મિત્રો આપણા શરીરમાં ફેફસાનું ખુબ મહત્વનું કામ કરે છે. તે ઓક્સિજનને શુદ્ધ કરીને શરીરને આપે છે. આથી ફેફસાને તંદુરસ્ત રાખવા તે આપણા માટે ખુબ જરૂરી છે. પણ હાલનું પ્રદુષણ અને કોરોનાને જોતા આપણા ફેફસા ખુબ કમજોર બનતા જાય છે. આથી ફેફસાને તંદુરસ્ત રાખવા માટે ઘણી એવી વસ્તુઓ પણ જેનાથી દુર રહેવું ખુબ જરૂરી છે ચાલો તો આ વિશે વધુ વિગતે વાત કરીએ.
મિત્રો માણસને શ્વાસ લેવા માટે પોતાના ફેફસા સ્વસ્થ રાખવા ખુબ જરૂરી છે. આમ ફેફસા એ શરીરનો ખુબ અહેમ ભાગ છે. કોરોના મહામારી અને વધતા પ્રદુષણને કારણે આપણા ફેફસા કમજોર બનતા જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વાસ ફુલાઈ છે. આમ ફેફસાને હેલ્દી રાખવા માટે હેલ્દી ડાયટની જરૂર છે.
આ સિવાય ફેફસા એ ઓક્સિજનને ફિલ્ટર કરવાનું કામ કરે છે. હેલ્દી રહેવા માટે ફેફસાનું કોઈ પણ અડચણ વગર કામ કરવું જરૂરી છે. આમ ફેફસાને મજબુત કરવા માટે હેલ્દી ડાયટની જરૂર છે, તેટલા જ જરૂરી છે ઘણા ફુડ્સથી દુર રહેવું. કારણ કે ફેફસાને માત્ર પ્રદુષણ જ નુકસાન નથી કરતું પણ ઘણી એવી વસ્તુઓ પણ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે પણ આપણા ફેફસા માટે હાનિકારક હોય શકે છે. આમ શિયાળા સારું ડાયટ ફેફસાને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે અને શરીરને હેલ્દી રાખવા માટે પણ જરૂરી છે. ચાલો તો આપણે એવા ફુડ્સ વિશે જાણી લઈએ.આલ્કોહોલ : જેમ કે તમે જાણો જ છો કે, આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખુબ વધુ પ્રમાણમાં શરાબ પીવાથી ફેફસા ખરાબ થઈ જાય છે. શરાબમાં રહેલ સલ્ફેટસ અસ્થમાનું કારણ બની શકે છે. જ્યારે ઇથેનોલ તમારા ફેફસાની કોશિકાઓને પ્રભાવિત કરે છે. ખુબ વધુ શરાબ પીવાથી નીમોનીયા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
મીઠું : જો કે મીઠાને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પણ તેઓ ઉપયોગ પણ સીમિત માત્રામાં થવો જોઈએ. આમ વધુ પ્રમાણમાં મીઠાનું સેવન ફેફસાની સમસ્યા વધારી શકે છે. આથી ફેફસાને હેલ્દી રાખવા માટે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.સોફ્ટ ડ્રીંક : જો કે સોફ્ટ ડ્રીંક પીવું સૌને ગમે છે. પણ વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રીંકનું સેવન હેલ્થ અને ફેફસા માટે હાનિકારક છે. સ્વીટ સોફ્ટ ડ્રીંક પીનાર લોકોમાં ફેફસાની સમસ્યાઓ થવાની સંભાવના વધુ રહેલી છે.
પ્રોસેસ્ડ મીટ : એવું માનવામાં આવે છે કે, પ્રોસેસ્ડ મીટને સંસધિત અને સંરક્ષિત કરવામાં ઉપયોગમાં લેવાતા નાઈટ્રાઈટ ફેફસામાં સોજો અને તણાવ ઉત્પન્ન કરે છે. આમ પ્રોસેસ્ડ મીટ ફેફસા માટે નુકસાનકારક છે.ફ્રાઈડ ફૂડ : હાલ તો દરેક લોકોને તળેલું, તીખું અને ચટાકેદાર ખુબ જ પસંદ આવતું હોય, પણ જો તમે તમારા ફેફસાને હેલ્દી રાખવા માંગતા હો, તો તમારે આ ફૂડસનું સેવન ઓછું કરવું પડે છે. આમ તળેલું એ ફેફસાને ખુબ નુકસાન કરે છે.
(નોંધ : આ જાણકારી સામાન્ય સુચનાઓના આધારે છે, જેની કોઈ ચોક્કસ માહિતી નથી. જેના પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞની માહિતી ચોક્કસ લેવી.)
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી