જો તમારું પેટ ભોજન કર્યા પછી, થોડું બહાર નીકળે તો તે એક સામાન્ય વાત છે, કારણ કે થોડીવાર પછી પેટ અંદર જતું રહે છે. સમસ્યા ત્યારે થાય છે, કે જ્યારે પેટ બહાર આવ્યા પછી અંદર જતું નથી. ખરેખર તે બ્લોટિંગના કારણે થાય છે. બ્લોટિંગની સમસ્યા હેલ્થ રિજન્સના કારણે પણ થઈ શકે છે. પરંતુ તેનું કારણ આપણું ખોટું ખાનપાન હોય શકે છે. સામાન્ય રીતે બ્લોટિંગને ડાયજેશન પ્રોબલેમના રૂપમાં જોવા મળે છે. 15 થી 30 ટકા બાબતોમાં બ્લોટિંગ થવા પર બેચેનીનો અનુભવ થાય છે. આવો જાણીએ કે કંઈ ટેવોના કારણે બ્લોટિંગની સમસ્યા થાય છે.
1 ) : લગભગ આપણને દરેકને બાળપણમાં એ શીખવવામાં આવે છે, કે ભોજનને ચાવી-ચાવીને જમવું જોઇએ. સામાન્ય રીતે ભોજનને 30 વાર ચાવવાની સલાહ આપવામાં આવે છે. ભલે તમે ભોજનના સમયે ગણતરી ન કરો, પરંતુ તમારે આ સુનિશ્ચિત કરવું પડશે, કે તમારે ભોજનને ચાવી-ચાવીને જ ખાવાનું છે. ખોરાકને ચાવીને ખાવાથી ભોજન સહેલાઇથી પચી જાય છે અને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર વધારે જોર પડતું નથી.
ઉતાવળથી ભોજન ન જમવું : ઘણીવાર એવું થતું હોય છે, કે આપણે ઉતાવળમાં જલ્દી-જલ્દી ભોજનને ચાવી જતાં હોઈએ છીએ. આ ટેવ તમારી ડાયેજશન સિસ્ટમ માટે સારી નથી. તેનું કારણ એ છે કે, તમે ઉતાવળથી જમો છો, ત્યારે જલ્દી-જલ્દીમાં શરીરમાં હવા ચાલી જાય છે અને આ કારણે જમ્યા પછી થોડીવારમાં ગેસ અને ડાયજેશનની સમસ્યા થાય છે. આવામાં ધ્યાન રાખો કે, ભોજનને ચાવીને જમો.
ખોરાક પર ધ્યાન ન આપવું : લગભગ એવું થતું હોય છે કે, સ્ત્રીઓ ટી.વી જોતાં જોતાં અથવા મોબાઈલ જોતાં-જોતાં ભોજન કરે છે. કદાચ તમને આશ્ચર્ય થશે, પરંતુ તમારી આ ટેવ પણ તમારા ડાયજેશનને ખરાબ કરી શકે છે. ડાયજેશનની સેફેલિટી સ્ટેજ મગજથી થાય છે અને ભોજનનું પેટ સુધી પહોચતા પહેલા જ આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જો આપણું ધ્યાન ભોજનમાં નહીં હોય, તો સેફેલિટી ફેજ શરૂ થતું નથી. આ કારણે જ બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. તેથી જ, તમે ધ્યાન રાખો કે, ભોજન કરતાં સમયે ટી.વી., કોમ્યુટર અથવા અન્ય ગેજેટ્સને દૂર રાખો.
પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન ન કરવું : શરીરમાં જો પાણીની ખામી આવી જાય તો કબજિયાતની સમસ્યા થાય છે અને આ પણ બ્લોટિંગની સાથે કનેકટેડ છે. આપણે દિવસ દરમિયાન લગભગ 8-10 ગ્લાસ પાણી પીવું જોઇએ. આમ, કરવાથી સ્ટૂલ સોફ્ટ થઈ શકે છે અને બીજા દિવસે ફ્રેશ થવામાં સમસ્યા થતી નથી. આ સાથે નિયમિત રૂપથી કસરત કરવી પણ ખુબજ જરૂરી છે.
ભોજન સાથે પાણી પીવાની ટેવ : લગભગ એવું થતું હોય છે કે, ઘણી લોકોને ભોજન કરતાં સમયે પણ પાણી પીવાની ટેવ હોય છે. આમ, કરવાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. દિવસભરમાં શરીરને હાઈડ્રેટ્રેડ રાખવું એ ખુબજ જરૂરી હોય છે, પરંતુ ભોજન કરતાં સમય પર પાણી પીવાની ટેવથી સમસ્યા વધી શકે છે, તમે ભોજન સમયે અથવા ભોજન પહેલા કે પછી અધિક પાણી પીવો છો તો વધારે પાણી પેટની અંદર જવાથી ભોજનને પચાવવા વાળું એસિડ ડાયલ્યુટ થઈ જાય છે, તે કારણથી ભોજન સારી રીતે પચી શકતું નથી. ખરેખર સ્ટમક એસિડ ભોજન પચાવવામાં અને પૈથોજેનિક માઈક્રોબ્સને મારવામાં કામ આવે છે.
સ્ટમક એસિડની માત્રા ઓછી થવા પર, ભોજન લાંબા સમય સુધી પેટમાં જ રહે છે અને આ કારણથી જ પેટ બહાર નીકળેલું દેખાય છે. આ કારણોને જાણીને તમે તમારા ભોજન પર સારી રીતે ધ્યાન આપી શકો છો અને તેને દૂર કરીને બ્લોટિંગની સમસ્યાથી મુક્તિ પણ મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી