મિત્રો તમે જાણો છો તેમ ટૂંક સમયમાં શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે. જો સવારે તમે હળવી ગુલાબી ઠંડીનો અનુભવ જરૂર કરતા હશો. થોડા દિવસોથી દરરોજ સવારના સમયે ધીમી અને મીઠી ઠંડીનો અનુભવ થાય છે. જો કે શિયાળાની ઋતુ સૌને ગમે છે પણ શિયાળામાં ઠંડીને કારણે આપણું શરીર ઘણું સુકું થઈ જાય છે. તેમજ જે લોકોને સાંધાની તકલીફ હોય તેમની સમસ્યા વધી જાય છે. પણ જો તમે શિયાળાની શરુઆતમાં જ અમુક વસ્તુનું સેવન શરુ કરી દો છો તો તમને સાંધામાં દુખાવાની સમસ્યા ઓછી થઈ શકે છે.
અર્થરાઈટિસ કે હાડકાંના સાંધામાં દુખાવાની બીમારી ખુબ જ કષ્ટદાઈ હોય છે. આ બીમારીમાં હાડકાંનો અંતિમ છેડો જેને કાર્ટિલેજ કહે છે, તે ખુબ વધારે કઠોર અને લપસણું થઈ જાય છે. બે કે બેથી વધારે હાડકાંના સાંધા પાસે કાર્ટિલેજ કુશનની જેમ કાર્ય કરે છે. એટલે કે તે ગાદીની જેમ હાડકાંની વચ્ચે આકાર એકબીજા સાથે ઘસાવા દેતું નથી અને તેને ઘર્ષણરહિત બનાવે છે. જ્યારે કોઈ કારણસાર કાર્ટિલેજને નુકશાન પહોંચે છે તો, સાંધાની પાસે હાડકાંનો કઠોર ભાગ એકબીજા સાથે ઘસાવા લાગે છે. તેનાથી દર્દીને અસહનીય દુખાવાનો સામનો કરવો પડે છે.
ચિંતાની વાત એ છે કે, શિયાળામાં સાંધાનો દુખાવો ખુબ જ પરેશાન કરે છે. સામાન્ય રીતે લોકો દુખાવામાં પેઇન કીલર લેતા હોય છે, પરંતુ તે દુખાવાને થોડા સમય માટે મટાડી શકે છે, તેનો ઈલાજ કરી શકતું નથી. માટે તેમાં ઘરેલું નુસ્ખા ખુબ જ કામ આવે છે. એનડીટીવી ફૂડની ખબર મુજબ, આ બીમારીમાં અમુક ઘરેલું નુસ્ખા ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ સાંધાના દુખાવા માટેના ઘરેલું નુસ્ખા.
રાગી કે બાજરાનો રોટલો : રાગી એ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે આથી તેનું સેવન તમારી સાંધાની તકલીફને ઓછી કરી શકે છે. રાગી કે બાજરાનું મોટું અનાજ કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેની રોટલી બનાવીને ખાવાથી કાર્ટિલેજને જરૂરી પોષકતત્વોની પ્રાપ્તિ થાય છે જેનાથી દુખાવામાં રાહત થાય છે. રાગી-બાજરામાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે સોજાથી બચાવે છે.
જડીબુટ્ટી અને મસાલા : આપણા દેશી મસાલાઓમાં ઘણા પોષક તત્વો રહેલા છે તેનું સેવન કરવાથી તમારું શરીર મજબુત બને છે અને પોષક તત્વોની કમી પણ પૂરી થાય છે. હળદર, આદું, કોથમરી, ડુંગળી, લીંબુ વગેરે હર્બલ વસ્તુઓ હાડકાંના સાંધામાં સોજાને મટાડવા માટે ઓળખવામાં આવે છે. જો શિયાળામાં સાંધાના દુખાવાથી બચવું હોય તો, નિયમિત રૂપથી પોતાના આહારમાં આ જડીબુટ્ટી અને મસાલાને સમાવિષ્ટ કરવા.
છાશ : છાશ એ તો પૃથ્વી પરનું એક અમૃત છે તેમજ તેને શરીર માટે નીરવી માનવામાં આવે છે. તેના સેવનથી તમારા શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. છાસમાં આરામદાયક, કુલિંગ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે, જે હાડકાંના સાંધામાં સોજાથી નીપજવામાં સક્ષમ હોય છે. તે કેલ્શિયમનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે જેનો ઉપયોગ સ્વસ્થ અને મજબૂત હાડકાંના નિર્માણ માટે કરવામાં આવે છે.
અજમો : અજામાંનું સેવન પણ સાંધાના દુખાવા માટે સારું માનવામાં આવે છે. અજમામાં એનેસ્થેટિક ગુણ હોય છે, જે જોઇન્ટ પેઇન અને સ્ટીફનેસને ઘટાડે છે. તમે અજમો અને પાણી રોજ પિય શકો છો.
આદું : આદુમાં રહેલ ગરમ તાસીર શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે આથી તમને સાંધાના દુખાવાની તકલીફ ઓછી થાય છે. આદું વિશે આપણે બધા જ જાણીએ છીએ. આદું એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણો માટે ઓળખવામાં આવે છે જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તે લોહીના સર્ક્યુલેશનને તેજ કરે છે, જેનાથી અસરકારક જગ્યાએ ગરમી આવે છે અને દુખાવાથી રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી