મિત્રો આપણે શિયાળાની ઋતુમાં જમરૂખ ખાવાનું પસંદ કરીએ છીએ. જો કે જમરૂખ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ જમરૂખ બે પ્રકારના હોય છે. એક લાલ અને બીજા સફેદ. આમાંથી ક્યાં જમરૂખ વધુ ફાયદાકારક છે. જો તમે આ વિશે વધુ જાણવા માંગતા હો તો આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ.
શિયાળાની ઋતુ ઠંડીની સાથે જ ખાણી-પીણી માટે પણ ઓળખવામાં આવે છે. આ ઋતુમાં માર્કેટમાં અલગ-અલગ ફળ, શાકભાજી આવી જાય છે. માટે શિયાળામાં ફિટ અને હેલ્થી બન્યા રહેવા માટે તમારે તમારી ડાયેટમાં સિઝનલ ફળોનો સમાવિષ્ટ કરવા જોઈએ. શિયાળામાં જમરૂખને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જમરૂખ બે વેરાઇટીમાં મળે છે.તેમાં લાલ અને સફેદ જમરૂખ સમાવિષ્ટ છે. આ બંને જોવામાં તો અલગ અલગ છે, પરંતુ શું લાલ અને સફેદ જમરૂખમાં કોઈ અન્ય અંતર પણ હોય છે? હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે લાલ કે સફેદ જમરૂખ માંથી સ્વાસ્થ્ય માટે ક્યું ફાયદાકારક છે? અથવા પછી લાલ કે સફેદ જમરૂખ માંથી વધારે લાભદાયી ક્યું હોય છે? તો ચાલો, જાણીએ તેના વિશે.
જમરૂખના ફાયદા:- જમરૂખ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે. જમરૂખમાં ઘણા પ્રકારના વિટામીન્સ પણ હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી6, ઝીંક, કોપર, કાર્બ્સ અને ફાઈબર વગેરે સમાવિષ્ટ હોય છે. તે સિવાય જમરૂખમાં કેલ્શિયમ, આયરન, ફૉસ્ફરસ પણ જોવા મળે છે. જો તમે દરરોજ જમરૂખનું સેવન કરો છો તો, તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળી શકે છે. જાણો જમરૂખ ખાવાના ફાયદા.જમરૂખને પેટ માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. જમરૂખ ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓથી બચાવી શકાય છે. કબજિયાત માટે જમરૂખ ખૂબ જ ફાયદાકારક હોય છે. જમરૂખ આંતરડાની સફાઈ કરે છે, તેનાથી મળ ત્યાગમાં સરળતા રહે છે. જમરૂખ બ્લડ શુગરના સ્તરને પણ ઘટાડવામાં મદદ કરે છે. એટલે કે, ડાયાબિટીસ રોગી પણ ઓછી માત્રામાં જમરૂખનું સેવન કરી શકે છે.
હાર્ટ હેલ્થમાં સુધારો કરવા માટે પણ જમરૂખ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો, જમરૂખનું સેવન કરી શકો છો. જમરૂખ વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. જમરૂખમાં વિટામિન સી હોય છે. માટે જમરૂખ ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે.
ક્યું વધારે સારું લાલ કે સફેદ જમરૂખ?:- લાલ અને સફેદ જમરૂખમાં સૌથી મોટું અંતર રંગનું જ હોય છે. તે સિવાય આ બંનેનો સ્વાદ પણ અલગ-અલગ હોય છે. લાલ અને સફેદ જમરૂખ બધી જગ્યાએ જોવા મળતા નથી. અમુક જગ્યાએ સફેદ જમરૂખ જોવા મળે છે, તો અમુક જગ્યાએ લાલ જમરૂખ જોવા મળે છે. એટલું જ નહીં તેના પોષકતત્વોની બાબતમાં પણ સફેદ અને લાલ જમરૂખ વચ્ચે અંતર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, લાલ જમરૂખમાં પાણીની માત્રા વધારે જોવા મળે છે. લાલ જમરૂખમાં શુગર અને સ્ટાર્ચ ની માત્રા ઓછી જોવા મળે છે. લાલ જમરૂખમાં વિટામિન સી પણ હોય છે. સાથે જ તેમાં બિજ ઓછા જોવા મળે છે.તેમજ, સફેદ જમરૂખમાં સ્ટાર્ચ, શુગર વધારે જોવા મળે છે. લાલ જમરૂખની જેમ જ તેમાં પણ વિટામિન સી જોવા મળે છે. સફેદ જમરૂખમાં બીજ પણ વધારે હોય છે. તમને જણાવી દઈએ કે સફેદ જમરૂખમાં એંટીઓક્સિડેંટની માત્રા વધારે જોવા મળે છે. આમતો તમે લાલ કે સફેદ જમરૂખ માંથી ગમે તેનું સેવન કરી શકો છો. પરંતુ તમે તમારા સ્વાદ મુજબ લાલ કે સફેદ જમરૂખનું સેવન કરી શકો છો.
લાલ કે સફેદ જમરૂખમાં પોષકતત્વોની માત્રા થોડી અલગ હોય છે. જો તમારે શુગર કે સ્ટાર્ચ ઓછું લેવું હોય તો, લાલ જમરૂખ ખાઈ શકો છો. કારણ કે તેમાં શુગરની માત્રા ઓછી જોવા મળે છે. તમે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટે કે કબજિયાતથી છુટકારો મેળવવા માટે જમરૂખને તમારી ડાયેટનો ભાગ બનાવી શકો છો. તમે લાલ કે સફેદ માંથી કોઈ પણ જમરૂખ ખાઈ શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી