આ છે રાત્રે તાવ આવવાના મુખ્ય કારણો | આવા લક્ષણો ભૂલથી પણ નજરઅંદાજ ન કરો, હોય શકે છે આ બીમારી…

મિત્રો તમે જોયું હશે કે, તાવ આવવાના અનેક કારણો હોય શકે છે. મોટાભાગે આપણે એવું માનતા હોયએ છીએ કે, કોઈ ઇન્ફેક્શનના કારણે તાવ આવે છે. અથવા તો ઋતુ બદલવાથી પણ તાવ આવે છે. પણ ઘણી વખત તાવ આવવાના બીજા કારણો પણ હોય શકે છે. ચાલો આવા કારણો અંગે જાણી લઈએ.

રાત્રે તાવ આવવો અને સવારે ઉતરી જવો એ સામાન્ય વાત નથી. પરંતુ આ તમારા શરીરની કોઈ બીમારી હોવાનો સંકેત આપે છે. તો જલ્દીથી તેના કારણોને ઓળખો, જેથી કરીને સમસ્યાનું જલ્દી નિદાન કરી શકાય. સામાન્ય રીતે લોકો તાવને બહુ જ નોર્મલ રીતે લે છે. કારણ કે એક અથવા બે દિવસ તાવની દવા લેવાથી સારું થઈ જાય છે. પરંતુ જો વારંવાર તમારું શરીર તપવા લાગે છે તો આ શરીરમાં પેદા થતી કોઈ બીમારીનો સંકેત છે. તમે જોયું હશે કે કેટલીક વાર રાત્રે તાવ આવી જાય છે અને સવારે એકદમ ઉતરી જાય છે. લોકો તાવની આ સ્થિતિને હંમેશા અવગણે છે, પરંતુ આ આગળ જઈને તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.રાત્રે તાવ આવવો સામાન્ય વાત નથી. તાવ આવાથી માત્ર તમને રાત્રે બેચેની નથી થતી, પરંતુ સવાર સુધી તમે પોતાને થાકેલા અનુભવ કરો છો. જો તમને પણ રાત્રે તાવ આવે છે, તો તેના લક્ષણની તપાસ જરૂર કરવી જોઈએ. તેના લક્ષણ છે ભૂખ ન લાગવી,  નબળાઈ, ચિડીયાપણું, પરસેવો, માથાનો દુઃખાવો અને ધ્રુજારી થવી. રાત્રે તાવ આવવાના કેટલાય કારણ છે, જેના વિશે તમને ખબર હોવી જોઈએ તેમજ આ વિશે તમારા ડોક્ટર સાથે પણ વાત કરવી જોઈએ. તો ચાલો આજે આ કારણ પર નજર નાખીએ કે રાત્રે વધારે તાવ કેમ આવે છે.

તાવ સવાર સુધીમાં કેમ ઉતરી જાય છે : રાત્રે તાવ આવી જાય તો લગભગ સવાર સુધીમાં ઉતરી જાય છે. અને તમે આખો દિવસ સારું અનુભવો છો. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે, સવારે આ તાવ કેમ ઉતરી જાય છે. આ બાબતમાં જાણવા મળે છે કે, દિવસના સમયે તમારી ઈમ્યુન સેલ્સની કરવાની ક્ષમતા ખુબ સારી હોય છે. જેનાથી દિવસમાં તાવ અને શરદી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પરંતુ રાત્રિના સમયે ઇમ્યુન સેલ્સ બહુ ઓછા એક્ટિવ હોય છે. જેનાથી શરીરમાં રહેલ બેક્ટેરિયાને દૂર કરવાની ઉમ્મીદમાં તમારા શરીરનું તાપમાન વધી જાય છે. જેનાથી તાવનો અનુભવ થાય છે.રાત્રે તાવ આવવાના કારણો : બાહરી પાયરોગન્સ- પાયરોગન્સ તાવ ઉત્પન્ન કરતા પદાર્થ હોય છે. જે સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો જેવા કે એંડોટક્સિંસથી પ્રાપ્ત થાય છે. આ પાયરોગન્સ બહારથી તમારા શરીરમાં આવીને રાત્રે વધારે તાવ આવવાનું કારણ બને છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શન : બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ રાત્રે તાવ આવવા માટે કારણભૂત છે. બેક્ટેરિયલ અથવા ફફુંદના કારણે એંડેક્ટિવ, ઇન્ડોકાર્ટીટીસ,  ટ્યૂબરક્યુલોસિસ થઈ શકે છે. જેનાથી એવું બની શેક કે તમને રાત્રે તાવ આવી જાય.તણાવ : કેટલીક વાર તણાવ અને થાક થવાથી પણ રાત્રે અચાનક તાવ આવી જાય છે. એટલે પોતાને તણાવથી દૂર રહેવું અને પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે કામ કરવું. તેનાથી રાત્રે તાવ આવવાની સ્થિતિ ન બને.

યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન : જો તમને યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થઈ જાય, તો ખાલી રાત્રે જ તાવનો અનુભવ થાય છે. એમાં પેશાબ કરતી વખતે જલન અને દુઃખાવો સાથે તાવ આવે છે. જો તમને આવી કોઈ સમસ્યા છે તો આ બાબતમાં બેદરકારી ન કરવી. તરત જ ડોક્ટરને મળવું.એલર્જી : કોઈ પ્રકારની એલર્જીના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. એવું હોય શકે છે કે, આ એલર્જી કોઈ દવાથી થઈ રહી હોય. તેનાથી શરીરમાં તાવની સાથે લાલાશ અને સોજા જોવા મળે છે. આ સમસ્યા વધારે થઈ જાય તે પહેલા તપાસ કરાવવી જોઈએ.

કનેક્ટીવ ટીશ્યુ ડીસઓર્ડર : ઘણા કેસોમાં કનેક્ટીવ ટીશ્યુ ડીસઓર્ડર જેવા રૂમેટોઈડ આર્થરાઈટીસના કારણે તાવ આવે છે. તેમાં સાંધામાં ખુબ જ દુઃખાવો થાય છે અને શરીર તપવા લાગે છે.સ્કીન ઇન્ફેક્શન : તમને વિશ્વાસ નહિ આવે કે રાત્રે તાવ આવવાનું કારણ ત્વચાનું સંક્રમણ પણ હોય શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સમયે સ્કીન ઇન્ફેક્શનની સમસ્યા હોય, તો રાત્રે તાવ આવે છે. તેના માટે પણ તપાસ કરાવવી જરૂરી છે.

શ્વાસ તંત્રમાં સંક્રમણ : શરદી અને શ્વાસ તંત્રમાં સંક્રમણના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. તેનો અર્થ છે ભોજન નળીમાં સંક્રમણ થવાથી ગળામાં દુઃખાવો થાય છે અને રાત્રે તાવ આવે છે. ક્યારેક તો તે થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. પણ જો તેની અવગણના કરવામાં આવે તો તે વધી શકે છે. આથી તેનો ઉપચાર કરાવવો ખુબ જરૂરી બની જાય છે. આવા કારણોને અવગણતા તેનું ખરાબ પરિણામ આવી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment