પૈસા ઉપાડવા માટે બેન્ક કે ATM જવાની જરૂર નહીં પડે । ATM ખુદ તમારા ઘરે આવશે

દેશની સૌથી મોટી બેંક SBIએ એક ખાસ સેવા શરુ કરી છે. આ સર્વિસ દ્વારા જ્યારે તમારે પૈસા કાઢવા હશે ત્યારે તમારે બેંકમાં કે ATM પર જવાની જરુર નથી. તમારા એર ફોન પર ATM ખુદ તમારા દરવાજા સુધી આવી જશે. એટલે કે હવે એટલે કે હવે એટીએમની બહારની લાંબી લાઇન અને નો-કેશ જેવી ઝંઝટમાંથી ગ્રાહકોને રાહત મળશે. તો આવો જાણીએ આ સર્વિસ કેવી રીતે કામ કરે છે, તથા આ સર્વિસનો લાભ મેળવવા ક્યા નંબર પર મેસેજ કરવાનો…

આ સર્વિસ હેઠળ તમારે એસબીઆઇને વોટ્સએપ (WhatsApp)મેસેજ કે કોલ કરવાનો રહેશે અને એક મોબાઇલ એટીએમ (Mobile ATM)તમારી જણાવેલા લોકેશન પર પહોંચી જશે. એસબીઆઇએ આ ડોરસ્ટેપ એટીએમ સર્વિસ(Doorstep ATM Service) નામ આપ્યું છે. 

એસબીઆઇના લખૈઉ સર્કિંલના ચીફ જનરલ મેનેજર અજય કુમાર ખન્નાએ જણાવ્યું કે, એસબીઆઇ ડોરસ્ટેપ એટીએમ સર્વિસ ઉત્તરપ્રદેશ(UP)ની રાજધાની લખૈઉથી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મેં આ સેવા 15 ઓગષ્ટના રોજથી શરુ કરવામાં આવી છે. હવે એસબીઆઇ ગ્રાહકોને ફક્ત વોટ્સએપ મેસેજ કરવાનો છે અથવા તો ફોન કરવાનો છે. ત્યાર બાદની બધી જવાબદારી અમારી છે.’

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ પોતાના ગ્રાહકો માટે એક નવી સેવાની શરુઆત કરી છે. આ યોજના હેઠળ ગ્રાહકને એટીએમ પોતાના ઘરે મંગવવા માટે માત્ર એક કોલ અથવા વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. તે માટે SBIએ બે નંબર(7052911911 અને 7760529264) જાહેર કર્યા છે. તમે જેમ આપેલા આ નંબરો પર કોલ કે વોટ્સએપ મેસેજ કરશો એની થોડી જ વારમાં એટીએમ મશીન તમારા દરવાજા સુધી પહોંચી જશે. જો કે અત્યારે આ સર્વિસ ફક્ત લખૈઉ શહેરમાં જ શરુ કરવામાં આવી છે. 

SBIની ઘણી સેવાઓ સીનિયર સિટીજન અને દિવ્યાંગ ગ્રાહકોને ડોરસ્ટેપ આપી રહી છે. જેમાં કેશ જમા અને કાઢવાની સુવિધા, ચેક જમા કરવાની સુવિધા, લાઇફ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા અને કેવાઇસી જેવી સુવિધા ઘરે બેઠા આપે છે. તેના માટે ગ્રાહકને રજિસ્ટર્ડ એડરેસ બેંકથી 5 કિલોમીટરની અંદર હોવું જોઇએ. 

Leave a Comment