આદુનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, શરીરને થઈ શકે આવા જીવલેણ નુકશાન. આવા લોકોએ ભૂલથી પણ ન કરવું સેવન…

દરેક વસ્તુનો અતિ ઉપયોગ ખૂબ જ ખરાબ હોય છે અને પછી તે સ્વસ્થ ભોજન જ કેમ ન હોય. એવું જ કંઈક આદુની સાથે પણ છે. આદુ ભલે એન્ટિ-ઇન્ફ્લેમેટરી સહિત ઘણા બધા ગુણોનો ભંડાર છે પરંતુ તેના વધુ સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. આદુની ચા અને તેનો શાકભાજીમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તે બધાં જ પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે.

આદુ ના ફાયદાની જો વાત કરીએ તો તે પાચનમાં સુધારો કરે છે અને માસિક ધર્મમાં થતા ખેંચાણને પણ ઓછું કરવા માટે મદદ કરે છે, ગળાની ખરાશમાં પણ ઇલાજ કરે છે. ઊબકા આવે તેમાં પણ મદદરૂપ થાય છે, વજન ઘટાડવા માટે પણ સહાયક છે, મેદસ્વીતાથી ઝઝૂમી રહેલા લોકો માટે પણ ફાયદાકારક હોઈ છે.

સવારે ખાલી પેટે આદુનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે આપણા શરીરમાંથી સોજો, શરદી ખાંસીની સમસ્યાને અને બીજા ઘણા બધા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. તેની સાથે જ આપણે સંપૂર્ણ દિવસ એનર્જેટિક અને ફ્રેશ અનુભવ કરીએ છીએ, પરંતુ તેના ઘણા બધા નુકશાન પણ હોઈ શકે છે ચાલો જાણીએ કઈ રીતે છે નુકસાનકારક.

1) ગળામાં બળતરા : આદુમાં ટોન્સિલ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થતી બળતરાને દૂર કરવામાં મદદ મળે છે. પરંતુ તેનું વધુ સેવન ગળામાં મ્યુકોશલ લાઈનને નુકસાન કરી શકે છે આદુનો તીખો સ્વાદ વધુ સેવન કરવાથી તકલીફ ઉભી કરી શકે.

2) ઝાડા : આદુ એક એવું તત્વ છે જે પાચનક્રિયાને ઝડપી અને સ્વસ્થ રાખે છે પરંતુ જ્યારે તમે તેનું વધુ સેવન કરો છો ત્યારે તેમાં સમાવિષ્ટ સંયોજનો આંતરડામાંથી ખોરાક બહાર જવાની ગતિને ઝડપી બનાવે છે જેના કારણે ઝાડા થાય છે.

3) રક્તસ્ત્રાવ વધારી શકે છે : આદુમાં એન્ટી-પ્લેટલેટ ગુણ જોવા મળે છે અને જ્યારે તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે રક્તસ્ત્રાવને પ્રેરિત કરી શકે છે. તે સિવાય જ્યારે આદુંને લવિંગ અને લસણની સાથે ઉમેરવામાં આવે છે ત્યારે રક્તસ્ત્રાવ ખરાબ થઈ શકે છે.

4) હૃદયના સ્વાસ્થ્ય ઉપર પડે છે અસર : હૃદયની સમસ્યાઓથી ઝઝૂમી રહેલા દર્દીઓ અને દવા લેતા દર્દીઓને લગભગ આદુના પ્રભાવ વિરુદ્ધ ચેતવણી આપવામાં આવે છે. પહેલા જણાવવામાં આવ્યું કે હૃદય રોગીઓ માટે આદુનું વધુ પડતું સેવન હૃદયના અનિયમિત ધબકારાનું જોખમ વધારી શકે છે.

5) ગર્ભપાતનું જોખમ : ગર્ભપાતના જોખમના કારણે જે મહિલા માતા બનવાની છે તેમને આદુનું સેવન ન કરવા કરવાની ચેતવણી આપવામાં આવે છે. સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને પોષણ વિશેષજ્ઞએ લાંબા સમયે ગર્ભપાતના જોખમને ઓછું કરવા માટે એક દિવસમાં 1500 મિલીગ્રામથી ઓછું આદુ લેવાની સલાહ આપી છે. પરંતુ સુરક્ષિત રહેવા માટે નવ મહિનાની અવધિ માટે સંપૂર્ણ પ્રકારના સેવન કરવાથી બચો.

6) આદુ કેટલી માત્રામાં ખાવું જોઈએ : આદુના ચૂર્ણને બે ગ્રામની માત્રામાં સામાન્ય ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવું જોઇએ. તેનાથી સામાન્ય સોજો અને સોજાની બીમારી સારી થઈ જાય છે. આદુના ૧૦ થી ૨૦ મિ.લિ રસમાં ગોળ ઉમેરી સવારે તેનું સેવન કરવાથી સોજો મટે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment