જયારે શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે ત્યારે તમે અનેક નાના મોટા ઉપાયો કરીને તેને કંટ્રોલ કરો છો. આવાજ એક ઉપાયમાં તલનો ઉપયોગ તમે કરી શકો છો. આ માટે તમારે એ જાણવું જરૂરી છે કે તલનું સેવન કઈ રીતે કરવું જોઈએ. આ માટે તમે વાંચી લો આ માહિતી. બ્લડ પ્રેશરમાં ખુબ જ અસરકારક છે આ ઉપાય.
બ્લડપ્રેશરનું સ્તર વધારે હોવું અથવા હાઇ બ્લડ પ્રેશર એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેને મેડિકલ ભાષામાં હાઇપરટેન્શન કહેવામા આવે છે. આ બીમારી આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. વર્તમાનમાં મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડિત છે. પરંતુ જો વધુ સમય સુધી બ્લડપ્રેશર અનિયંત્રિત રહે તો, તે ઘણી ગંભીર બીમારીઓના જોખમને વધારી શકે છે, જેમકે હાર્ટ એટેક અને સ્ટ્રોક વગેરે. માટે જ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.હાઇ બ્લડપ્રેશર ખાણીપીણી અને જીવનશૈલીથી જોડાયેલી એક બીમારી છે. માટે જ જ્યારે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાની વાત આવે છે ત્યારે તેમાં આહાર અને જીવનશૈલીની આદતોમાં ફેરફાર એક મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો હાઇ બ્લડપ્રેશરને ઘટાડવા માટે તલનું સેવન ખૂબ જ લાભદાયી થઈ શકે છે? હા તમે બિલકુલ સાચું વાંચ્યું! આજના આ લેખમાં આપણે જાણીશું હાઇ બ્લડપ્રેશર ઘટાડવા માટે તલ ખાવાના ફાયદા.
હાઇ બ્લડપ્રેશરને ઘટાડવા માટે કેવી રીતે ફાયદાકારક છે તલનું સેવન:- ડાયેટિશિયન ના મત મુજબ, તલમાં ખાસ કરીને કાળા તલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે હાઇ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામા મદદ કરે છે. તેની સાથે જ તલમાં અન્ય ઘણા પોષકતત્વો પણ રહેલા હોય છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં યોગદાન આપે છે જેમકે, વિટામિન ઇ, એંટીઓક્સિડેંટ અને લીગ્નાંસ. આ જરૂરી પોષકતત્વો ધમનીઓમાં પ્લેકના નિર્માણને અટકાવે છે અને બીપી કંટ્રોલ કરે છે. આ સિવાય તલના સેવનથી કોલેસ્ટ્રોલ અને સોજા ઘટાડવામાં પણ મદદ મળે છે. જે બ્લડપ્રેશર અનિયંત્રિત હોવાનું એક કારણ છે.
બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે તલનું સેવન કેવી રીતે કરી શકો છો?:- ડાયેટિશિયન ના મત મુજબ, તલનું સેવન અથવા તો તલને ડાયટમાં સમાવિષ્ટ ઘણા પ્રકારે કરી શકાય છે. તલના બીજને તમે સલાડમાં સમાવિષ્ટ કરી શકો છો, સ્મૂદીઝમાં નાખીને તેનું સેવન કરી શકાય છે, મીઠાઈમાં ગોળ નાખી શકાય છે, તલના લાડવા બનાવીને ખાઈ શકાય છે, સાથે જ બ્રેડ, ક્રેકર્સ, વગેરેને ગાર્નિશ કરવા માટે પણ તલનો ઉપયોગ કરી શકાય છે અને તેનું સેવન કરી શકાય છે.
એક્સપર્ટ શું સલાહ આપે છે:- એક્સપર્ટ મુજબ તલનું સેવન કરવાથી હાઇ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમારે માત્ર કોઈ વિશેષ ભોજન કે આહારના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં. તમારે હાઇ બ્લડપ્રેશર ઘટાડવા અને તેને નિયંત્રિત કરવા માટે તમારી જીવનશૈલીની અમુક આદતોમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. તે માટે તમારે થોડો વ્યાયામ પણ કરવો જોઈએ. શારીરિક ગતિવિધિઓ પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.આ પણ ધ્યાન રાખવું:- હાઇ બ્લડપ્રેશર ઘટાડવા માટે તલ ખાવા ફાયદાકારક સાબિત થઇ શકે છે પરંતુ, વધારે માત્રામાં તેનું સેવન કરવાથી બચવું જોઈએ. જો તમને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો એવામાં કઈ પણ કરતાં પહેલા પોતાના ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. તે સિવાય સ્મોકીંગ ન કરવું અને કેફિનનું સેવન સીમિત માત્રામાં કરવું.
આમ તમે તલનું સેવન કરીને તમારા શરીરમાં વધેલ અથવા તો ઘટી ગયેલ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. તેમજ તેમાં રહેલ અન્ય પોષક તત્વો તમને જરૂરી પોષક તત્વો પુરા પાડે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી