મિત્રો તમે જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી સરકાર સડક તેમજ વાહન વ્યવહારને લઈને ખુબ જ ચિંતા વ્યક્ત કરી રહી છે. કારણ કે આજકાલ સડક દુર્ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમજ તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેથી નાગરિકનું જીવન સલામત રહે તે માટે સરકાર વાહનને લગતા કેટલાક નિયમોમાં બદલાવ લાવી રહી છે. તેમજ આ નવા નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે આવશ્યક છે. ચાલો તો આપણે ડ્રાયવિંગ લાયસન્સમાં ક્યાં ક્યાં નવા નિયમો આવ્યા છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવી લઈએ.
રસ્તા પર તમારી તેમજ તમારી સાથે ચાલી રહેલા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ડ્રાયવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં બદલાવ કરી રહી છે. નવા નિયમ અંતર્ગત ડ્રાયવિંગ લાયસન્સ જાહેર કરતા પહેલા આવેદન કરનાર વ્યક્તિએ વિડીયો ટ્યુટોરીયલ દેખાડવામાં આવશે. ડ્રાયવિંગ ટેસ્ટના એક મહિના પહેલા દેખાડવામાં આવેલ આ વિડીયો ટ્યુટોરીયલ અ સેફ ડ્રાયવિંગથી જોડાયેલ જાણકારી આપવામાં આવશે. આ સિવાય આવેદનની દુર્ઘટના પીડિત પરિવારની સાથે વાતચીત પણ કરવામાં આવશે. જેથી કરીને રસ્તા પર પોતાની અને બીજાની જિંદગીનું મહત્વ સમજાઈ શકે.ટ્રાફિક નિયમો તોડ્યા તો કરવા પડશે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ : નવા નિયમ નવેમ્બર 2021 થી લાગુ થશે. નિયમો અનુસાર જો તમારી પાસે પહેલેથી જ ડ્રાયવિંગ લાયસન્સ છે અને તમે ટ્રાફિક નિયમને તોડ્યો છે તો તમારે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ પાસ કરવો પડશે. તમને આ રીફ્રેશર કોર્સને પૂરો કરવા માટે 3 મહિનાનો સમય મળશે. આ કોર્સને પૂરો કરી ચૂકેલ ડ્રાયવરના આધાર કાર્ડને ડ્રાયવિંગ લાયસન્સ સાથે જોડવામાં આવશે. જેથી કરીને તેના ડ્રાયવિંગને ટ્રેક કરી શકાય.
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે સેફ ડ્રાયવિંગને લઈને ખુબ સખ્ત થઈ શકે છે. ટુ વ્હીલર વાહનોમાં વગર હેલ્મેટ અને પોલીસ સાથે મળીને ટોલ ક્રોસ કરતા ચાલકોને નિશાનો બનાવવા માટે મંત્રાલય એક સિસ્ટમ શરૂ કરવાની છે. તેમાં હેલ્મેટ વગરના બાઈક ચાલકોની ફૂટેજ શેર કરવામાં આવશે અને તેનું ચલણ(મેમો) કાઢવામાં આવશે.રોડ સેફ્ટીને લઈને જાગૃત કરવા માટે હશે નવા નિયમ : કેન્દ્ર સરકાર લોકોને રોડ સેફ્ટીને લઈને જાગૃત કરવા માટે આ નિયમ લાવી રહી છે. આંકડાઓ અનુસાર 2019 માં સડક દુર્ઘટનામાં લગભગ 44,666 ટુ વ્હીલર ચાલકોના અવસાન થયા છે. તેમાંથી 80% ચાલકોએ હેલ્મેટ પહેર્યા ન હતો. રિપોર્ટ અનુસાર નવા ડ્રાયવિંગ લાયસન્સ માટે આવેદન કરનારને ઓનલાઈન વિડીયો ટ્યુટોરીયલ અને ડ્રાયવિંગ લાયસન્સ મેળવી લીધેલ લોકો માટે સેફ્ટી સર્ટિફિકેશન કોર્સને આવનાર થોડા દિવસોમાં નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સામેલ કરવામાં આવશે. જો કે સરકાર તરફથી હજુ સુધી તેની કોઈ આધિકારિક જાણકારી નથી આપવામાં આવી.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good