તમારા સુંદર ચહેરાને કદરૂપો બનાવી શકે છે આ રોગ…. રોગનું નામ છે “સાયનસસ” Sinuses વાંચો આ રોગની પૂરી માહિતી.
Image Source :
આજકાલની અનિયમિત જીવનશૈલીના કારણે લોકો પોતાને સ્વાસ્થ્યનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી શકતા નથી. જેના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તેમને સાયનસસના લક્ષણો તેમજ તેના ઉપચાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. કે જેનાથી લોકો વધારે પરેશાન હોય છે. આ બીમારી એક બેક્ટેરીયલ વાયરલ તથા ફંગલ સંક્રમણ સાથે વધી જાય છે.
Image Source :
સાયનસસના દર્દીઓને જુકવામાં તેમજ ચહેરા અને નાક પર દબાણ થવાથી તકલીફ થાય છે. જ્યારે આ તકલીફ ખુબ જ વધી જાય છે. ત્યારે દર્દીના ઉપરના દાંતમાં પણ દુઃખાવો થવા લાગે છે. આ બીમારીમાં વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે.
Image Source :
સાઈનોસાઈટીસ સામાન્ય રીતે શરદી અને નાક બંધ થવાની સાથે શરુ થાય છે. સાઈનોસાઈટીસ ના કારણે સાયનસસ માં સોજો આવી જાય છે. તેવું થવાથી નાક બંધ થઇ જાય છે. માથું દુખવા લાગે છે. અને ચહેરામાં પણ દુઃખાવાનો અનુભવ થવા લાગે છે. જ્યારે આ બીમારી ખુબ જ વધી જાય છે ત્યારે તે ખતરનાક રૂપ લે છે. ત્યારે નાકમાંથી દરેક પદાર્થ નીકળવા લાગે છે. દર્દીને દુઃખાવો કેટલો વધારે છે તે એ વાત પર નિર્ભર કરે છે કે દર્દીને ક્યાં પ્રકારની સાયનસસ છે.
Image Source :
😳 સાયનસસ ના પ્રકાર 😳
તીવ્ર સાઈનોસાઈટીસ : આ સાયનસસનો એવો પ્રકાર છે જે અચાનક જ શરુ થઇ જાય છે. પરંતુ તેનું સંક્રમણ એક મહિનામાં શરીરમાંથી જરૂર રહે છે. માટે આ પ્રકારનું સાયનસસ ઓછા સમય સુધી રહે છે.
મધ્યમ તીવ્ર સાઈનોસાઈટીસ : આ સાયનસસમાં સંક્રમણ શરીરમાં એક મહિનાથી વધારે રહે છે. પરંતુ આ સંક્રમણ ત્રણ મહિના પછી દુર થાય છે. તેથી તેને મધ્યમ તીવ્ર સાઈનોસાઈટીસ કહેવાય છે.
જીર્ણ સાઈનોસાઈટીસ : આ પ્રકારમાં સંક્રમાં શરીરમાં ત્રણ મહીનાથી વધારે સમસ્ય સુધી રહે છે.
Image Source :
😳 સાઈનોસાઈટીસના લક્ષણો નીચે પ્રમાણે છે 😳
> જે ભાગમાં સાયનસસ હોય છે તે ભાગને દબાવવાથી દુઃખાવો થાય છે.
> નાક બંધ થઇ જવું.
> કોઈ સુગંધ ન આવવી.
> દાંતમાં દુઃખાવો થવો.
Image Source :
> તાવ આવવો.
> માથું દુખવું.
> નાકમાંથી પીળો તથા સફેદ કફ નીકળવો.
> સુવામાં તથા નીચે વાળવામાં દુઃખાવો થવો.
> કફ જમા થવો.
> મોં માં તીવ્ર દુર્ગંધ આવવી.
Image Source :
😳 સાઈનોસાઈટીસ નીચેના કારણો દ્વારા થાય છે 😳
– તણાવના કારણે માથું દુઃખવા લાગે છે. તેથી સાઈનોસાઈટીસની સમસ્યા થઇ શકે છે.
– વાત, પિત્ત અને કફનું સંતુલન બગડવાથી સાયનસસનું સંક્રમણ થઇ શકે છે.
– તેજ હવા તથા ઠંડીના કારણે આ સમસ્યા વધી શકે છે. ઠંડીની ઋતુ અને તેજ હવા સાઈનોસાઈટીસ માટે ટ્રીગર જેવું કામ કરે છે.
– હવાનું પ્રદુષણ પણ આ સમસ્યાને જન્મ આપે છે. હવા દુષિત થતા તેમાં રહેલ ગંદકી સહીત જીવાણું આપણા શરીરમાં સરળતાથી પ્રવેશે છે. અને સાયનસસ સહીત અન્ય ગંભીર સમસ્યા થઇ શકે છે.
Image Source :
– આ ઉપરાંત નબળું પાચનતંત્ર પણ જવાબદાર છે. પાચનતંત્ર નબળું થવાની વિષત્ક તત્વ બહાર નીકળવાને બદલે શરીરમાં જમા થઇ જાય છે. જેના કારણે અપચાની તકલીફ થાય છે. અને અંતે તે સમસ્યા સાઈનોસાઈટીસ રોગને જન્મ આપે છે.
😳 સાયનસસ માટે ના ઉપચારો 😳
જો તમારો ચહેરો સોજી જાય અને દુઃખાવો થતો હોય તો નાકની આસપાસ ઠંડી પટ્ટી લગાવો.
ડુંગળી અને લસણ ખુબ જ ફાયદાકારક છે તેથી તેનું સેવન યોગ્ય પ્રમાણમાં નિયમિત રૂપે કરવું.
તમે એક ગ્લાસ ગાજરનો રસ, બીટ, કાકડી, અને પાલકના રસ સાથે લઇ શકો છો. તે સાયનસના લક્ષણો માટે ફાયદાકારક છે.
Image Source :
બને તેટલું પાણી વધારે પીવું. આ ઉપરાંત તમે પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરી તેનું સેવન કરી વધારે ફાયદો મેળવી શકાય છે.
ધુમ્રપાન ન કરવું તેમજ સ્પ્રેનીં સુગંધ અથવા અન્ય ધુમાડો છોડનાર વસ્તુનો ઉપયોગ ટાળવો.
આ ઉપરાંત જીરાના બી પાતલા કપડામાં બાંધી તેને સુંઘવાથી ફાયદો થાય છે.
Image Source :
👱ભાઈઓ તથા 👱♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google