શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આપણી રોગ પ્રતિકારકશક્તિ કમજોર થઈ જવાનું જોખમ વધુ રહે છે. આ દરમિયાન લગભગ લોકો શરદી અને તાવના ઝપેટમાં આવી જાય છે. માટે આ ઋતુમાં આપણી રોગ પ્રતિકારકશક્તિને મજબૂત કરવા માટે વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થના સેવનની સલાહ આપવામાં આવે છે.
શિયાળામાં થતી મોસમી બીમારીથી બચવા માટે તમે હળદર વાળું દૂધ અને શિરા જેવી વિભિન્ન વાનગી અને ઉપાય વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ એક નુસખો છે જેના વિશે તમે નઈ સાંભળ્યું હોય. તે નુસખો સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે અને ભારતના ઘણા બધા ઘરોમાં તેનો ઉપયોગ શિયાળામાં શરદી અને તાવથી લાડવા માટે કરવામાં આવે છે.
આ રેસિપીમાં મુખ્ય સામગ્રી છે સૂકું નારિયેળ જેને કોપરાના નામથી પણ જાણવામાં આવે છે. જેમાં દરેક પ્રકારના સૂકા મેવા જેમકે અંજીર, કાજુ, બદામ, ખજૂર, અખરોટ, તરબૂચના બીજ, પિસ્તા, ખાંડ, બૂરું પાવડરના રૂપમાં પણ ભરવામાં આવે છે.
આ નુસખો તમારા શરીરને ગરમ રાખવાની સાથે જ તમારી ત્વચાની સફાઈ અને શરીરને સ્વસ્થ રાખવામાં પણ સહાયક સાબિત થાય છે. એટલું જ નહીં આ રેસિપીમાં ઉપયોગ કરવામાં આવતો સુકામેવા ખાવાથી નાના બાળકોને આંખોની રોશની વધારવા માટે અને તેજ કરવા માટે મદદ મળી શકે છે.
સામગ્રી : કોપરા અથવા સૂકું નારિયેળ – 4 નંગ, બદામ 100 ગ્રામ, અખરોટ 100 ગ્રામ, પિસ્તા 100 ગ્રામ, તરબૂચના બીજ 200 ગ્રામ, જરદાળુ 100 ગ્રામ, ખજૂર 100 ગ્રામ, અંજીર 100 ગ્રામ, કાજુ 100 ગ્રામ, સફેદ મરી 50 ગ્રામ, આખી ખાંડ 200 ગ્રામ, બૂરા 50 ગ્રામ, ઘી 200 ગ્રામ.
બનાવવાની રીત : 1) સૌપ્રથમ સુકુ નારિયેળ લો અને સૂકામેવા ભરવા માટે તેને ઉપરથી થોડું કાપો.
2) ત્યારબાદ આ નારિયેળને પર્યાપ્ત દૂધની માત્રામાં ત્રણ થી ચાર દિવસ સુધી ડુબાડીને રાખો. આ પ્રક્રિયા નારિયેળને નરમ બનાવવા માટે કરવામાં આવે છે.
3) હવે ત્રણ ચાર દિવસ પછી નારિયેળને બહાર કાઢો અને વધારાના દૂધને બહાર કાઢી દો. સૂકા મેવાને કોરા શેકીને તેનો પાવડર બનાવો.
4) એક વાડકી લો અને બધા સૂકામેવાને ઘી, આખી ખાંડ અને બુરુ ખાંડ સાથે ઉમેરો.
5) ત્યારબાદ એક નારિયેળ લો અને તેમાં આ મિશ્રણને સંપૂર્ણ રીતે ભરો. હવે મસાલેદાર કોપરુ ખાવા માટે તૈયાર છે.
ઉપર આપેલ બધા જ લાભ લેવા માટે આ કોપરના એક ટુકડાનું સવારે ખાલી પેટે સેવન કરો. તમે ઈચ્છો તો તેની સાથે એક કપ દૂધ પણ લઇ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી