ખાસ કરીને નવા માતા-પિતા માટે આ એક ખુબ જ મોટી સમસ્યા છે કે તેઓ પોતાના બાળકને સ્વસ્થ રાખવા માટે શું ખવડાવે. આ સમયે ડોક્ટરની સલાહ ફાયદાકારક હોય છે. અકસર એક્સપર્ટ બાળકોને સાબુદાણા ખાવાની સલાહ આપતા હોય છે. તમે 6 મહિના બાળકને સાબુદાણા ખવડાવી શકો છો. તેનાથી તમારા બાળકની શક્તિ વધશે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
સાબુદાણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સાબુદાણામાં આપણા સ્વાસ્થ્યને હેલ્દી રાખવા માટે ઘણા પોષક તત્વો રહેલા છે. સાબુદાણામાં રહેલ સ્ટાર્ચમાં યોગ્ય પ્રમાણમાં ન્યુટ્રીશન હોવાના કારણે તે આપણા માટે હેલ્દી હોય છે. બાળકોને તેનું સેવન કરાવવાથી ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. સાથે જ શરીરનો પણ સારી રીતે વિકાસ થાય છે.
1) : જો તમે બાળકોને સાબુદાણાનું સેવન કરાવો છો તો તેમાં રહેલ પોટેશિયમ તમારા બાળક માટે ખુબ સારું છે. તેની મદદથી બાળકની હૃદય પ્રણાલી પહેલા કરતા વધુ સારી થવામાં મદદ મળે છે. આ સિવાય જો તમે પોતાના બાળકને દરરોજ સાબુદાણાનું સેવન કરાવશો તો તેનાથી તમારા બાળકના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે. જેના કારણે તમારું બાળક હંમેશા એક્ટીવ રહેશે.
2) : બાળક નું સ્વસ્થ રહેવું એ તેના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. અને જો બાળકને પુરતું પોષણ મળતું હશે તો તેનો વજન પણ સારા એવા પ્રમાણમાં વધે છે. અકસર લોકો પોતાના બાળકને નબળું હોવાથી તેમજ વજન ન વધવાથી પરેશાન રહેતા હોય છે. પણ જો તમે પોતાના બાળકને સાબુદાણાનું સેવન કરાવો છો તો તમે આ સમસ્યાથી ઝડપથી છુટકારો મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે સાબુદાણામાં રહેલ સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ તત્વ તમારા બાળકને ફેટ પ્રદાન કરવાનું કામ કરે છે. તેનાથી તમારા બાળકનું વજન વધવામાં મદદ મળે છે.
3) : બાળકોના હાડકાઓ મજબુત હોવા ખુબ જ જરૂરી છે. આ માટે બાળકને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું પોષણ મળવું જોઈએ. બાળકોના હાડકાઓ મજબુત કરવા માટે કેલ્શિયમની કમી પૂરી પાડવા માટે યોગ્ય ખોરાક આપવો જરૂરી છે. તમે પોતાના બાળકને સાબુદાણાનું સેવન કરાવીને આ કેલ્શિયમની કમી દુર કરી શકો છો. સાબુદાણામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. બાળકોના શરૂઆતના મહિનામાં એ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે કે બાળકોના હાડકાઓ મજબુત થાય એ માટે લોકો બાળકોની માલીશ પણ કરે છે. તમે તમારા બાળકને દરરોજ સાબુદાણાનું સેવન કરાવો તેનાથી તેના હાડકાઓ મજબુત બનશે.
4) : સાબુદાણામાં બાળકો માટે યોગ્ય માત્રામાં અને શુદ્ધ રૂપે સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ મળે છે. સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટની મદદથી બાળકની પાચન ક્રિયા ખુબ જ સારી બનવામાં મદદ મળે છે. બાળકોને અક્સર કબજિયાતની તકલીફ રહેતી હોય છે. અને તેને દુર કરવા માટે તમે સાબુદાણાનું સેવન બાળકને કરાવી શકો છો. આમ તમારું બાળક હેલ્દી સ્વાસ્થ્ય સાથે મોટું થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી