મિત્રો હાલ શિયાળાની ઋતુ હોવાથી ઘણા લોકો આ ઋતુમાં સુકી ઉધરસની તકલીફ થતી હોય છે. આ સમયે તમે ઉધરસથી રાહત મેળવવા માટે પાણીની વરાળ લઇ શકો છો. તેનાથી તમારી ઉધરસની તકલીફ દુર થઇ શકે છે. તેમજ જો તમને ગળામાં ખરાશ કે કફની તકલીફ હોય તો તે પણ દુર થઇ શકે છે. તેમાં પણ ખાસ કરીને મીઠા વાળા પાણીની વરાળ લેવાથી વધુ ફાયદો થાય છે.
વરાળ લેવી માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી હોતું, પરંતુ તેનો પ્રયોગ ઘણી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ કરવામાં આવે છે. જેમાં શરદી, ઉધરસ, કફ, એલર્જીની સમસ્યા સૌથી સામાન્ય છે. સાથે જ જે લોકોને શ્વાસ લેવામાં સમસ્યા હોય, શ્વાસ લેવાના માર્ગ અને ગળામાં સોજાની સમસ્યા હોય તેમને પણ ઘણો આરામ મળે છે. જોકે અલગ અલગ સમસ્યાઓમાં વરાળ લેવાની રીત પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે લોકો ઉધરસ, ગળામાં ખરાશ અને કફ વગેરે જેવી સમસ્યાઓમાં પાણીમાં મીઠું નાખીને તેની વરાળ લેવાની સલાહ આપતા હોય છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ઉધરસની સમસ્યામાં જલ્દી રાહત મેળવવામાં મદદ મળે છે. મીઠાના પાણીથી વરાળ લેવી ઉધરસની સમસ્યા માટે કેટલી લાભદાયી થઈ શકે છે અને કેવી રીતે આ વિષય પર વધુ જાણકારી માટે અમે આયુર્વેદિક ડો. ભુવનેશ્વરી સાથે વાત કરી. આ લેખમાં અમે તમને ઉધરસની સમસ્યામાં મીઠાના પાણીની વરાળ લેવાના ફાયદાઓ વિશે તેમજ વરાળ લેવાની સાચી રીત જણાવીશું.
ઉધરસમાં મીઠાના પાણીની વરાળ લેવાના ફાયદા:- જ્યારે તમે પાણીમાં મીઠું, ખાસ કરીને સિંધાલું મીઠું નાખીને વરાળ લો તો, તે શ્વસન માર્ગના સોજાને મટાડવામાં ખૂબ જ મદદ કરે છે. તે બંધ નાક ખોલવામાં, કફ દૂર કરવામાં મદદ કરે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે. તે સિવાય ઉધરસની સમસ્યા થાય ત્યારે ગળાની બળતરા શાંત કરે છે, સાથે જ તેનાથી ગળાની ખરાશ દૂર કરવામાં પણ મદદ મળે છે. તેનાથી ગળામાં સોજો, ફેફસાનો સોજો મટે છે અને ઇન્ફેક્શનમાં સુધારો થાય છે. આમ તે માત્ર ઉધરસ દૂર કરવામાં જ નહીં પરંતુ નાકની ઊંડાણ સુધી સફાઈ કરે છે. જેનાથી હાનિકારક બેક્ટેરિયાને સાફ કરવામાં અને એલર્જી વગરેની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. ઉધરસમાં મીઠાના પાણીની વરાળ કેવી રીતે લેવી:- જો તમે ગંભીર ઉધરસની સમસ્યાથી જજૂમી રહ્યા હોય તો, તમારે દિવસમાં 2-3 વખત પાણીમાં મીઠું નાખીને વરાળ જરૂર લેવી જોઈએ. તે માટે તમારે બસ પાણીમાં ¼ ચમચી મીઠું નાખવાનું છે અને ઉકાળવાનું છે. આ પાણીને વરાળ લેવા માટે ઉપયોગમાં લો. જો તમારી પાસે ઇનહેલર હોય તો તમે તેમાં પાણીમાં મીઠું નાખીને પણ ઉપયોગમાં લઈ શકો છો. સિંધાલું મીઠુંનો પ્રયોગ સૌથી લાભદાયી હોય છે. તે તમને જલ્દી ઉધરસ, કફ અને ગળાની ખરાશથી રાહત પ્રદાન કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી