આજકાલ લોકો ખરાબ ખાનપાન અને ભાગદોડ ભરેલી જિંદગીમાં શરીરના મોટાપા સાથે લડી રહ્યા છે. સાથે જ એક જ સીટ પર કલાકો સુધી કામ કરવાથી પેટની ચરબી વધવા લાગે છે. એક વાર શરીરની ચરબી વધી જાય પછી તેને ઘટાડવી એ ખુબ જ મોટો પડકાર બની જાય છે.
શરીરના મોટાપા સિવાય, પેટ પર જમા થયેલી ચરબી સૌથી મોટી સમસ્યાઓ માંથી એક છે. જો તમે પણ ઝડપથી વજન અને પેટની ચરબી ઘટાડવા માંગો છો, તો આ સમાચાર તમને મદદ કરી શકે છે. સાઇડ પ્લેન્ક વર્કઆઉટને કરીને તમે ફક્ત 15 થી 20 દિવસમાં તેની અસર જોશો.
સાઈડ પ્લેન્ક : આજે અમે તમને એક એવી કસરત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે પેટની ચરબી અને વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આ કસરતનું નામ સાઈડ પ્લેન્ક છે, આ સાથે તમારે તમારા આહાર પર પણ ખાસ ધ્યાન આપવું પડશે, તો જ તમે વધુ સારા પરિણામો મેળવી શકશો.
વજન ઘટાડવા માટે આહારમાં પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ કરો : ડાયટ એક્સપર્ટના કહ્યા અનુસાર, વજન ઘટાડવા માટે તમારા ખોરાકમાં ફાઇબર અને પ્રોટીનની વધુ માત્રા લેવાથી તમારી ઉર્જા વધે છે, જેના કારણે તમે ઝડપથી કામ કરી શકો છો અને તમારી કેલરી બળી જાય છે. ડાયટ સાથે સાઈડ પ્લેન્ક વર્કઆઉટ કરો.
સાઈડ પ્લેન્ક વર્કઆઉટ કેવી રીતે કરવું : સૌ પ્રથમ તમારા પેટના બળે સીધા સૂઈ જાઓ. હવે કોણીને વાળો અને તમારી બાહોના આગળના ભાગ પર શરીરનો ભાર આપો. હવે તમારા શરીરને સીધું રાખો અને હલાવવું નહિ. આ કસરત દરમિયાન પેટના સ્નાયુઓને ઢીલા ન મુકવા.
હવે તમારા માથા પર દબાણ કર્યા વગર જમીન તરફ જુઓ. તમારી ક્ષમતા અનુસાર આ સ્થિતિ જાળવી રાખો. આ કસરત દરમિયાન ધીમે ધીમે શ્વાસ અંદર અને બહાર કરો.
આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરો : ડાયટ એક્સપર્ટના કહ્યા અનુસાર, વજન ઘટાડવા માટે તમારા માટે હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. આ માટે, તમારે ખોરાકમાં ઈંડા, માછલી, દાળ, સીફૂડનો સમાવેશ કરવો જોઈએ.
એક જ સમયે વધુ ખોરાક ખાવાને બદલે, તમારે 2-2 કલાકના સમયે થોડો થોડો ખોરાક લેવો જોઈએ, અથવા તમે એક સમયે ખાતા તમામ ખોરાક, તેને ત્રણ-ચાર ભાગમાં વહેંચો અને 2 કલાકના અંતરાલમાં ખાવ. ખોરાકમાં ફાઇબરથી ભરપૂર ખોરાક લેવો, જેથી તમારા પેટની ચરબી ઓછી થઈ શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી