આ 5 વસ્તુઓ ખાવાની બંધ કરી દો… પછી જુઓ ચરબી પણ નહિ ચડે અને વધુ કસરત પણ નહિ કરવી નહિ પડે.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

😱પાંચ વસ્તુ ક્યારેય ન ખાવી, પછી જુઓ ચરબી ૮૦% સુધી નહિ ચડે ….😱

 Image Source :

🍲 દરેક માણસની ખાનપાનથી જોડાયેલી ટેવો અલગ અલગ હોય છે. ઘણા લોકો પોતાના શારીરિક સંતુલન માટે ખાતા હોય છે. તો ઘણા લોકો માત્ર ખાવા માટે અને સ્વાદ માટે જ ખાતા હોય છે. આપણી ખાવા પ્રત્યેની આદતો ગમે તેવી હોય પરંતુ રોજ ખાવામાં આવતી વસ્તુ અને આપણો આસપાસનો માહોલ વગેરે ઘણા બધા કારણો આપણા રોજના જમવા પર આધારિત હોય છે.

 Image Source :

🍲 અને આજકાલ તો લોકો ટીવીના માધ્યમથી ખુબ જ ફાસ્ટફૂડનો પ્રભાવ વધ્યો છે. રોજ આપણે જાણતા અને અજાણતા ઘણી બધી એવી વસ્તુઓ ખાઈએ છીએ જેની નુકશાની વિશે આપણે નથી જાણતા. જે આપણી સેહદ માટે ખુબ જ નુંકશાન કારક સાબિત થાય છે.

 Image Source :

🍲 ઝડપથી વજન વધવો, છાતીમાં દુઃખવું, પેટમાં ગરબડ થવી, લગાતાર આપણા મગજમાં ખોટા વિચારો આવવા, વધારે પડતી આળસ આવવી, થકાન અનુભવવી, અચાનક આપણી ત્વચા પર અનેક પ્રકારના રોગો થવા, રાત્રે ઊંઘ ન આવવી, આંખોમાં કમજોરી આવવી, બ્લડપ્રેશર , શુગર, કોલેસ્ટ્રોલ વધવાની સાથે સાથે કીડની સંબંધિત બીમારીઓ માત્ર આપણા ખાનપાનમાં આવતી ખરાબ વસ્તુના કારણે જ થાય છે.

 Image Source :

🍲 એટલે આજે આપણે આ લેખમાં જાણીશું પાંચ એવી વસ્તુ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ છે અને તેનું સેવન પણ કરવું ન જોઈએ. તેના વિશે એ પણ જાણીશું કે આપણે આ બધી વસ્તુ ખાતા હોઈએ તો આપણે કેટલી માત્રામાં ખાવી જોઈએ તે પણ જાણીશું.

🍚 1 ભાત :

 Image Source :

🍚 ભાતને આપણે જો ગરમા ગરમ દિવસના સમયે ખાઈએ તો કંઈ નુંકશાન થતું નથી. પરંતુ ઘણા લોકોને એવી આદત હોય છે રાત્રે વધેલા ભાત સવારે અથવા બીજા દિવસ દરમિયાન ગમે ત્યારે ફરી વાર વઘારી અથવા તો ગરમ કરીને ખાતા હોય છે.

🍚  બીજા દિવસે તે ભાત આપણે જેટલું વિચારીએ તેના કરતા ઘણા બધા હાનીકારક સાબિત થાય છે. જ્યારે ભાત પાકીને પછી ઠંડા થઇ જાય છે ત્યારે તેની પર બેસેલીયસ સરીયસ  નામક જીવાણું ફેલાવા માંડે છે.

 Image Source :

🍚 ઠંડા ભાત જેટલા સામાન્ય તાપમાન પર રાખવામાં આવ્યા હોય તેમ તેમ તેના પર કીટાણું ફેલાય જાય છે. પછી ભાતને ગમે તેટલી વાર ગરમ કરવામાં આવે પરંતુ તે ત્યાર પછી વિષજન્ય રહે છે. આ વિષજન્ય પદાર્થ તેની બહાર નથી નીકળતો. તે ભાત ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે. ફૂડ પોઇઝનિંગમાં ઉલ્ટી થવી, પેટમાં દુઃખવું, ગેસ થવો, માથું દુખાવું વગેરે સમસ્યાઓ થાય છે. અને આપણા શરીરમાં તાકાતની પણ કમી મહેસુસ થાય છે. એટલે હંમેશા ભાતને ગરમા ગરમ જ ખાવા જોઈએ.

☕ 2. ચા અને કોફી :

 Image Source :

☕ ખરેખર ચા અને કોફી આપણે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણે ખાલી પેટે પિતા હોઈએ. આપણા પેટનો ખાલી રહેવાનો સૌથી લાંબો સમય છે રાત્રીનો. આખી રાત્રી દરમિયાન આપણું પેટ ખાલી રહેવાથી સવારે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે સવારે ઉઠીને પહેલા બે થી ત્રણ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

 Image Source :

☕ પરંતુ જે લોકો ખાલી પેટે ચા અને કોફી  પિતા હોય તેના શરીરમાં વધારે માત્રામાં એસિડ ફેલાય છે. એવામાં હાઇપર એસીડીટી, ગેસ, કફ, ત્વચા કાળી પડવી, વાળ ખારવા તેવી સમસ્યા વધી જાય છે. ચા માં કેફીનની માત્રા વધારે હોવાથી ધીમે ધીમે આપણને આદત પડી જાય છે. સવારનો સમય હોય કે રાત્રીનો સમય હોય પરંતુ ખાલી પેટે ચા કે કોફી ન પીવી જોઈએ. તે ક્રિયા સીધી આપણા પેટને અગ્નિ આપવા સમાન છે.

 Image Source :

☕ ચા પીવાથી આપણા શરીરને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થતો. ચા માં આપણે ખાંડ પણ નાખીએ છીએ તો તેના નુંકશાન દસ ગણું થઇ જાય છે. આપણે દિવસ દરમિયાન એક કપ ચા પીવાથી આપણા શરીરમાં 50 થી વધારે નુંકશાન થાય છે.

🍻 ૩. સોડા અને કોલ્ડ્રીંક : Image Source :

🍻 સોડા અને કોલ્ડ્રીંકમાં જરૂરથી વધારે શુગર અને હાનીકારક કેમિકલ્સ હોય છે. પોષક તત્વની  આપણે વાત કરીએ તો એક પણ પ્રકારનો ફાયદો નથી થતો પણ તેના નુંકશાન અપાર છે. બધા જ જાણે છે કે સોડા અને કોલ્ડ્રીંક પીવાથી આપણી ચરબી અને મોટાપુ બંને વધે છે. તેના દ્વારા વધવામાં આવતી ચરબી આપણા અંગો પર વધારે અસર કરે છે.

 Image Source :

🍻 આપણી પાચનશક્તિ પણ નબળી પડી જાય છે. એક રીચર્સ દ્વારા જાણવામાં આવ્યું છે કે જે લોકો વધારે સોડા અને કોલ્ડ્રીંક પીવે છે તે કોલ્ડ્રીંકમાં મળનારા ફોસ્ફોરિક એસિડ મળે છે તેનાથી આપણે મૂળ ઉમર કરતા વધારે ઉમરના લાગવા મંડે છે.

🍱 4.  અથાણું :

 Image Source :

🍱 દરરોજ જમવામાં આવતા ખોરાકની સાથે આપણે ચટણી અથાણું વગેરે ખાવામાં આવે તો તે આપણા સ્વાદમાં અને ખાવાની રૂચી બંને વધે છે. તેમાં અથાણું એક એવી વસ્તુ છે કે તેનું સેવન ખુબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. કેમ કે અથાણું આમ તો આપણી માટે ફાયદાકારક છે પરંતુ વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું બધું ઘાતક સાબિત થાય છે.  Image Source :

🍱 ખરેખર અથાણું બનાવવમાં ખુબ જ વધારે પ્રમાણમાં મસાલાનો ઉપયોગ થયો હોય છે. તેજ મસાલા, નમક, તેલથી સોડીયમની માત્રા ખુબ જ વધારે હોય છે. જે આપણા બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને વધારે છે. અથાણાનો સ્વાદ ખાટો હોવાથી બંધ નાક, ગળું દુઃખવું, ત્વચાને લગતી બીમારી વગેરે થાય છે. એટલા માટે અથાણું ક્યારેક ક્યારેક અને ખુબ જ ઓછી માત્રામાં ખાવું જોઈએ. અને એક સાથે વધારે પડતું અથાણાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.

 🥫 5 તેલ.

 Image Source :

🥫 દરેક પ્રકારનું ભોજન બનાવવા માટે તેલ ખુબ જ મુખ્ય વસ્તુ હોય છે. તો પહેલા તો એવો સવાલ થાય કે ક્યુ તેલ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને ક્યુ તેલ આપણા માટે ખરાબ છે. હાનીકારક તેલની આપણે વાત કરીએ તો સોયાબીનનું તેલ નુંકશાન કારક છે. કેમ કે સોયાબીનનું તેલ આપણા પાચનતંત્રને બિલકુલ અનુકુળ નથી. અને તેની અંદર ફાયટોસ્ટ્રોજન ખુબ જ વધારે હોય છે.

 Image Source :

સોયાબીનનું તેલ અને સોયાબીનની દરેક વસ્તુનું વધારે સેવન કરવાથી  ફાયટોસ્ટ્રોજનની માત્રા ખુબ જ વધી જાય છે. જે સ્ત્રી અને પુરુષ બંનેના શરીરના હોર્મોન્સ પર ભયંકર અસર કરે છે. હોર્મોન્સમાં ગરબડ થવાથી થાઇરોડ થી લઈને ગુપ્ત રોગ અને સ્ત્રીના રીપ્રોડક્ટસમાં પણ તકલીફ થઇ શકે છે. એટલા માટે સોયાબીનની જગ્યાએ સરસો અથવા નાળીયેર તેલ વગેરે ઘણા બધા તેલ છે તેનો ઉપયોગ કરવો.

 Image Source :

પાંચ વસ્તુનો ઉપયોગ ખુબ જ વિચારીને કરવો તેનાથી આપણી સારી તંદુરસ્તી માટે જોખમ સર્જાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

4 thoughts on “આ 5 વસ્તુઓ ખાવાની બંધ કરી દો… પછી જુઓ ચરબી પણ નહિ ચડે અને વધુ કસરત પણ નહિ કરવી નહિ પડે.”

  1. ખુબજ ઉપયોગી અને સરસ માહીતી…. આવી સ્વાસ્થ્ય લગતી ભરોસાપાત્ર માહીતી આપતા રહો એટલી વિનંતી

    Reply

Leave a Comment