આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિ, વૃક્ષો અને છોડ આવેલા હોય છે. તેમાંથી કેટલાક છોડ તો આપણા આંગણાની શોભા વધારતા હોય છે. આવા છોડ માં એક બારમાસી નો છોડ છે, જે આપણા ઘરની આસપાસ જોવા મળે છે. બારમાસીના પાન અને ફૂલ જોવામાં જેટલા સુંદર હોય છે તેના ઔષધીય ગુણો પણ એટલા જ કામના છે. આયુર્વેદમાં બારમાસીને બીમારીઓ માં સંજીવની રૂપે ઓળખાય છે. આજના સમયમાં જ્યારે ખાનપાન અને લાઈફ સ્ટાઈલથી જોડાયેલા કારણોને લીધે લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેમાં બારમાસીના પાનનો ઉપયોગ અત્યંત ઉપયોગી બની શકે છે.
આયુર્વેદમાં આનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. તેના સિવાય પારંપરિક ઈલાજ રૂપે બારમાસી ના ફૂલ અને પાન નો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યામાં બારમાસી ના પાન ને રામબાણ માનવામાં આવે છે. તેના સિવાય મેલેરિયા, ગળામાં ખરાશ અને લ્યુકોમીયા ની સમસ્યા માં આનું સેવન અત્યંત ફાયદાકારક છે. શરીરમાં હાજર વિષેલા પદાર્થોને દૂર કરવા માટે બારમાસી ના પાનનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે. તો આવો બીજા આવા જ બારમાસી ના પાન ના અનેક ફાયદા વિશે જાણીએ, અને જાણીએ તેને સેવન કરવાની રીત.1) ગળામાં ઇન્ફેક્શન ની સમસ્યાઓમાં ફાયદાકારક:- બારમાસી ના પાન ગળાનાં ઇન્ફેકશનની સમસ્યામાં અત્યંત ફાયદાકારક છે. આમાં હાજર એલ્કલોઇડ્સ, એઝમેલીસીન, સર્પેન્ટિન નામના તત્વો શરીરમાં હાજર સંક્રમણને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ઇમ્યુનિટી વધારવા માટે બારમાસી ના પાનનો ઉકાળો અને રસ અત્યંત ઉપયોગી રહે છે.
2) બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં ઉપયોગી:- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે બારમાસી અત્યંત ફાયદાકારક છે. બારમાસી ના પાન માં હાજર ગુણ હાઈ બ્લડપ્રેશરમાં ફાયદાકારક હોય છે. તમે બ્લડપ્રેશરની સમસ્યામાં બારમાસીના મૂળિયા નો પણ ઉપયોગ કરી શકો છો. તમે વિશેષજ્ઞની સલાહ દ્વારા બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટે બારમાસી ના પાન અને મૂળનું સેવન કરી શકો છો.3) ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ:- ડાયાબિટીસની સમસ્યા માં બારમાસી ના પાન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે આના પાનમાં એન્ક્લોઇડ નામનું તત્વ શરીરમા ઇન્સ્યુલિનના નિર્માણ માટે અત્યંત ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બારમાસીના પાન નો રસ પીવો અત્યંત ફાયદાકારક છે. તમે દરરોજ સવારના સમયમાં ડોક્ટરની સલાહ લઈને બારમાસીના પાન નો રસ પી શકો છો.
4) કેન્સરમાં ફાયદાકારક:- બારમાસી ના પાન માં હાજર કેન્સર વિરોધી ગુણ શરીરમાં કેન્સર કોષો નો નાશ કરવામાં કે તેને ઠીક કરવાનું કામ કરે છે. બારમાસી ના પાન માં હાજર વિંક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટિન એલ્કલોઇડ્સ કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે.5) સ્કીન સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી:- બારમાસી ના પાનનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓમાં અત્યંત લાભદાયક છે. સ્કિન પર ખંજવાળ ઇન્ફેક્શન કે અન્ય સમસ્યા થવા પર પ્રભાવિત જગ્યા પર બારમાસી ના પાનનો લેપ લગાવવાથી ફાયદો થાય છે. તેના સિવાય બારમાસી ના પાન ખીલ, ફોડલી અને કરચલીઓ વગેરેમાં અત્યંત ઉપયોગી છે.
6) કિડનીની માં પથરીની સમસ્યા માં ઉપયોગી:- કિડનીમાં પથરીની સમસ્યા માં બારમાસી ના પાનનો ઉપયોગ અત્યંત ફાયદાકારક છે. કિડનીમાં પથરી થવા પર બારમાસી ના પાન ને પાણીમાં ઉકાળ્યા બાદ આ પાણીને પીવાથી ફાયદા મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી