, કોરોના વાયરસના કારણે દુકાન પર ગ્રાહકો ખુબ જ ઓછા આવી રહ્યાં છે. વ્યાપાર ઓછો ચાલે છે. જ્યારે અમે કોઈ ચીની વસ્તુઓને વેંચી રહ્યાં નથી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જયપુરથી સમાચાર મળ્યા હતા કે, અહીં ગાયના છાણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં ઘણી મહિલાઓ સતત ગાયના છાણના દિવા બનાવી રહી છે, જેથી દિવાળી પર તે જ દિવાનું વેંચાણ થઈ શકે. કહેવામાં આવી રહ્યું છે કે, ગાયના છાણના દિવા ઇકો-ફ્રેન્ડલી છે. તેનાથી પર્યાવરણને પણ કોઈ નુકશાન થતું નથી. તે માટીમાં સરળતાથી મિક્સ થઈ જાય છે. જેનાથી જમીનની ખાતર શક્તિ વધે છે.

ત્યારે કહેવામાં આવી રહ્યું હતુ કે, રાજસ્થાનમાં આ વખતે ગાયના છાણના દિવાની માંગ ખુબ થઈ રહી છે. આ કારણ છે કે રાજધાની જયપુરમાં ગાયના છાણથી મહિલાઓનું એક સમૂહ ઇકો-ફ્રેન્ડલી દિવા તૈયાર કરી રહ્યાં છે. દરરોજ 100 મહિલાઓ 1000 દિવા તૈયાર કરી રહી છે. એક મહિલાએ કહ્યું કે, આજકાલ ચીનની બનેલી વસ્તુઓનો ઉપયોગ દિવાળીમાં વધારે કરવામાં આવી રહ્યો છે. તેનાથી વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યુ છે, કારણ કે આ સરળતાથી વિઘટિત થતું નથી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment