વોટ્સએપ ચેટમાં દીપિકા પાદુકોણના નામનો ખોલાસો, પૂછ્યું, “માલ હે ક્યાં ?” જાણો શું છે હકીકત.

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. પહેલાં સુશાંતે આત્મહત્યા કરવાની વાત પર પ્રશ્ન થયો, ત્યાર બાદ ડિપ્રેશનની વાત ખોટી ઠેરવવામાં આવી હતી. ત્યાર બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા પર તેની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે વિગતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે રિયાનું ડ્રગ્સ લેવાનું સામે આવ્યું હતું. રિયાની મોબાઇલ ચેટમાંથી કોની પાસેથી તે ડ્રગ્સ મંગાવતી હતી તે સાથે અન્ય બોલિવુડ સ્ટાર્સના નામ પણ સામે આવ્યાં છે. જેમાં સૌથી પહેલાં રકુલ પ્રિત સિંઘ અને સારા અલી ખાનનું નામ સામે આવ્યું હતું.

તાજેતરમાં જ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ની ઇન્વેસ્ટિગેશનમાં જયા સાહાની મેનેજર કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની વાત ચીત સામે આવી છે. જયા સુશાંતની ટેલેન્ટ મેનેજર હતી, જેની સાથે NCB એ વાત કરી હતી. જયાની Whatsapp ચેટમાં આ અગાઉ શ્રદ્ધા કપૂરનું નામ સામે આવ્યું હતું. જે જયાથી સીબીડી ઓયલ માંગતી હતી. દીપિકા પાદુકોણની પણ એક ચેટ સામે આવી છે. જેમાં તે જયા શાહની કંપની ક્વાનની મેનેજર કરિશ્માથી વાત કરી રહી છે.

એનસીબીના અધિકારીઓ અનુસાર, જયા શાહ અને કરિશ્માની વચ્ચે ડ્રગ્સને લઈ અમુક ચેટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, ક્વાન કંપની ઘણા બોલિવુડ સ્ટાર્સ સાથે સંપર્કમાં રહ્યાં છે. જેમાં દીપિકાનું નામ પણ સામેલ છે. સુશાંતનો કેસ હોય કે, નેપોટિઝમની વાત હોય કંગના દરેક વાતે પોતાનું મંતવ્ય રજૂ કરે જ છે. હવે કંગનાને પરોક્ષ રીતે દીપિકા પાદુકોણ પર નિશાનો સાધ્યો છે. કંગનાએ કહ્યું કે, મોટા સ્ટાર કિડ્ઝ પોતાના મેનેજરને પુછે છે કે,`માલ હે ક્યા?’કંગનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘મારા પછી ફરી બોલો કે, ડિપ્રેશન નશીલી દવાઓના દુરુપયોગનું જ એક પરિણામ છે. એટલે હાઈ સોસાયટીના પૈસાવાળા સ્ટાર કિડ્ઝ, જે સારી પરવરિશ હોવાનો દાવો કરે છે, તે પોતાના મેનેજરને પુછે છે કે, માલ હે ક્યાં ?’

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા કરવામાં આવી રહેલી ડ્રગ્સની તપાસ દરમિયાન D N S K (D એટલે દીપિકા પાદુકોણ, N એટલે નમ્રતા શિરોડકર, S એટલે કે શ્રદ્ધા કપૂર અને K એટલે કરિશ્મા) નું નામ સામે આવ્યું છે. NCB ની વોટ્સએપ ચેટ મળી છે જેમાં દીપિકા પાદુકોણ અને કરિશ્મા ડ્રગ્સને લઈને વાતચીત કરી રહી છે. જેમાં દીપિકા કરિશ્માને પુછે છે કે, ‘શું તારી પાસે માલ છે.’ તેના જવાબમાં કરિશ્મા કહે છે કે, ‘હા…પરંતુ ઘરે છે હું બાદ્રાં છું…’આ વાત પર કરિશ્મા કોઈ અમિતનું નામ લઈને કહે છે કે, હું અમિતના હાથે મોકલી દઈશ. આ વાત પર દીપિકા કહે છે કે, ‘યસ, પ્લીઝ’  થોડી વાર પછી કરિશ્મા કહે છે કે, ‘અમિત લઈને આવી રહ્યો છે.’  આ વાત પર દીપિકા પુછે છે કે, ‘હૈશ છે ને ? પરંતુ કરિશ્મા જવાબમાં કહે છે કે, હૈશ નથી ગાંજો છે.’

બોલિવુડના ડ્રગ્સ ક્નેક્શનનો ખુલાસો કરવામાં જોડાઈ છે, NCB એ મંગળવારે જયા સાહા, તેની કંપનીની મેનેજર શ્રુતિ મોદીને પૂછતાછ માટે બોલાવી છે. શ્રદ્ધા કપૂર ઉપરાંત ત્રણ અભિનેત્રીઓની ડ્રગ્સ ચેટ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, સીબીડી ઓયલ ભાંગના છોડનો અર્ક હોય છે. જેને તેલમાં મેળવી શકે છે. આ દુઃખાવાને ઓછો કરવાની સાથે ચિંતાને ઓછું કરવા માટે અસરકારક હોય છે.

Leave a Comment