નખ ચાવવાથી આવી શકે છે આટલા ભયાનક પરિણામ.. શરીરના આ અંગો થઈ જશે બેકાર

મિત્રો ઘણા લોકોને એવી આદતો હોય છે જેમાં તેઓ અજાણતા જ પોતાને જ નુકશાન કરી બેસે છે. આવી આદતો જેવી કે નાકમાં આંગળી નાખવી, મોઢામાં નખ નાખી તેને ચાવવા, વારંવાર માથામાં હાથ ફેરવવો, પોતાના નાકને વારંવાર અડવું વગેરે. આ બધી આદતો આપણે કદાચ અજાણતા કરતા હોઈએ છીએ. પણ આપણે ઈચ્છીએ છતાં પણ તે ટેવ જતી નથી. પણ કદાચ તમે તેના કેટલાક ગેરફાયદા જાણી લેશો તો કદાચ તમે આવી આદતો છોડી શકશો.

નાનપણથી આપણે સંભાળતા આવ્યા છીએ કે નખ ચાવવા ખરાબ આદત છે. પણ કેમ તેને ખરાબ ટેવ કહેવાય છે તેના વિશે ક્યારેય કોઈએ વિસ્તારથી નથી કહ્યું. એ તો દરેક વ્યક્તિ જાણે છે કે તેનાથી બીમારી થઈ શકે છે. પણ કેટલી ગંભીર બીમારીઓ અને હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે જેના વિશે આજે તમને આ લેખમાં જણાવીશું.વાસ્તવમાં નખ ચાવવા એક એવી આદત છે જેને સમય પહેલા જ રોકવામાં ન આવે તો આ આદત આપણી દૈનિક જીવનમાં સામેલ થઈ જાય છે. અને આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે આપણને નખ ખોતરવા શરૂ કરી દીધા છે. એક શોધ અનુસાર આખી દુનિયામાં 30% જેટલા લોકો નખ ચાવવાની આદતથી ટેવાયેલા છે. ચાલો તો તેના કેટલાક ગંભીર નુકશાન વિશે જાણી લઈએ.

સ્કીન ઇન્ફેકશન : હેલ્થ અનુસાર નખ ચાવવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. જેનાથી ચહેરા પર રેડનેસ, સોજા વગેરે આવી શકે છે. એટલું જ નહિ ઘણી વખત તો નખની નીચે પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે ત્યાં પૂરું થઈ જાય છે અને અસહ્ય દુઃખાવો થાય છે. એવામાં એન્ટી બેક્ટેરિયલ દવાઓની જરૂર પડે છે. આમ એટલું દુઃખ સહેવા કરતા સારું છે કે તમે આ આદત જ છોડી દો.સંધિવા અથવા કાયમી વિકલાંગતા : જ્યારે આપણે મોઢાની અંદર સતત નખ લઈ જઈએ છીએ તો પેરોનીશીયા જેવા ઘણા બેક્ટેરિયા શરીરમાં આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે અને હાથ પગના સાંધાને પ્રભાવિત કરે છે. તેને સેપ્ટિક અર્થરાઈટીસ પણ કહે છે. જેનો ઈલાજ સહેલો નથી. એટલું જ નહિ તે કાયમી વિકલાંગતાનું કારણ પણ બની શકે છે.

નખ પર અસર : જો તમને નખ ખોતરવાની ખરાબ ટેવ છે તો તેના કારણે નખની અંદરના ટીશું ખરાબ થઈ જાય છે. જે કાયમ માટે ડેમેજ થઈ શકે છે. ઘણી વખત આ ટેવને કારણે નખ વધવા પણ બંધ થઈ જાય છે. અને જો આ સમસ્યા એક વખત થઈ તો પછી તેને રોકવી અસંભવ છે.દાંતને નુકશાન કરે છે : એવું જાણવા મળ્યું છે કે, જે લોકો નખ ચાવે છે તેના સામેના દાંતમાં ઘણી સમસ્યા આવી શકે છે. તેના કારણે દાંત તૂટી શકે છે. દાંતમાં જગ્યા થઈ શકે છે અને દાંતમાં ખરાબ ડાઘ પણ જામી જાય છે. તેનાથી દાંત નબળા થવા અને પડવાનો ખતરો પણ વધી શકે છે. આ ટેવ પેઢાઓને પણ કમજોર બનાવે છે.

દાંત વાંકા ચુકા થઈ જાય છે :  જો નાનપણમાં નખ ચાવવાની ટેવ છોડવામાં ન આવે તો દાંત વાંકા ચૂકા પણ થઈ શકે છે. વાસ્તવમાં એ જોવામાં આવ્યું છે કે, આપણે દાંતથી નખ ચાવીએ છીએ તો તે માટે એક અથવા બે દાંતનો જ ઉપયોગ કરીએ છીએ. આ દાંતને સતત ચાવવાથી દાંતની પકડ ઢીલી થઈ જાય છે અને તેનો આકાર બદલાય જાય છે. નાનપણની આ આદતના કારણે દાંત પર બ્રેસીઝ પહેરવાની જરૂર પડી શકે છે.પેઢામાં દુઃખાવો થવો : ઘણી વખત નખના ટુકડા મોઢાની અંદર રહી જ જાય છે અને તે પેઢામાં ફસાઈ જાય છે અને પેઢામાં લોહી આવવા લાગે છે. તેનાથી ત્યાં દુઃખાવા સહિત સોજો અને સંક્રમણ અને જખમ પણ થઈ શકે છે.

પાચન પર અસર કરે છે :  નખ ચાવવાની આદતથી મોઢામાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું તો અહીંથી બેક્ટેરિયા પેટ સુધી પહોંચે છે અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સંક્રમણ થઈ શકે છે. તેના કારણે પેટમાં દુઃખાવો અને દસ્તની સમસ્યા થઈ શકે છે.

આવીજ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment