મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણા લોકો શેર બજારમાં રસ ધરાવતા હોય છે અને તેમાં ઘણું રોકાણ પણ કરતા હોય છે. તેમજ વિવિધ શેર ખરીદીને તેઓ તેનાથી નફો મેળવે છે. પણ અમુક વખતે તેમાં નુકસાન પણ થાય છે. પરંતુ શેર બજારમાં ઘણી એવી કંપની છે જે રોકાણકારોને કરોડપતિ બનાવે છે. આમ શેર બજારમાં થતો નફો લોકોને કરોડપતિ પણ બનાવી દે છે.
શેર બજારમાં ઘણા એવા શેર છે જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. હવે એવા જ એક સ્ટોકની ચર્ચા છે જેમાં રોકાણ કરનાર લોકોને કંપનીએ કરોડપતિ બનાવી દીધા. ખરેખર ગ્લોબલ જ્વેલરી ઈ-રિટેલર કંપની વૈભવ ગ્લોબલ લિમિટેડ એ પોતાના રોકાણકારોને 1 કરોડ રૂપિયા રિટર્ન આપ્યા છે. કંપની પોતાની લોંગ ટર્મ રોકાણકારો માટે મલ્ટી બેગર સાબિત થઈ છે અને આ કંપનીએ લાંબા સમય માટે રોકાણ કરનાર લોકોને કરોડપતિ બનાવી દીધા છે.શેરની કિંમતમાં 10,000% નો ઉછાળો : કંપનીના શેર છેલ્લા 10 વર્ષમાં Vaibhav Global ના શેરની કિંમતમાં 10,000% થી વધુ ઉછાળો આવ્યો છે. એટલે કે આ કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોના 1 લાખ રૂપિયાને 1 કરોડ રૂપિયાથી વધુ કરી દીધા છે.
22 મેં 2011 માં કંપનીના એક શેરની કિંમત માત્ર 8.10 રૂપિયા હતી, જે શુક્રવારે NSE પર 845 રૂપિયા બંધ થઈ છે. એટલે કે કંપનીએ 10 વર્ષમાં 10,460 નું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર 300% થી વધુ ઉછળ્યા છે.જાણી લો કંપનીનો કારોબાર શું છે ? : તમને જણાવી દઈએ કે Vaibhav Global મલ્ટીનેશનલ ઈલેક્ટ્રોનિક રીટેલર, હોલ્સેલર અને ફેશન જ્વેલરીની સાથે ફેશન એસેસરીઝની મેન્યુફેકચરર કંપની છે. તે પોતાના શોપિંગ ચેનલ અને ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા પોતાના પ્રોડક્ટ્સ વેંચે છે.
અમેરિકામાં આ કંપની પોતાની વેબસાઈટ www.shoplc.com અને બ્રિટેનમાં www.tjc.co.uk દ્વારા પોતાના પ્રોડક્ટ્સ વેંચે છે. FY21 ના Q4 માં Vaibhav Global ના નેટ પ્રોફિટમાં 41% નો વધારો થયો અને તે વધીને 56 કરોડ રૂપિયા રહ્યો છે. જે ગયા વર્ષની સમાન ક્વાર્ટરમાં માત્ર 39.74 કરોડ રૂપિયા રહ્યો હતો.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી