મિત્રો તમે લસણ તો ખાતા જ હશો. તેનાથી તમને અનેક ફાયદાઓ થાય છે. આથી ડોકટર પણ તમને લસણ ખાવાની સલાહ આપે છે. લસણમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તેનાથી તમને અનેક રોગો સામે લડવામાં મદદ મળે છે. ખાસ કરીને જે લોકો હાર્ટના દર્દી છે તેમને માટે લસણ એ કોઈ જડીબુટ્ટી થી કમ નથી. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
આયુર્વેદમાં લસણ ના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તે રસોઈમાં ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભકારી છે. ઘણા લોકો તેને કાચું ખાવાનું પણ પસંદ કરતા હોય છે. જયારે ઘણા લોકો તેને શેકેલું ખાવાનું પસંદ કરે છે. શેકેલા લસણનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.
તે શરીરમાં કેન્સરની કોશિકાઓનું નિર્માણ નથી થવા દેતું. આ સિવાય તેનાથી શરીરનું કોલેસ્ટ્રોલ ઘણા પ્રમાણમાં ઓછુ રહે છે. લસણમાં રહેલ ફાઈટોકેમિકલ્સ પુરુષો ની હેલ્થ માટે ફાયદાકારક છે. ચાલો તો શેકેલા લસણના ક્યાં ફાયદાઓ છે.
એક રીચર્સ અનુસાર કુલ 6 શેકેલા લસણ ખાધા પછી એક કલાક બાદ આ લસણ પેટમાં પચી જાય છે. અને પોતાનો પૌષ્ટિક પ્રભાવ આપવાનું શરુ કરી દે છે. પછીના 2 થી 4 કલાક માં આ લસણમાંથી નીકળતી એન્ટી ઓક્સીડેંટ તત્વો ને આપણું શરીર પોષવા લાગે છે. આની મદદથી શરીરની અંદર જેટલી કેન્સર કોશિકાઓ જન્મ લે છે, તેને ખત્મ કરવામાં મદદ કરે છે. 4 થી 6 કલાક પછી આ લસણ આપણા મેટાબોલીજ્મ પર કામ કરે છે. પેટમાં રહેલ એક્સ્ટ્રા ફેટ ને બર્ન કરે છે. 6 કલાક પછી આ લસણ આપણા રક્તમાં રહેલ સંક્રમણ ને ખત્મ કરવામાં મદદ કરે છે.
લસણના સેવન કર્યા પછી 10 કલાક પછી લસણનો પૌષ્ટિક લાભ મળવા લાગે છે. અને તે સમય પહેલા જ ઘણી બીમારી ને ખત્મ કરવામાં મદદ કરે છે.
હૃદય ને આપે છે ફાયદો : શેકેલું લસણ બ્લડ પ્રેશર ને પણ કંટ્રોલ કરે છે. જો કે લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશર અ દર્દી માટે વધુ રેફર કરવામાં આવે છે. કારણ કે તે બીપીને ઓછુ કરે છે.
વિષાક્ત તત્વ કાઢે છે : તે શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થો ને મળ કે મૂત્રના માર્ગે બહાર કાઢે છે. તેનાથી હાડકાઓ ને મજબુતી મળે છે. જયારે કોલેસ્ટ્રોલ ને પણ ઓછુ કરે છે.
કોલેસ્ટ્રોલ : સવારે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ના લેવલન ઓછુ કરે છે. હાર્ટ ને જોડાયેલ સમસ્યાઓ ને પણ ઓછી કરે છે.
વજન ઓછુ કરે છે : વજન ઓછુ કરવામાં આ ખુબ મદદગાર છે. તેનું સેવન કરવાથી શરીરનું ફેટ ઝડપથી બર્ન થાય છે જેના કારણે વજન ઓછુ થાય છે.
મર્દાનગી વધારતો હાર્મોન : લસણમાં એલીસીન નામનો પદાર્થ હોય છે જે પુરુષો ના મેલ હાર્મોન એટલે કે મર્દાનગી વધારતો હાર્મોન ના સ્તર ને ઠીક કરે છે. તેનાથી પુરુષોમાં ઇરેકટાઈલ ડીસફંક્શન દુર થાય છે. જયારે લસણમાં સેલેનીયમ અને ખુબ વિપુલ પ્રમાણમાં વિટામીન મળે છે જેનાથી સ્પર્મ ક્વાલીટી વધે છે.
કેન્સરથી બચાવે છે : લસણના સેવનથી શરીરમાં ગરમી આવે છે. અને ઠંડી થી રક્ષણ મળે છે. આની સાથે તે કેન્સરથી બચવામાં પણ મદદ મળે છે. લસણને ખાસ કરીને તે પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરથી બચવામાં મદદ મળે છે.
કબજિયાત : શેકેલું લસણના સેવનથી પાચન શક્તિ દુરુસ્ત રહે છે. અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. આમ જો તમે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરો છો તો તેનાથી ઘણા ફાયદાઓ થાય છે. તેમજ અનેક બીમારી સામે રક્ષણ મળે છે.
નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી