શિવલિંગીના બીજ ઘણી બીમારીઓમાં દવા રૂપે લેવામાં આવે છે. તેનું સેવન સાધારણ બીમારીથી લઈને નિઃસંતાન પણાની સમસ્યા નિવારવામાં પણ થાય છે. શિવલિંગીને સંસ્કૃતમાં બહુપત્રા, શીવલ્લી કહેવાય છે. જ્યારે ઈંગ્લીશમાં બ્રાયોનીયા લેસીનોસાના નામથી ઓળખાય છે. બીમારીઓમાં તેનું સેવન કરવામાં આવે છે. પણ તેનું વધુ સેવન પણ નુકશાનકારક છે. એવામાં કોઈ એક્સપર્ટની સલાહ લેવી ખુબ જરૂરી છે.
તાવમાં દવા રૂપે : શિવલિંગીના બીજ માત્ર તાવને જ દૂર નથી કરતા પણ દુઃખાવામાં પણ આરામ આપે છે. તેની અંદર એન્ટી ફીવર ગુણ રહેલ છે, જે તપેદિકને દૂર કરવાની સાથે ટાઈફોઈડ જેવા ગંભીર તાવને પણ દૂર કરી શકે છે. તેના ચૂર્ણનું સેવન પેટના સોજાને દૂર કરી શકે છે. પણ તેના સેવન પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.કબજિયાત : અસંતુલિત આહાર અને ખરાબ ખાનપાનના કારણે લોકોને કબજિયાતની પરેશાની રહેતી હોય છે. તેવામાં તેઓ ઘણા ચૂર્ણ અને દવાઓનું સેવન કરે છે. પણ આવા લોકોએ સૌથી પહેલા પાચનતંત્ર મજબુત બનાવવું જોઈએ. આ માટે શિવલિંગીના બીજનું સેવન આ સમસ્યાને દૂર કરી શકે છે. તે ભોજન ખુબ જ સરળતાથી પચાવે છે.
વજન : હાલના સમયમાં વજન વધારો એ એક મોટી સમસ્યા છે. ઘણા લોકો વજન ઓછો કરવા માટે ખુબ જ કસરત કરે છે, જીમ જાય છે, તેમજ ખાનપાનમાં પણ કંટ્રોલ કરે છે. પણ વજન ઓછો થતો નથી. તેવામાં શિવલિંગીના બીજ તમારો વજન ઓછો કરવામાં ખુબ અસરકારક સાબિત થઈ શકે છે.
પ્રેગનેન્સીમાં અને નવજાત શિશુ માટે : શિવલિંગીના બીજ ગર્ભધારણ કરવામાં મદદ કરવાની સાથે તે નવજાત શિશુને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. તેવામાં ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવું એક સારો વિકલ્પ છે. પણ તેનું સેવન કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.
પાચન તંત્ર : શિવલિંગીના બીજનું સેવન કરવાથી આંતરડાના કામમાં સુધાર આવે છે. સાથે જ તે મળ ત્યાગમાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાથી લડવામાં તે સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, અપચો અને એસીડીટીની સમસ્યાને દૂર કરવામાં પણ તે ખુબ જ ઉપયોગી છે.
શિવલિંગીના બીજની સાઈડ ઈફેક્ટ : શિવલિંગીના બીજનું સેવન માત્ર ડોક્ટરની સલાહ લઈને જ કરવું. કારણ કે શિવલિંગીના બીજની ખોટી માત્રા નુકશાન કરી શકે છે. શિવલિંગીના બીજને જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે પરેશાનીનું કારણ બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી