સામાન્ય દેખાતા આ દાણા એટલું લોહી વધારી દેશે કે જિંદગીમાં નહીં થાય શરીરમાં લોહીની કમી.. જાણીલો ઉપયોગની રીત

કિશમિશનું સેવન કરવું એ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. તેમાં ઘણા એવા ગુણો જોવા મળે છે જે શિયાળામાં થતા વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે. પરંતુ કિશમિશનું સેવન દરેક સિઝનમાં લાભદાયક માનવામાં આવે છે. બદામ, અખરોટ, કિશમિશ અને કાજુ જેવા ડ્રાયફ્રુટ્સને જો તમે મુઠ્ઠી ભરીને ખાય લો તો આખો દિવસનું પોષણ મળી જાય છે. કિશમિશ ખાવાના પણ ઘણા ફાયદાઓ છે, પણ તેને ખાવાની સાચી રીતે તમને ખબર હોવી જોઈએ.

કિશમિશ પલાળીને ખાવાથી થતા ફાયદાઓ : રાત્રે પાણીમાં કિશમિશને પલાળીને મૂકી દો. સવારે ફુલાઈ ગયા પછી કિશમિશનું સેવન કરો. તેને ખાવાની આ સૌથી સારી રીત છે. પલાળેલા કિશમિશમાં આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપુર માત્રામાં રહેલ છે. આ સિવાય તેમાં કુદરતી શુગર હોય છે જે નુકશાન નહિ કરે.હાઈ બ્લડ પ્રેશર માટે આ સૌથી ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેમાંથી મળતું પોટેશિયમ તત્વ હાઇપરટેન્શનથી બચાવે છે. સાથે જ તેને પલાળીને ખાવાથી તેની તાસીર ઠંડી થઈ જાય છે. જે લોકોને ગરમી અને મોઢાના ચાંદાની તકલીફ છે તો તેમણે પલાળીને જ તેનું સેવન કરવું જોઈએ.

રોગ પ્રતિકારક શક્તિ : પલાળીને કિશમિશને ખાવાથી તેમજ તેનું પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ મળે છે જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશર માટે આ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે કિશમિશ છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેમાંથી મળતો નાલા પોટેશિયમ તત્વ હાઇપરટેન્શનથી બચાવે છે.લોહીની કમી : તેમાં આયરન વધુ પ્રમાણમાં રહેલ છે. આથી તે એનિમિયાથી બચાવ કરે છે. આ સિવાય તેમાં કોપર પણ હોય છે જેનાથી રેડ બ્લડ સેલ્સ બને છે અને લોહીની કમી નથી થતી.

પાચન શક્તિ : કિશમિશનું નિયમિત સેવન કરવાથી ડાઈજેશનની સમસ્યાથી રાહત મળે છે. એક ગ્લાસ પાણીમાં 12 કિશમિશ પલાળીને ખાવાથી પેટ સાફ આવે છે.

શરીરને ડીટોક્સ : કિશમિશનું પાણી પીવાથી ટોક્સીન્સને શરીરમાંથી બહાર કાઢી શકાય છે. જેનાથી લીવરના રોગો, કિડનીની તકલીફ તેમજ પથરી વગેરેથી બચાવ થઈ શકે છે. આ સિવાય ત્વચા પર ચમક પણ આવે છે.કબજિયાત : કિશમિશનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે. આ સિવાય શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

વજન વધારવા : તેમાં વિટામીન, એમિન એસિડ અને સેલેનીયમ અને ફોસ્ફરસ ખનીજ તત્વ મળે છે. જે શરીર માટે ખુબ જ લાભકારી છે. તે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરીને વજન વધવામાં મદદ કરે છે.

કેન્સર : કિશમિશનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કટેચિંસ ઉચ્ચ માત્રામાં મળે છે. જેનાથી કેન્સરના જોખમને ઓછું કરી શકાય છે.ડાયાબિટીસ : તેમાં કુદરતી શુગર હોય છે આથી તે શુગરના દર્દી માટે લાભકારી છે. તે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે અને ઇન્સુલીન નિયંત્રિત કરે છે.

હાડકા : તે હાડકાઓ અને સાંધાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને પોષક તત્વ મળે છે. જે હાડકાઓને મજબુત બનાવે છે. તેનાથી ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઓછું થાય છે.

આંખ : કિશમિશનું સેવન કરવાથી આંખને ઘણો ફાયદો થાય છે. તે આંખના ઘણા રોગોથી બચાવ કરે છે અને નેત્ર શક્તિને વધારે છે.ત્વચા માટે : તે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ચહેરા પરથી કરચલીઓ અને ડાઘ, ખીલ દૂર થાય છે અને સ્કીન ગ્લો કરે છે.

વાળ માટે : તેમાં વિટામીન બી, લોહ, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વ મળે છે. તેના સેવનથી વાળ મજબુત બને છે અને વાળમાં ચમક આવે છે.કિશમિશથી થતા નુકસાન : કિશમિશનું સેવન આપણા માટે ફાયદાકારક છે. તેવી જ રીતે તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. કિશમિશમાં ફ્રુવટોઝની સાથે સાથે ગ્લુકોઝ પણ ભરપુર માત્રામાં હોય છે જે વજન વધારે છે. જરૂર કરતા વધુ સેવનથી શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ડાયરિયા, તાવ જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી એલર્જીની સમસ્યા પણ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment