આયુર્વેદ અનુસાર કોઈ પણ વસ્તુઓનું સેવન એક સીમિત માત્રામાં કરવું જોઈએ. જો કોઈ ફૂડનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. તો આજે આ લેખમાં અમે તમને જાંબુડા વિશે જણાવશું, જેનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને શું નુકશાન થાય. માટે આ લેખને અંત સુધી જાણો.
જેઠ મહિનામાં જાંબુડા ખુબ જ આવે છે. ઔષધીય ગુણોથી ભરપુર જાંબુડા ઘણી બીમારીઓથી રક્ષણ આપે છે. જાંબુડા ખાવાથી ઇમ્યુનિટી મજબુત થવાની સાથે તેના અગણિત ફાયદાઓ પણ થાય છે. શરીરમાં લોહીની કમી પૂરી કરવાની સાથે સાથે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટેની સૌથી સારી ઔષધી છે. જાંબુડા ફળ જ નહિ પણ તેની ઠળિયા અને પાન પણ બીમારી સામે રક્ષણ આપે છે. જ્યાં તે એક બાજુ શરીર માટે સારા છે તો ઘણી વખત તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.ઘણા લોકો એવા હોય છે તેના સારા ફાયદાઓ જાણીને વધુ પ્રમાણમાં સેવન કરવા લાગે છે. પણ તમને જણાવી દઈએ કે આવું કરવાથી તમને નુકશાન થઈ શકે છે. આયુર્વેદ અનુસાર કોઈ પણ વસ્તુનું સેવન ઔષધિના રૂપમાં જ કરવું. ઘણી વખત વધુ સેવન કરવું અન્ય બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો તો જાણી લઈએ જાંબુડાનું સેવન કોણે ન કરવું જોઈએ.
બ્લડ શુગર : સામાન્ય રીતે આયુર્વેદ અનુસાર જાંબુડાનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. જાંબુડાનું ફળ અથવા ઠળિયાનો પાવડર ડાયટમાં સામેલ કરીને તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. પણ ઘણા લોકો તેનું વધુ પડતું સેવન કરે છે. જેના કારણે લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. માટે હંમેશા તેનું સેવન લિમીટેડ પ્રમાણમાં જ કરવું જોઈએ.કબજિયાત : જાંબુડામાં ભરપુર માત્રામાં વિટામીન સી મળે છે. તેવામાં તેનું વધુ પડતું સેવન કબજિયાતની તકલીફને વધારી શકે છે.
એક્નેની સમસ્યા : જો જાંબુડાનું વધુ સેવન કરવામાં આવે તો તેના કારણે તમને એક્નેની સમસ્યા પણ થઈ શકે છે.
ઉલ્ટીની સમસ્યા : ઘણા લોકોને જાંબુડા ખાધા પછી ઉલ્ટીની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ આ સમસ્યા થાય છે તો તેનું સેવન ન કરવું જોઈએ.લોહીના ગઠ્ઠાની સમસ્યા : એથેરોસ્કલેરોસીસ અને રક્તના ગઠ્ઠાથી સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકો માટે જાંબુડાનું સેવન ખતરનાક થઈ શકે છે.
સર્જરી : જાંબુડા બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. આથી સર્જરી દરમિયાન અને પછી તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારું બ્લડ શુગર સ્થિર રહે અને સર્જરી પહેલા બે અઠવાડિયા અગાઉ જાંબુડાનું સેવન બંધ કરી દેવું જોઈએ.
વાત્ત દોષ : જો તમે વાત દોષ સંબંધિત સમસ્યા છે તો જાંબુડાનું સેવન ન કરવું જોઈએ.એસીડીટી : જાંબુડાને ખાલી પેટ ન ખાવા જોઈએ અને દૂધ પીધા પછી તેનું સેવન ન કરવું જોઈએ. કેમ કે જાંબુડામાં રહેલી ખટાશને કારણે એસીડીટીની સમસ્યા થઈ શકે છે.
આમ જાંબુડાનું સેવન કરતા પહેલા થોડી સાવધાની રાખવી જરૂરી છે. જેથી કરીને તમને કોઈ ગંભીર બીમારી ન થાય અને તમે તંદુરસ્ત રહી શકો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી